જો IVF દરમિયાન રાખશો આ બાબતોનુ ખાસ ધ્યાન, તો રિઝલ્ટ મળવાના ચાન્સિસમાં થશે વધારો

આઈવીએફ દરમિયાન શું ખાવું – શું ન ખાવું

image source

જે પતિ-પત્ની સરળતાથી માતાપિતા બની જાય છે તેમના માટે માતા પિતા નહીં બનવાની કે નહીં બની શકવાની તકલીફ ન સમજવી મુશ્કેલ હોય છે પણ એટલું તે લોકો ચોક્કસ જાણતા હોય છે કે પરિવારમાં બાળકનું અવતરણ કેટલું મહત્ત્વનું છે. તે તમારી પેઢીને આગળ વધારે છે તમારા વારસાને આગળ વધારે છે.

પણ જ્યારે મહિલા કે પુરુષમાં કોઈ ખામી હોવાના કારણે તેઓ બાળકને જન્મ નથી આપી શકતાં ત્યારે તેઓ આધુનિક મેડિકલ સાયન્સની મદદ લે છે અને આઈવીએફ દ્વારા ગર્ભ ધારણ કરવામાં આવે છે. અને છેવટે તેમનું માતાપિતા બનવાનું સ્વપ્ન પુર્ણ થાય છે.

image source

આઈવીએફ કોઈ મુશ્કેલ કે ગુંચવાડાયુક્ત પ્રક્રિયા નથી તે ઘણી સરળ છે. પણ આઈવીએફ પ્રક્રિયા દ્વારા ગર્ભ ધારણ કરતી વખતે મહિલાએ પોતાની જાતની ખુબ જ કાળજી લેવી પડે છે જેથી કરીને તે દરેક મુશ્કેલીઓથી બચી શકે.

આઈવીએપ દ્વારા મહિલાની પ્રેગ્નેંસી કન્ફર્મ થઈ ગયા બાદ તે કોઈ પણ સામાન્ય ગર્ભસ્થ મહિલાની જેમ સામાન્ય સાવચેતી રાખીને નવ મહિના પૂરા કરી શકે છે. આઈવીએફ દરમિયાન શું ખાવું કે શું ન ખાવુંની જાણકારી મેળવતા પહેલાં આઈવીએફ શું છે તે વિષે જાણી લઈએ.

આઈવીએફ શું છે?

image source

IVF જેનું ફુલ ફોર્મ થાય છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. તે ગર્ભ ધારણ કરવાની એક કૃત્રિમ રીત છે. આ પ્રક્રિયામાં મહિલાના અંડાશયમાંથી ઇઁડા કાઢીને તેને પુરુષના શુક્રાણુ દ્વારા નિષેચિત કરવામાં આવે છે.

જે ઇંડાની ક્વોલિટી સૌથી સારી હોય તે જ ઇંડા પર નિષેચન કરવામાં આવે છે. જેથી કરીને મહિલાની ગર્ભધારણની પ્રક્રિયાને સફળ બનાવવામાં મદદ મળે.

ત્યાર બાદ જ્યારે તે ઇંડુ નિષેચિત થઈ જાય છે ત્યારે તેને લેબમાં મુકવામાં આવે છે અને જો તેમાંથી ભૃણ બનવાની શક્યતા દેખાય તો તે ઇંડાને મહિલાના ગર્ભાશયમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે આવી રીતે મહિલા કૃત્રિમ રીતે ગર્ભધારણ કરી શકે છે.

image source

હવે જાણીએ આઈવીએફ દરમિયાન શું ખાવું જોઈ તે વિષે

વિવિધ જાતની દાળનું સેવન

– દાળમાં ભરપૂર પ્રમાણમાં ખનીજ તત્ત્વો હોય છે, તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન વિગેરે પોષક તત્ત્વો સમાયેલા હોય છે.

 

image source

– માટે જ દિવસમાં એકવાર તો ગર્ભવતિ મહિલાએ કોઈ પણ દાળ જે પચવામાં સરળ હોય તેનું સેવન તો કરવું જ જોઈએ.

– દાળમાં રહેલા આ ગુણો ગર્ભવતિ મહિલા તેમજ તેના ગર્ભમાં રહેલા બાળક માટે લાભપ્રદ હોય છે.

ડેરી પ્રોડક્ટ્સનું સેવન

image source

– દૂધનું સેવન દીવસમાં બે-ત્રણ વાર કરવું જોઈએ દરેક વખતે તમારે એક ગ્લાસદૂધ પી જવું જોઈએ. આ સિવાય તમે એક વાટકી દહીં પણ ખાઈ શકો છો.

દહીંમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ હોય છે અને પ્રોટીન તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેનાથી પ્રેગ્નન્ટ સ્ત્રી સ્વસ્થ રહે છે અને બાળકનો વિકાસ પણ યોગ્ય રીતે થાય છે.

image source

– સૌ પ્રથમ તો તમારે કેલ્શિયમથી ભરપૂર ડેરી પ્રોડક્ટ્સનું સેવન શરૂ કરી દેવું જોઈએ.

– કેલ્શિયમ સ્ત્રીઓના હાડકાંઓના સ્વાસ્થ્યની સાથે સાથે ભ્રૂણના શારીરિક વિકાસને પણ મદદ કરે છે.

સૂકા મેવાનું સેવન

image source

– સૂકા મેવાનમાં ભરપૂર પોષણ રહેલું હોય છે.

– સૂકા મેવાના સેવનની શરૂઆત ગર્ભવતિ મહિલાએ ગર્ભાવસ્થાના ચોથા મહિનાથી શરૂ કવું જોઈએ.

– તેનાથી ગર્ભવતી મહિલામાં ભરૂપૂર ઉર્જા આવે છે અને સાથે સાથે તેના ગર્ભમાં રહેલા બાળકનો માનસિક તેમજ શારિરીક વિકાસ પણ સારી રીતે થાય છે.

ફળનું સેવન

image source

– ફળોમાં પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે પછી સંતરા હોય પાયનેપલ હોય કે સફરજન હોય બધામાં એક ખાસ માત્રામાં પ્રવાહી હોય છે. તે પ્રેગ્નન્ટ મહિલા તેમજ બાળક માટે ખૂબ જ લાભપ્રદ છે.

– આઈવીએફ દ્વારા ગર્ભ ધારણ કર્યા બાદ મહિલાઓએ એવોકાડો, કેળા, દાડમ તેમજ અન્ય વિવિધ ફળોનું ભરપૂર સેવન કરવું જોઈએ.

image source

– ફળોમાં શરીરને પોષણ આપતા ઘણા બધા પોષક દ્રવ્યો હોય છે આ સિવાય તે શરીરને પૌષ્ટિક રીતે હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે.

લીલા શાકભાજીનું સેવન

– લીલા પાંદડાવાળા શાકભાજીમાં ફોલિક એસિડ, આયરન, ફાઇબર તેમજ બીજા ઘણા બધા પોષકતત્ત્વો રહેલા હોય છે.

image source

– આ પોષક તત્ત્વો તમારા શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે તેમજ બાળકના માનિસક તેમજ શારીરિક વિકાસ માટે પણ મદદરૂપ રહે છે.

– મહિલાઓએ આ દરમિયાન ખાસ કરીને પાલક, બ્રોકોલી તેમજ ભાજીવાળા ખોરાક ખાસ લેવા જોઈએ.

પાણી

image source

– જે મહિલાએ આઈવીએફ દ્વારા ગર્ભ ધારણ કર્યો હોય તેણે ખોરાકની સાથે સાથે પાણી પણ પીવું જોઈએ. તેણે પોતાના શરીરમાં પાણીની ખોટ ક્યારેય ન ઉભી થવા દેવી જોઈએ.

– ગર્ભવતિ મહિલાએ દિવસમાં 8-10 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. આ સિવાય તેણે અન્ય પ્રવાહી જેમ કે દૂધ, છાશ, વિવિધ ફળોના જ્યૂસ, નાળિયેર પાણી વિગેરેથી પણ પોતાની જાતને હાઇડ્રેટ રાખવી જોઈએ.

image source

– શરીરમાં જો ગર્ભાવસ્થા દરમિયાન પાણીની ખોટ ઉભી થાય તો તેનાથી ઘણી બધી જટીલતાઓ ઉભી થઈ શકે છે અને ગર્ભમાં રહેલા બાળકને પણ નુકસાન થાય છે.

ઇંડાનુ સેવન

image source

– ઇંડા પોષણથી ભરપૂર હોય છે તેનું સેવન ગર્ભાવસ્થાના બીજા ક્વાર્ટરથી એટલે કે ચોથા મહિનાથી કરવી જોઈએ.

– જો તમે ઘરમાં ઇંડા ખાતા હોવ તો તમારે ગર્ભાવસ્થા દરમિયાન તેને નિયમિત ખાવા જોઈએ.

– ઇન્ડામાં ફેટ, પ્રોટીન, કેલ્શિયમ વિગેરે પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.

image source

– ઇન્ડા ગર્ભવતિ મહિલા તેમજ તેના ગર્ભમા રહેલા બાળકના વિકાસ માટે ખુબ જ લાભપ્રદ છે.

હવે એ વાત કરીએ કે આઈવીએફ બાદ મહિલાએ શું ન ખાવું જોઈએ

– આઈવીએફ દ્વાર ગર્ભ ધારણ કર્યા બાદ મહિલાએ કાચો ખોરાક ન ખાવો જોઈએ. જેમા કાચા શાકભાજી, કાચા ઇંડા તેમજ કાચા માંસનો સમાવેશ થાય છે.

image source

– જો તમને બહારનો મસાલેદાર ખોરાક ખૂબ ભાવતો હોય તો હાલ પૂરતો તેને ટાળવો જોઈએ, આ ઉપરાંત તમારે વાસી ખોરાક, વધારે પડતો તેલવાળો ખોરાક, ઠંડો ખોરાક, તેમજ ઢાંક્યા વગરના ખોરાકનુ સેવન બિલકુલ ન કરવુ જોઈએ.

– આ સિવાય તમારે વધારે પ્રમાણમાં કેફિનયુક્ત ખોરાક ન લેવો જોઈએ જેમ કે વધારે પડતી ચા કે કોફી ન લેવા તેને મર્યાદીત કરી દેવા.

image source

– આ સિવાય જો તમે મદ્યપાન કે પછી સિગારેટનું સેવન કરતા હોવ તો તે પણ તમારે બંધ કરી દેવું જોઈએ.

– જો નોનવેજ ખાતા હોવ અને સી ફૂડ બહું ભાવતુ હોય તો તેમાં આવતી મરક્યુરી યુક્ત ફીશ ન ખાવી જોઈએ.

image source

– વધારે પડતું ગળ્યું કે વધારે પડતું ખારું ન ખાવું જોઈએ.

બસ તો આ સૂચનોનું પાલન કરો અને માતાપિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ