શા માટે 10 વર્ષ નાના નિક જોનાસ સાથે કર્યુ હતુ પ્રિયંકાએ ડેટિંગ, અંતે ખોલ્યુ આ વિશે રાઝ…

છેવટે પ્રિયંકાએ રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો – શા માટે 10 વર્ષ નાના નિક જોનાસ સાથે કર્યું હતું ડેટીંગ

પ્રિયંકાએ જ્યારથી હોલીવૂડમાં એન્ટ્રી કરી છે ત્યારથી તેણી સતત ચર્ચામાં રહી છે અને હવે તેનું એક મોટુ ઇન્ટરનેશનલ ફેન ફોલોઇંગ પણ છે પણ હોલીવૂડમાં પ્રવેશ્યા બાદ જ્યારે તેણીએ હોલીવૂડના પોપ સિંગર નિક જોનાસને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે તો તેણીએ લોકોને ચકિત કરી મુક્યા હતા અને લગ્ન બાદ અત્યાર સુધી તેણી સતત ચર્ચામાં રહી છે.

image source

પ્રિયંકા અને નીકના એજ ડિફરન્સને લઈને ઘણી બધી ચર્ચાઓ ઉઠી હતી અને લોકોને તે વિષે વધારે જાણવાનું હંમેશા કુતુહલ રહ્યું હતું કે શા માટે પ્રિયંકાએ પોતાનાથી દસ વર્ષ નાના નીક જોનાસ સાથે ડેટીંગ કર્યું અને ત્યાર બાદ લગ્ન કર્યા. પણ તાજેતરમાં જ પ્રિયંકાએ આ રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો છે.

image source

પ્રિયંકા અને નિક જોનાસે 2017ની સાલમાં એક બીજાને ડેટ કરવાનું શરૂ કર્યુ હતું. માત્ર એક જ વર્ષના ડેટીંગ બાદ તેમણે એકબીજા સાથે લગ્ન સંબંધમાં જોડાવાનું નક્કી કર્યું. પ્રિયંકા પોતાના નીકને ડેટ કરવાના નિર્ણય વિષે જણાવે છે કે તેણે સૌ પ્રથમ નીકને તેના સોન્ગ ‘ક્લોઝ’ના વિડિયોમાં જોયો હતો અને ત્યારથી જ તેણી નીક તરફ આકર્ષાઈ હતી અને તે જ વખતે તેણે તેને ડેટ કરવાનું નક્કી કરી લીધું હતું.

image source

નીકના આ વિડિયોમાં તેણે માત્ર આંતરવસ્ત્રો જ પહેર્યા હતા. અને માટે આ સોંગમાં તેણીને નિક એટલો હોટ લાગ્યો હતો કે તેણે તેને ડેટ કરવાનું નક્કી કરી લીધું. પ્રિયંકાને નિક જોનાસના સોંગ વિડિયોમાં આ વિડિયો સૌથી વધારે પસંદ છે. તમે પણ આ સોંગનો વિડિયો અહીં જોઈ શકો છો.

image source

તમને જણાવી દઈએ કે જોનાસ બ્રધરના એક વિડિયો આલ્બમમાં પ્રિયંકા ચોપરા પણ નીક જોનાસ સાથે રોમાન્સ કરતાં જોવા મળી છે અને તે સોંગમાં તેણીએ વિચિત્ર ઇંગ્લીશ ડ્રેસિંગ કર્યું હતું. આ સોંગમાં જોનાસ બ્રધર્સમાંના મોટા ભાઈની પત્ની એટલે કે જાણીતી હોલીવૂડ અભિનેત્રી સોફી ટર્નર પણ હતી. જોનાસ બ્રધર્સના ફેન્સને તે વિડિયો આલ્બમ ખુબ પસંદ આવ્યું હતું.

image source

અને તાજેતરમાં પણ ફરી એકવાર પ્રિયંકા ચોપરા નીક જોનાસ સાથે ફરી તેના નવા વિડિયો સોંગમાં જોવા મળશે. સોંગનું ટાઇટલ છે, ‘વ્હોટ અ મેન ગોટ ટુ ડુ’ અહીં પણ પ્રિયંકા નીકસાથે રોમાન્સ કરતી જોવા મળી છે. માત્ર એક જ કલાકમાં આ સોંગના ટીઝરને 15 લાખ કરતાં પણ વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.

image source

પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણી છેલ્લે શોનાલી બોઝ દિગ્દર્શિત અને ફરહાન અખ્તર અભિનિત ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકમાં જોવા મળી હતી. જ્યારે નીક જોનાસ ફરી એક વાર હોલીવૂડના પડદે જુમાંજી – ધ નેક્સ્ટ લેવલમાં જોવા મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ