જો..જો.. તમારા WhatsApp પર આવો મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા આ કામ, નહિં તો…

ફેસબુક દ્વારા ખરીદાયેલી સોશ્યલ એપ WhatsApp આજકાલ લગભગ દરેક વ્યક્તિ વાપરે છે. જો તમે પણ એક WhatsApp યુઝર છો અને તમને વ્હોટ્સએપ પર આવતી લિંક પર તરત ક્લિક કરીને ઓપન કરવાની આદત પણ છે તો અમારો આ આર્ટિકલ તમારે ખાસ વાંચવો જરૂરી છે. આમ પણ એન્ડ્રોઈડ યુઝર હેકર્સ માટે સૌથી હાથવગા અને સરળ શિકાર હોય છે અને હવે તો તે એક નાનકડા મેસેજ દ્વારા પર શિકારને પોતાની જાળમાં ફસાવી લે છે. હાલમાં વ્હોટ્સએપ પર એક નાનકડો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે અસલમાં મેસેજ માલવેર છે અને આ મેસેજ સાથે આપવામાં આવેલી લિંક ક્લિક કરવાથી જે તે યુઝર્સનો ફોન હેક પણ થઈ શકે છે. ત્યારે આ મેસેજ વિશે થોડી વિસ્તૃત વિગત જાણીએ.

image source

વ્હોટ્સએપ પર લિંક સાથે વાયરલ થઈ રહેલા આ મેસેજમાં અંગ્રેજી ભાષામાં Download This application and Win Mobile Phone એવું લખવામાં આવ્યું છે જેનો અર્થ એવો થાય છે કે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને મોબાઈલ ફોન જીતો. આ મેસેજ નીચે ક્લિક કરી શકાય તેવી એક વેબલિંક પણ છે જેના પર ક્લિક કરવાથી ગૂગલ પ્લેસ્ટોર જેવી એક નકલી વેબસાઈટ ખુલે છે.

image source

એક પ્રકારે હેકર્સે સ્પામ માટે ગૂગલ પ્લે સ્ટોરનો એક ક્લોન જ બનાવ્યો છે. લિંક પર ક્લિક કર્યા બાદ યુઝર્સને Huawei Mobile એપને ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. અહીં પણ એક ખેલ ખેલાય છે અને તે એ કે આ એપ અસલી Huawei Mobile એપ નથી.

image source

આ માલવેર મેસેજ પર વ્હોટ્સએપના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ મેસેજ અને મોબાઈલ ફોનની લાલચમાં લોકોના ફોનનું હેકિંગ થઈ શકે છે અને તેને પીશીંગ મેસેજ પણ મોકલવામાં આવી શકે છે. અમે આ ડોમેનની ફરિયાદ નોંધાવી રહ્યા છીએ અને ત્યારબાદ તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

image soucre

વ્હોટ્સએપ દ્વારા જણાવાયું છે કે આ મેસેજ સાથેની જે ક્લિક થઈ શકે તેવી લિંકને ક્લિક ન કરવી. એ સિવાય મેસેજ મળે તો તેને ડીલીટ અને અન્ય કોઈને ફોરવર્ડ કરવાની ભૂલ પણ ન કરવી. કંપનીના કહેવા મુજબ પ્રથમ દ્રષ્ટિએ આ એક એડવેયર હોય તેવું લાગી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ