દરેક છોકરીઓ પિરિયડ્સમાં થાય ત્યારે આ 6 વસ્તુઓ ભૂલથી પણ ના કરવી જોઇએ, કારણકે..

સ્ત્રીઓ ધ્યાન આપો! આ 6 વસ્તુઓ છે જે પીરિયડ્સમાં ન કરવી જોઈએ.

image source

પીરિયડ્સ વિશે છોકરીઓના મનમાં હજારો પ્રશ્નો હોય છે. ઉદાહરણ તરીકે, પીરિયડ્સમાં શું ટાળવું જોઈએ, મારા પીરિયડ્સ આટલા ભારે કેમ છે, પીરિયડ્સ કેટલા દિવસના કે સમય માટે હોય છે (માસિક સ્રાવની મૂળભૂત બાબતો), પિરિયડ્સ આવવા માટેની કોઈ દવા અથવા પીરિયડ્સ ન આવે તો શું કરવું જોઈએ, પીરિયડસમાં પેઇન કે દુખાવો શા માટે થાય છે, વગેરે..વગેરે..

માસિક સ્રાવ ( Menstruation) :-

પીરિયડ્સ દરમિયાન શું ધ્યાનમાં રાખવું જોઈએ તે જાણો.

image source

એક વય હોય છે જેમાં મોટાભાગની છોકરીઓ પીરિયડ્સ શું હોય છે તે વિશે વિચાર કરતી હોય છે. અને તે પછી જીવનનો એક એવો વળાંક પણ આવે છે જેમાં તેણી આ સત્યનો સામનો કરે છે અને તેના શરીરમાં થતા આ અવનવાં ફેરફારોનો સામનો કરવા લાગે છે. જ્યારે પીરિયડ્સ શરૂ થાય છે (માસિક સ્રાવ શું છે) પછી કોઈપણ છોકરીના મનમાં હજારો પ્રશ્ન થવા લાગે છે.

ઉદાહરણ તરીકે, પીરિયડ્સમાં શું શું ટાળવું જોઈએ, મારા પીરિયડ્સ આટલા ભારે કેમ છે, પીરિયડ્સ કેટલા દિવસ કે સમય માટે છે (માસિક સ્રાવની મૂળભૂત બાબતો), પીરિયડ્સ આવવા માટેની કોઈ દવા આવે અથવા પીરિયડ્સ ન આવે તો શું કરવું જોઈએ, પીરિયડમાં પેઇન કે દુખાવો શા માટે થાય છે, વગેરે.. વગેરે.. ઘણીવાર છોકરીઓ આ પ્રશ્નો તેમની માતાને પૂછે છે.

image source

આ સમયે, દરેક માતાને પોતાની દીકરીને યોગ્ય માહિતી આપવાની જવાબદારી હોય છે. ઘણી વખત જ્યારે માતા આ પ્રશ્નોના જવાબ આપવા માટે અચકાટ અનુભવે છે, ત્યારે આ યુવતીઓ ખોટી જગ્યાએથી જવાબો મેળવવાનો પ્રયત્ન કરે છે અને મૂંઝવણમાં મૂકે એવી માહિતી મેળવી લે છે.

એક સરખો સવાલ છે જે કિશોરવયની યુવતીઓ સાથે મહિલાઓના મનમાં પણ ઉભો થાય છે. તો ચાલો તમને જણાવીએ કે 6 એવી કઈ વસ્તુઓ છે જે પીરિયડ્સ દરમ્યાન ન કરવી જોઈએ.

પીરિયડ્સ દરમ્યાન થતા કમરના દુખાવામાં ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો:-

image source

– આંચકાથી બેસવું નહીં જે ઉભા પણ થશો નહીં.

– લીલા શાકભાજી, ફળો, ડ્રાયફ્રૂટ, દૂધ અને દહીં ખાઓ.

– સાથે સાથે કેલ્શિયમયુક્ત ખોરાક પણ લો.

– બાહ્ય ખોરાક, જંક ફૂડ, તેલયુક્ત ખોરાક, ખાંડનું સેવન ન કરો.

– એવી રીતે બેસો જેથી કરોડરજ્જુને ટેકો મળે.

image source

– શારીરિક સ્થિતિમાં સુધારો કરીને અને શારીરિક વ્યાયામ કરીને પીઠનો દુખાવો ટાળી શકાય છે.

– લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ન બેસવાની કાળજી લો.

– જો વધારે સમય બેસવું જરૂરી હોય તો થોડી થોડી વાર માટે ઉભા થઈ પછી બેસો.

– દરરોજ એક કલાકનો વર્કઆઉટ અવશ્ય કરો.

– પૌષ્ટિક ખોરાક લો.

image source

* પીરિયડ્સ દરમિયાન આ 6 વસ્તુઓ ન કરવી જોઈએ.

* આવો, આવી વસ્તુઓ જાણો જે તમામ મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ધ્યાનમાં રાખવી જોઈએ.

1. બની શકે કે તમે ડાયટ પર હોવ અથવા વજન ઘટાડવા માટે તમે ઉપવાસ કરી રહ્યા હોવ. પરંતુ જો તમે તમારા પીરિયડ્સ દરમિયાન આહાર યોગ્ય રીતે નથી લેતા તો તે તમારા માટે વધારે મુશ્કેલભર્યું બની શકે છે. તેથી ધ્યાનમાં રાખો કે તમારે પીરિયડ્સ દરમિયાન પૌષ્ટિક આહાર જ લેવો જોઈએ.

image source

2. પેડ (સેનિટરી નેપકિન) બદલવામાં આળસુ ન બનવું જોઈએ. ઘણીવાર એવું બને છે કે સ્ત્રીઓ જ્યારે ઓછું રક્તસ્ત્રાવ થતું હોય ત્યારે લાંબા સમય સુધી એક જ પેડનો ઉપયોગ કરે છે. પરંતુ તે ચેપ કે સંક્રમણ લાવી શકે છે. તેથી ચોક્કસ સમય અંતરાલ પર તમારા પેડને જરૂરથી બદલો. આ આદત તમને ચેપથી બચાવી શકે છે.

3. આ સમય દરમિયાન તમે ખૂબ જ ચીડિયાપણું અનુભવી શકો છો. આવી સ્થિતિમાં, તમે ખાંડ અથવા જંક ફૂડની તૃષ્ણા પણ અનુભવી શકો છો. પરંતુ તમેં તમારી જાતને સમજાવો અને અનિચ્છનીય આહાર ખાવાથી દૂર રહો.

image source

4. જો તમે ભારે કસરતની નિયમિતતાનું પાલન કરો છો, તો આ સમય દરમિયાન ભારે શારીરિક શ્રમ કરવાનું ટાળો. કારણ કે તે તમારી પીઠનો દુખાવો અથવા શરીરની જકડનનું કારણ બની શકે છે.

5. જો તમે ફેમિલી પ્લાનિંગ પર નથી અથવા અત્યારે સંતાન મેળવવા માંગતા નથી, તો આવું વિચારીને તમારા પાર્ટનર સાથે શારીરિક સંબંધ ન બનાવો કે તમે પીરિયડ્સ દરમિયાન ગર્ભવતી થઈ શકતા નથી. તેથી પીરિયડ્સ દરમિયાન અસુરક્ષિત સેક્સ માણવું તમને ભારે મુશ્કેલીમાં મુકી શકે છે.

image source

6. પીરિયડ્સ દરમિયાન સખત કે હાર્ડ સાબુથી તમારા જનનાંગોને સાફ ન કરો. તેમજ આલ્કોહોલવાળા ભીના ટીશ્યુ પેપરનો પણ ઉપયોગ કરશો નહીં. આમ કરવાથી શુષ્કતા વધી શકે છે જે તમને ખંજવાળ અથવા અન્ય ચેપને લીધે અસ્વસ્થ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ