કંગના રનૌતે પહેલી જ કિસમાં માર્યા હતા જોરદાર લોચા, બોયફ્રેન્ડે એવી વાત કહી કે તમે પણ શરમાઈ જશો

પોતાના ટ્વીટ્સ અને નિવેદનોને કારણે હંમેશા વિવાદોમાં ફસાયેલી જોવા મળતી કંગના રનૌત ઘણી રસપ્રદ અને મનોરંજક પણ છે. હા એ વાત સાચી છે કે તેનું વલણ હંમેશાં કડવું જ હોય છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેની પાસે એક બીજું પાસું પણ છે. કંગના ખૂબ રોમેન્ટિક છે. તે સોશિયલ મીડિયા પર સુંદર કવિતાઓ શેર કરતી રહે છે, આ ઉપરાંત, તેની પાસે ઘણી કહાનીઓ છે જે દરેકને આશ્ચર્યચકિત કરશે.

image source

એકવાર કંગનાને તેની પહેલી કિસ પૂછતાં મસ્ત જવાબ આપ્યો હતો. અભિનેત્રીએ તે રમુજી કથા શેર કરી હતી કે તેની પહેલી કિસ એકદમ વિચિત્ર હતી. તેણે આ વિશે કહ્યું હતું – હું તો કિસ કરી જ નહોતી શકી. એટલા માટે મે પહેલા મારી હથેળી પર કિસ કરવાની પ્રેક્ટિસ કરતી હતી. મારી પહેલી કિસ બિલકુલ જાદુઈ નહોતી.

image source

સામાન્ય રીતે ફર્સ્ટ કિસની ફિલિંગ્સને મેજિકલ કહેવામાં આવે છે, પરંતુ કંગનાનું માનીએ તો તે તેના માટે મેજિકલ નહીં, પરંતુ તેનાથી અલગ જ હતી. કિસ કરતી વખતે કોઈ લોચા ન પડે તે માટે તેણે પોતાની હથેળી પર કિસિગની પ્રેક્ટિસ કરી હતી, પરંતુ તે કશાય કામમાં નહોતી આવી. કંગના પોતાના પ્રેમી સાથે ડેટ પર જતી ત્યારે પણ પોતાની કોઈ ફ્રેન્ડને લઈને જતી હતી. તેનો પ્રેમી તેને એવું કહીને ચીઢવતો કે તું હજુ બેબી જ છે..

image source

પ્રેમીના મોઢે આવી વાતો સાંભળી કંગનાનું દિલ તૂટી જતું, પરંતુ તે પોતાના પ્રેમીને છોડવા તો જરાય તૈયાર નહોતી. અભિનેત્રીએ કહ્યું હતું કે તેણે પોતાના પ્રેમીને પોતાને મોટી થવાનો ચાન્સ આપવા રીતસરની આજીજી કરી હતી. ફર્સ્ટ કિસ અંગે કંગનાએ કહ્યું હતું કે તેને કિસ કરવાનો કોઈ અનુભવ તો નહોતો.

image source

આખરે હથેળી પર ઘણી પ્રેક્ટિસ કર્યા બાદ ખરેખર પ્રેમીને કિસ કરવાની ઘડી આવી ત્યારે તે જાણે થીજી ગઈ હતી. તેનો પ્રેમી તેને કિસ કરવા ટ્રાય કરી રહ્યો હતો, પરંતુ કંગનાના હોઠ એકદમ સજ્જડ થઈ ગયા હતા, અને તેનું મો ખૂલી જ નહોતું રહ્યું. જોકે, અત્યારની વાત અલગ છે, કંગના પોતાની કિસિંગ સ્કીલ ઘણી ફિલ્મોમાં પણ બતાવી ચૂકી છે

image source

જો કંગનાનું માનીએ તો તેને 9માં ધોરણમાં તેની શાળાનો શિક્ષક પસંદ આવવા લાગ્યો હતો. ત્યારે ‘ચાંદ છુપા હૈ બાદલ મેં’ ગીત રીલિઝ થયું હતું, આવી સ્થિતિમાં અભિનેત્રી એ શિક્ષક વિશે જ વિચારતી હતી. જો કે, ફિલ્મી દુનિયામાં પ્રવેશ્યા પછી પણ કંગનાની લવ લાઇફ ચર્ચામાં રહી છે. એ જુદી વાત છે કે પ્રેમ જીવન હંમેશાં મુશ્કેલીનું કારણ બને છે. હૃતિક રોશન સાથેના તેના સંબંધો હજુ પણ સસ્પેન્સ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ