આ રહસ્યમયી વ્યક્તિના હતા બે ચહેરા, જેમાં છે બન્ને અલગ, વાંચી લો સ્ટોરીમાં તમે પણ

દુનિયાભરમાં અનેક એવી ઘટનાઓ બની છે અને બની રહી છે જે આજના આધુનિક વિજ્ઞાન માટે પડકાર બની રહી છે. ભૂતકાળની તો એવી અનેક ઘટનાઓ છે જેનું રહસ્ય હજુ પણ ઉકેલી શકાયું નથી. આવું જ એક રહસ્ય 19 મી સદીનું છે. 19 મી સદીમાં ઇંગ્લેન્ડમાં જન્મેલા એક રહસ્યમયી વ્યક્તિ વિષે એવો દાવો કરવામાં આવે છે કે તેને બે ચેહરાઓ હતા. એક ચહેરો આગળ અને એક ચેહરો પાછળ. એટલું જ નહિ પરંતુ બન્ને ચેહરા અલગ અલગ કામ કરી શકતા હતા એટલે એક ચેહરો જયારે સૂતો ત્યારે બીજો ચેહરો જાગતો.

image source

આ વ્યક્તિનું નામ એડવર્ડ મોરડ્રાકે હતું. એડવર્ડનો બીજો ચેહરો આમ તો સક્રિય અવસ્થામાં નહોતો પરંતુ જયારે પણ એડવર્ડ ઊંઘવાનો પ્રયત્ન કરે કે તેનો બીજો ચેહરો જાગી જતો અને રાતભર ગણગણતો રહેતો. વર્ષ 1985 માં પ્રસિદ્ધ સ્થાનિક અખબાર બોસ્ટન પોસ્ટમાં સૌપ્રથમ બે ચેહરા વાળા એડવર્ડ મોરડ્રાકે વિષે લેખ પ્રસિદ્ધ કરાયો હતો. એડવર્ડ પોતાના વધારાના ચહેરાથી એ કારણે પરેશાન હતો કારણ કે તે દિવસો સુધી ઊંઘી જ નહોતો શકતો.

image source

એવું કહેવાય છે કે એડવર્ડ પોતાની આ પરેશાની લઇ ડોક્ટર પાસે પણ ગયો હતો પરંતુ તે સમયમાં આજના જેવી આધુનિકતા સભર સારવાર નહોતી મળતી જેથી તેનો યોગ્ય ઈલાજ ન થઇ શક્યો. એડવર્ડ વિષે અનેક વાયકાઓ પણ પ્રચલિત હતી. એક વાયકા મુજબ એડવર્ડનો વધારાનો ચેહરો એક છોકરીનો ચેહરો હતો જેની આંખો તો હતી પણ તેનાથી જોઈ નહોતું શકાતું. એ ચેહરાને મોઢું પણ હતું પણ તેના વડે ખાવું કે જોરથી બોલવું શક્ય ન હતું. આ મોઢામાંથી ફક્ત ધીરા સ્વરમાં ગણગણાટનો અવાજ સંભળાતો.

image source

વળી અન્ય એક વાયકા મુજબ એડવર્ડ જયારે ખુશ થતો ત્યારે તેના બીજા ચેહરાને આ સારું નહોતું લાગતું અને જયારે એડવર્ડ રડવા લાગતો તો તેનો બીજો ચેહરો સ્મિત કરતો. એવું પણ કહેવાય છે કે એડવર્ડે પોતાના બીજા ચહેરાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. તે સમયે તેની ઉંમર 37 વર્ષની હતી.

image source

ઘણી જગ્યાએ જન્મથી એકબીજાના માથા સાથે જોડાયેલા બે વ્યક્તિના કિસ્સા અને તેમની સફળ સારવાર વિષે આપણે સાંભળ્યું અને જાણ્યું છે પણ એડવર્ડને બે ચેહરાઓ હતા અને તે બે ચેહરાઓ સાથે જીવન જીવ્યો પણ હતો. લગભગ હજુ સુધી આવો બીજો કેસ વિજ્ઞાન સામે આવ્યો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ