બેંગલુરુના આ દંપતીએ બનાવ્યું પંખા અને બલ્બ વિનાનું અનોખું ઇકો ફ્રેન્ડલી ઘર, જોઇ લો આ સુપર તસવીરો તમે પણ

અહીં આ આર્ટિકલ વાંચનારા પૈકી ઘણા ખરા લોકો એવા હશે કે પ્રકૃતિની સાવ નજીક રહેવા માંગે છે પરંતુ વિકાસની હરણફાળ અને ભૌતિક સુવિધાઓની લાલચ અને જરૂરિયાતના કારણે માણસ દિનપ્રતિદિન પ્રકૃતિથી દૂર જઈ રહ્યો છે. જો કે બેંગલુરુમાં રહેતા એક દંપતી કદાચ આ લોકો પૈકી નથી. તેઓએ એક એવું ઘર બનાવ્યું છે જે પ્રકૃતિને અનુકૂળ છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમના આ પ્રાકૃતિક ઘરમાં બલ્બ કે પંખા નથી.

image source

અસલમાં આ રોચક કિસ્સો રંજન મલિક અને રેવા મલિકની છે. આ યુગલે રહેવા માટે એક એવું ઘર તૈયાર કર્યું છે જે સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી એટલે કે પ્રકૃતિને અનુકૂળ છે. આ ઘરમાં રોજ સવારે તડકો અને હવામાનની સ્થિતિને આધારે એ નક્કી કરવામાં આવે છે કે તેના સોલર કૂકરમાં જે તે દિવસે શું બનશે. જો તડકો વધારે હોય તો રેવા મલિક બાજરા દ્વારા બનતી કોઈ ડીશ બનાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ઘરમાં પર્યાપ્ત ક્રોસ વેન્ટિલેશનની સુવિધા છે જેનાથી તાપમાન હંમેશા સામાન્ય રહે છે.

image source

અંદાજે 770 વર્ગફૂટ વિસ્તારમાં આ ઘરને માટી દ્વારા બનાવવામાં આવ્યું છે. ઘરના પાયા માટે પણ મડ કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જરૂરત મુજબ સ્ટીલનો ઉપયોગ પણ કરાયો છે. આ ઘરમાં એક રસોડું, લિવિંગ રૂમ અને એક પરછત્તી છે. છત ટેરાકોટા ટાઇલ દ્વારા બનેલી છે જે શિયાળાની ઋતુમાં ગરમ રહે છે અને ઉનાળાની ઋતુમાં ઠંડી રહે છે. નોંધનીય છે કે છત પર ટાઇલને 30 ડિગ્રીના સ્લોપ પર લગાવવામાં આવી છે જેથી ગરમીનું સંતુલન જળવાય રહે છે.

image source

રેવા મલિકના કહેવા મુજબ તેના જીવનનો મોટાભાગનો સમય શહેરી વિસ્તારમાં વીત્યો છે પરંતુ તે પહેલાથી જ પ્રકૃતિની નજીક રહેવા ઇચ્છતી હતી. આ દરમિયાન 2018 માં તેણે પોતાની જમીન પર આ ઇકો ફ્રેન્ડલી ઘર બનાવડાવ્યું. ઉલ્લેખનીય છે કે વોટર હાર્વેસ્ટિંગ દ્વારા રેવા મલિક અન્ડરગ્રાઉન્ડ ટેન્કમાં 10,000 લીટર પાણી જમા કરી લે છે. જ્યારે બીજા ટેન્કમાં રિસાયકલ્ડ પાણી એકઠું થાય છે અને તેનો ઉપયોગ 40 થી વધુ શાકભાજી અને ફળોની વનસ્પતિને પીવડાવવામાં થાય છે.

image source

આ પ્રાકૃતિક ઘરમાં પ્રકાશ અને હવા માટે ખુલ્લી જગ્યા અને મોટી બારીઓ રાખવામાં આવી છે. સૌથી નવાઇની વાત એ છે કે ઘરમાં કોઈપણ બલ્બ કે પંખો નથી રાખવામાં આવ્યો. અને તેની દિનચર્યા પણ પ્રકૃતિ મુજબ છે એટલે કે આ ઘરમાં સૂરજ ઉગે ત્યારે જ તેમાં પ્રવેશ કરવામાં આવે છે અને સુર્યાસ્ત બાદ બંધ કરી દેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ