ખાખીના બદલે સફેદ યૂનિફોર્મ કેમ પહેરે છે આ પોલીસ?

જો તમે દેશના કોઈપણ ખૂણે જશો તો તમે સામાન્ય રીતે જોશો કે બધા પોલીસકર્મીઓનો યુનિફોર્મ એક સરખો જ હશે. તમામ પોલીસકર્મીઓ ખાખી રંગના ડ્રેસમાં જ જોવા મળશે. પરંતુ દેશમાં એક એવું રાજ્ય પણ છે જ્યાં પોલીસ સફેદ રંગનો યુનિફોર્મ પહેરે છે. હા, અમે વાત કરીએ છીએ કોલકાતાની પોલીસ વિશે. અહીંની પોલીસ ખાખી રંગનો તેમજ સફેદ રંગનો યુનિફોર્મ પહેરે છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે આખા દેશમાં આવી કોઈ પ્રથા ન હોય ત્યારે અહીંની પોલીસ સફેદ રંગનો યુનિફોર્મ કેમ પહેરે છે. ખરેખર, તેની પાછળનો ઇતિહાસ જાણવા માટે, આપણે ઇતિહાસનાં કેટલાક પાના ફેરવવાની જરૂર છે. કોલકાતા પોલીસ દેશની સૌથી જૂની પોલીસ છે. 1720માં ઔપચારિક રીતે તેની શરૂઆત થઈ ગઈ હતી.

image soucre

વિગતે વાત કરીએ 1720માં કોલકાતા પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રભુત્વ હતું. ત્યારબાદ સિવિલ અને ક્રિમિનલ પ્રશાસન ચલાવવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1720માં એક ઓફિસરની નિમણૂક કરી હતી. આ ઓફિસરના અંડરમાં એક ભારતીય અધિકારી પણ રહેતો હતો.

image soucre

તેના નામ વિશે વાત કરીએ તો એને બ્લેક ડિપ્ટી કે બ્લેક જમીનદાર કહેવામાં આવતો હતો. તેના અધિન ત્રણ નાયબ દીવાન પણ હોય છે. આ દિવાનના માથે પોલીસનું બધુ કામ હતું. આ આખી વ્યવસ્થાને પછી ધીરે ધીરે એક થાણામાં વહેચવામાં આવી હતી અને આ થાણાની જવાબદારી થાનેદારોને દેવામાં આવી હતી.

image soucre

એમાં પણ એક વિશેષતા એ હતી કે આ થાણામાં નીચેના અધિકારીઓને નાયક અને પાઇક કહેવામાં આવતા હતા. ત્યારબાદ 1845માં પ્રથમ વખત કલકત્તામાં કમિશ્નરની નિમણૂક કરી હતી. એમાં ખાસ વાત એ હતી કે મોટાભાગના પોલીસના નિયમ 19મી શતાબ્દીમાં બન્યા છે. આ જ અંતર્ગત કોલકાતા પોલીસનો ડ્રેસ કોડ પણ નક્કી થયો હતો. સુરેન્દ્ર નાથ ચેટરજી પ્રથમ ભારતીય કમિશ્નર ઓફ પોલીસ તરીકે નિમણુક થયા હતા.

image soucre

પછી 1947માં ભારત આઝાદ થયું અને પછી ફરીથી કોલકાતા પોલીસનું ગઠન કરવામાં આવ્યું હતું. જો કે કોલકાતા પોલીસથી પશ્ચિમ બંગાળ પોલીસને કન્ફ્યૂસ ના થાય. જેથી કોલકાતા પોલીસ સફેદ રંગનો યૂનિફોર્મ પહેરે છે એવું કહેવામાં આવે છે. પશ્ચિમ બંગાળ પોલીસના યૂનિફોર્મનો રંગ દેશની મોટાભાગની પોલીસની જેમ ખાખી જ હોય છે. કોલકાતા પોલીસના ભાગે ફક્ત કોલકાતા મહાનગરની દેખરેખની ફરજ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ