જ્યૂસ બનાવતી સમયે ન કરશો આ ભૂલો

અવાર નવાર આપણા ઘરોમાં આપણે જ્યૂસ બનાવીએ છીએ. આ જ્યૂસ આપણે પૌશ્ટિક માનીને પીતા હોઈએ છીએ અને નાના બાળકો તેને ટેસ્ટ માટે પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યૂસ બનાવવા માટેના પણ કેટલાક નિયમો છે જેનું પાલન કરી લેવામાં આવે તો તમને તેનો ખૂબ જ વધારે ફાયદો મળે છે. તો જાણો કે જ્યૂસ બનાવતી સમયે તમારે શું ન કરવું.

હેલ્ધી લાઈફસ્ટાઈલનો છે ભાગ

image source

જ્યૂસ હેલ્ધી લાઈફ સ્ટાઈલનો ભાગ છે. જો તમે લાઈફ સ્ટાઈલને હેલ્ધી રાખવા ઈચ્છો છો તો તમે તમારા ડાયટમાં તાજા ફળોનો જ્યૂસ સામેલ કરી શકો છો. તે શરીરમાં એક ઔષધિનું કામ કરે છે.

જ્યૂસરને જરૂર કરો સાફ

image source

જ્યૂસ બનાવી લીધા બાદ તમે એક ખાસ કામ કરો કે જ્યૂસરને સારી રીતે સાફ કરી લો. જ્યૂસરમાં અનેક બેક્ટેરિયા જમા થાય છે, જેનાથી તમારા શરીરને બીમારી પકડી શકે છે, શક્ય છે તમે હેલ્ધી રહેવાના બદલે બીમાર પડો.

તાજા ફળોનો જ્યૂસ

image source

જ્યૂસ જો તમારા ડાયટનો ભાગ છે તો તમારે ધ્યાન રાખવું કે તાજા ફળોનો જ્યૂસ પીવો. જો તમે પેકેટવાળા જ્યૂસનો ઉપયોગ કરો છો તો તેમાં ફક્ત ટેસ્ટ હોય છે. તેના પોષક તત્વો ખતમ થઈ જાય છે.

એસિડીટીમાં રાખો ધ્યાન

image source

અનેક લોકોનો જ્યૂસ પીધા બાદ એસિડીટી અનુભવાયા છે. તો તમે ફરી વખત જ્યૂસમાં થોડું પાણી મિક્સ કરી શકો છો.

ડાયટિશ્યિનનો કરો સંપર્ક

જ્યારે પણ તમે કોઈ જ્યૂસ પીવાનું નક્કી કરો છો તો તમારે ડાયટિશ્યિનનો સંપર્ક કરવો જોઈએ. તેમાં કયા ફળ કે શાકનો ઉપયોગ કરવો તે સલાહ બાદ શરૂ કરો. તો તમારા શરીરને તેનો પૂરતો લાભ મળી રહેશે.

સૌથી જરૂરી છે ફાઈબર

image source

ફળમાં સૌથી જરૂરી ચીજ હોય છે ફાઈબર, માટે ફળનો જ્યૂસ બનાવો ત્યારે તને ગાળો નહીં. નહીં તો તમે ફક્ત ટેસ્ટ અનુભવશો.

બીજ કાઢી લો

image source

જ્યારે તમે સફરજન, ચેરી કે પ્લમનો જ્યૂસ બનાવો છો તો તમે તેના બીજ કાઢીને તેને ક્રશ કરો. આ સિવાય તેના પલ્પનો પણ જ્યૂસ બનાવો.

ઉતાવળ ન કરો

ક્યારેય જ્યૂસ પીવામાં ઉતાવળ ન કરો. ધીમે ધીમે જ્યૂસ પીઓ. તેને મોઢાની લાળની સાથે મિક્સ થવા દો. આમ થવાથી તે પાચનતંત્રને મજબૂત કરે છે.

શાકનો જ્યૂસ

image source

જો તમે શાકનો જ્યૂસ પીઓ છો તો તમારે ધ્યાન રાખવું કે શાક કાચા ન હોય. કાચા શાક પચવામાં વદારે મુશ્કેલ હોય છે. તેનાથી શરીરને વધારે કષ્ટ પડે છે.

શેરડીનો રસ

image source

શેરડીનો રસ તમને પસંદ છે તો તમે ખાસ ધ્યાન રાખો કે તેમાં કોઈ ફંગસ ન હોય. તેનાથી હેપેટાઈસિસ એ, ડાયરિયા અને પેટની બીમારીઓ થઈ શકે છે. આ સિવાય શેરડીનો રસ પીઓ ત્યારે તેમાં લીંબુ મિક્સ કરવાનું ભૂલશો નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત