કરીના કપૂરે જાહેરમાં પહેર્યુ બોલ્ડ ટોપ, તસવીરો જોઇને તમે કહેશો ઓ..હો..હો..

કરીનાએ જાહેરમાં પહેર્યું બોલ્ડ ટોપ – કરીનાનો આ બોલ્ડ અંદાજ જોઈ તમારી આંખો પહોળી રહી જશે

કરીના કપૂર આજે ચાલીસી વટાવ્યા બાદ પણ આલિયા કિયારાને માત આપે તેટલી ગોર્જિયસ લાગે છે. અને ઘણીવાર તેણી પોતાનો બોલ્ડ અંદાજ બતાવીને તેના ફેન્સની આંખો ચાર કરી મૂકે છે. અને માટે જ એજ વધવા છતાં તેણી જમાનાની સાથે ચાલીને પોતાનાથી દાયકો નાની અભિનેત્રીઓને કમ્પીટીશન આપવામાં સફળ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના એક એવી અભનેત્રી છે જેણી ભારતીય પરિધાનો અને વેસ્ટર્ન પરિધાનો બન્નેમાં આકર્ષક લાગે છે. તેણી કોઈ પણ લૂકને અત્યંત શાલિનતાથી કેરી કરી જાણે છે. અને તેના પર કશું જ વધારે પડતું નથી લાગતું. તેણી ટ્રડિશનલ ઇન્ડિયન વેરમાં તેટલી જ ભારતીય લાગે છે અને વિદેશી ફેશનેબલ વસ્ત્રો પણાં પણ તેણી તેટલી જ વિદેશી લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

તાજેતરમાં કરના કદપૂર ખાન પોતાના પતિ સૈફ અલી ખાન સાથે એક ઇવેન્ટમાં હાજરી આપવા પહોંચી હતી જ્યાં તેણીએ અત્યંત સ્ટાઇલિસ્ટ અને બોલ્ડ લૂક કેરી કર્યો હતો. જેમાં તેણી કમાલની લાગી રહી હતી. કરીનાની એક ખાસિયત છે કે તેણી ગમે તેટલા બોલ્ડ લૂકને પણ ખુબ જ સ્વાભાવિક તેમજ શાલિનતાથી કેરી કરી જાણે છે અને માટે જ તેના પર કોઈ પણ વસ્ત્ર ચીપ નથી લાગતું, પણ તેણીની સુંદરતા કોઈ પણ વસ્ત્રની સુંદરતામાં ચારચાંદ લગાવી દે છે.

image source

કરીના કપૂર ખાનની આ તસ્વિર તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. જેમાં તેણીએ લેપર્ડ પ્રિન્ટનું બ્લેઝર પહેર્યું છે અને તેની અંદર એક પારદર્શક ટોપ પહેર્યું છે જેની સાથે બ્લેક રંગની બ્રા સ્ટીચ કરવામાં આવી છે. લેપર્ટ પ્રિન્ટના બ્લેઝર સાથે તેણીએ બ્લેક વેલવેટ ટ્રાઉઝર પણ પહેર્યું છે. કરિનાનો આ બોલ્ડ લૂક સોશિયલ મિડિયા પર તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

એક પ્રકારે જોવા જઈએ તો કરિના કપૂરનો આ બોસ લેડી લૂક જ કહેવાય જે તેની આગવી સ્ટાઇલ દર્શાવે છે. હવે તેના મેકઅપની વાત કરીએ તો તેણીએ પોતાની આંખને અહીં વધારે હાઇલાઇટ કરી છે અને માટે જ કોહલ આઇ મેકઅપ કર્યો છે અને તેની સાથે ન્યૂડ લીપ કલર યુઝ કર્યો છે. અને ગાલ પર લાઇટ પિંક બ્લશ કર્યું છે. અને તેના વાળને વેવી બનાવ્યા છે.

 

View this post on Instagram

 

#saifalikhan & #kareenakapoorkhan snapped at a brand shoot

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અને તેણીએ બ્લેક સ્ટ્રેપી હીલ્સ પહેરી છે જે તેણીના આ લૂકને પર્ફેક્ટ બનાવે છે. અને તેની સાથે હાથમાં હાથ નાખીને ચાલતો તેનો પતિ સૈફ અલિ ખાન પણ કંઈ ઓછો હેન્ડન્સમ નથી લાગી રહ્યો. અને તેની હાજરીના કારણે કરિનાનો લૂક ઓર વધારે નિખરી આવ્યો છે. સૈફ અલિ ખાને અહીં બ્લૂ સૂટ પહેર્યો છે. અને સાથે બ્લેક શર્ટ પહેર્યું છે અને હંમેશની જેમ તે રોયલ લાગી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ