કોરાનાકાળમાં થયા આટલા લગ્ન, રાણા દગ્ગુબતી થી લઈને આ કલાકારોએ કરી નવા જીવનની શરૂઆત…

મિત્રો, વર્ષ ૨૦૨૦ મા કોરોનાની સમસ્યાના કારણે હાહાકાર જોવા મળ્યો પરંતુ, કોરોના યુગ દરમિયાન ઘણા લોકોએ સામાજિક અંતર અને કોરોના માર્ગદર્શિકાને ધ્યાનમા રાખીને લગ્ન પણ કર્યા. ફિલ્મી કલાકારો પણ આ બાબતે પાછળ રહ્યા નહીં, આ વર્ષે ઘણા કલાકારોએ લગ્ન કર્યા અને એક નવા જીવનની શરૂઆત કરી. તો ચાલો આજે આ લેખમા આ કલાકારો વિશે જાણીએ.

રાણા દગ્ગુબતી અને મિહિકા બજાજ :

image source

આ કલાકારે આ વર્ષે તેની ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ સાથે લગ્ન કરી પોતાની ઘણી મહિલા ચાહકોનુ દિલ તોડ્યુ હતુ.

કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલૂ :

image source

વર્ષ ૨૦૨૦ મા દક્ષિણ સિનેમાની આ પ્રખ્યાત અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ અને ઉદ્યોગપતિ ગૌતમ કીચલુ સાથે લગ્ન કર્યા. આ બંને ૧૦ વર્ષથી એકબીજાને જાણતા હતા અને ૩૦ ઓક્ટોબરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા.

નિહારિકા કોનિડેલા અને ચૈતન્ય :

image source

નિર્માતા નિહારિકા કોનિડેલા અને ચૈતન્ય જેવીએ આ વર્ષે ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. તેમના લગ્ન ૯ ડિસેમ્બરના રોજ ઉદેપુરમા થયા હતા.

નીતિન રેડ્ડી અને શાલિની કંડુકુરી :

image source

આ લોકડાઉન દરમિયાન તેલુગુ સ્ટાર નીતિન રેડ્ડી અને તેની મંગેતર શાલિની કંડુકુરી પણ લગ્નના પવિત્ર બંધને બંધાયા.

સુજિત રેડ્ડી અને પ્રાવલિકા :

image source

સાહો ફિલ્મના ડિરેક્ટર સુજિત રેડ્ડીએ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં તેની મંગેતર પ્રવલ્લિકા સાથે હૈદરાબાદમા લગ્ન કર્યા.

પ્રિયાંશુ પેન્યુલી અને વંદના જોશી :

image source

મિર્ઝાપુર-૨ ના રોબિન વિશે વાત કરીએ તો તેણે ૨૬ નવેમ્બરના રોજ એક્ટ્રેસ અને ડાન્સર વંદના જોશી સાથે લગ્ન કર્યા. બંનેનાં લગ્ન દહેરાદૂનમાં થયાં હતાં.

મિયા જ્યોર્જ અને અશ્વિન ફિલિપ :

image source

આ મલયાલમ સિનેમા અભિનેત્રીએ ૧૨ સપ્ટેમ્બરના રોજ કોચીના ઉદ્યોગપતિ અશ્વિન ફિલિપ સાથે લગ્ન કર્યા. કોરોના રોગચાળાને કારણે માત્ર પરિવારના સભ્યો જ મિયાના લગ્નમાં જોડાયા હતા.

નિખિલ ગૌડા અને રેવતી :

image source

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કુમારસ્વામી ના પુત્ર નિખિલ ગૌડાએ પણ આ વર્ષે લગ્ન કર્યાં. નિખિલે કોંગ્રેસના નેતા એમ.કૃષ્ણપ્પાનીની પુત્રી રેવતી સાથે ૧૭ એપ્રિલના રોજ લગ્ન કર્યા.

નિખિલ સિદ્ધાર્થ અને પલ્લવી વર્મા :

image source

આ તેલુગુ અભિનેતાએ પણ લોકડાઉન દરમિયાન પલ્લવી વર્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે કોરોના સંબંધિત તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું છે.

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ :

image source

બોલિવૂડ સિંગર નેહા કક્કરે પણ આ કોરોના યુગમાં રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા. તેણીએ ૨૪ ઓક્ટોબરના રોજ દિલ્હીમા લગ્ન કર્યા.

આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ :

image source

દિગ્ગજ ગાયક ઉદિત નારાયણના પુત્ર અને ગાયક આદિત્ય નારાયણે તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે ૧ ડિસેમ્બરના રોજ મુંબઇમાં લગ્ન કર્યા.

શહિર શેઠ અને રૂચિકા કપૂર :

image source

આ બંને ટેલીવિઝન કલાકારોએ નવેમ્બર માસમા કોર્ટ મેરેજ કર્યા હતા. ૨૭ નવેમ્બરના રોજ બંનેના લગ્ન માટેની જાહેરાત કરવામા આવી હતી.

સના ખાન અને અનસ સઈદ :

image source

આ વર્ષે સૌથી વધુ ચર્ચા પૂર્વ અભિનેત્રી અને બિગ બોસ ફેમ સના ખાન અને અનસ સઈદના લગ્નની થઇ હતી. સનાએ હવે અભિનયની દુનિયાને અલવિદા કહીને આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધી છે. તેણે ૨૦ નવેમ્બરના રોજ ગુજરાતના અનસ સઈદ સાથે સંપૂર્ણ રિવાજ સાથે લગ્ન કર્યા.

નીતી ટેલર અને પરીક્ષિત બાવા :

image source

આશિકી ફેમ આ અભિનેત્રીએ ૧૩ ઓગસ્ટના રોજ પરીક્ષિત બાવા સાથે લગ્ન કર્યા હતા. લગ્નમા પરિવારના ફક્ત સભ્યો જ સામેલ થયા હતા.

પ્રાચી તેહલાન અને રોહિત સરોહા :

આ ટેલીવિઝન અભિનેત્રી એ ઓગષ્ટ મહિનામા ઉદ્યોગપતિ રોહિત સરોહા સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન દિલ્હીમાં થયા જેમાં પરિવારના ફક્ત સભ્યો જ હાજર રહ્યા.

મનીષ રાયસિંગન અને સંગીતા ચૌહાણ :

image source

આ કલાકારે આ વર્ષે ૩૦ જૂને સંગીતા ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન મુંબઇના ગુરુદ્વારામાં થયા.

આશુતોષ કૌશિક અને અર્પિતા :

બિગ બોસ-૨ ના આ વિજેતા કલાકારે ૨૬ એપ્રિલે લોકડાઉન દરમિયાન તેની મંગેતર અર્પિતા તિવારી સાથે ઘરની છત પર ખૂબ જ ભવ્ય લગ્ન કર્યા.

બલરાજ સિયલ અને દિપ્તી તુલી :

આ હાસ્ય કલાકારે ૭ ઓગષ્ટના રોજ સિંગર દીપ્તિ તુલી સાથે તેમના પરિવારના સભ્યોની હાજરીમા જલંધરમાં લગ્ન કર્યા હતા.

image source

પૂજા બેનર્જી અને કૃણાલ વર્મા :

આ બંને ૧૫ એપ્રિલના રોજ ભવ્ય લગ્ન કરવાના હતા પરંતુ, લોકડાઉન ને કારણે તેઓ તે કરી શક્યા નહીં. લગ્નના દિવસે બંનેએ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે, તેમણે એક મહિના પહેલા કોર્ટ મેરેજ કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ