વીટ પનીર કુલચા – હવે હેલ્થ સાથે No Compromise….આજે જ શીખી લો…

જો તમે પરિવારને હેલ્ધી પરંતુ ટેસ્ટી ફુડ ખવડાવવાના આગ્રહી હો તો વીટ પનીર કુલચા જરૂરથી બનાવજો. કારણ કે વ્હોલ વીટ ગ્રેઈન પોષણ પુરું પાડે છે. સ્ટફીંગમાં સ્પાઈસી પનીર ફુડને ટેસ્ટી બનાવે છે. વધુ હેલ્ધી બનાવવા તેમજ આમાં યિસ્ટનો વપરાશ ટાળવામાં આવેલ છે.

સામગ્રી

કણક માટે

– 4 કપ વ્હોલ વીટ ફલોર

– 1 ટીસ્પુન બેકીંગ પાવડર

– મીઠું જરૂર મુજબ

– 1 કપ હુફાળું દુધ

– 1 કપ હુફાળું પાણી

– 1 ટેબલસ્પુન ઘી

– 3 ટેબલસ્પુન તેલ

– 1 1/2 ટીસ્પુન સાકર

– 2/3 કપ (6 ટેબલસ્પુન) દહીં

પુરણ માટે-

– 1 1/2 કપ છીણેલું પનીર

– 4 ટીસ્પુન સમારેલી કોથમીર

– 2/3 ટીસ્પુન મરી પાવડર

– 1 ટીસ્પુન ચાટ મસાલો

– 1 ટીસ્પુન સમારેલી લીલી મરચી

– મીઠું જરૂર મુજબ

( લીલી મરચી બાળકો માટે બનાવતી વખતે નાખવી નહી તેમજ મોટેરા માટે બનાવતી વખતે મરી અને લીલી મરચીનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે રાખવું)

સજાવટ માટે

– 1 ટેબલસ્પુન સફેદ તલ

– 1 ટેબલસ્પુન કાળા તલ

– 1 ટીસ્પુન સમારેલી કોથમીર (ઓપશનલ)

– 1 ટીસ્પુન સમારેલ લસણ (ઓપશનલ)

રીત

– લોટમાં દહીં, બેકીંગ પાવડર, મીઠું, ઘી, તેલ, સાકર નાખી બાબર મિક્સ કરી દુધ વડે કણક બાંધો.

– જો કણકને વધુ મસળવું, સોફ્ટ કરવું હોય તો જ પાણી ઉમેરવું.

– કણક બાંધીને ભીના કપડા વડે ઓછામાં ઓછા 2 કલાક માટે ઢાંકી દો.

– 2 કલાક બાદ ફરી કણકને મસળો.

– છીણેલા પનીર માં કોથમીર, મરી, ચાટ મસાલો, મીઠું ઉમેરી પુરણ બનાવો.

– કણકના લુઆ વાળી પુરી વણો.

– વચ્ચે પુરણ ભરી કિનારી જોડી પોટલી વાળી ગોળો વાળો.

– લોટ પાથરી થોડું વણો અને ઉપર તલ ભભરાવી ફરી વણો.

– તવા પર ઘી કે બટર વડે બંને બાજુએ શેકી લો.

નોંધ

– પુરણ અને કણક બંનેમાં મીઠું ઉમેરવાનું હોવાથી પ્રમાણ જાળવજો.

– કુલચા પર તલની જગ્યાએ કોથમીર – લસણ નાખીને બનાવી શકાય.

– વ્હોલ વીટ ફલોર ની જગ્યાએ મેંદો અને વ્હોલ વીટ ફલોર બંને સરખા ભાગે અથવા ફકત મેંદાના કુલચા પણ બનાવી શકાય.

રસોઈની રાણી – રુચિ શાહ (ચેન્નાઈ)
સાભાર – ઉર્વી શેઠિયા

આપ સૌ ને આ વાનગી કેવી લાગી ? અચૂક જણાવજો !