આ રીતે કરો ટોમેટો કેચઅપનો ઉપયોગ, અને ચમકાવી દો તમારું ઘર

આપણા જંક ફૂડનો સ્વાદ વધારે છે ટોમેટો કેચપ. ટોમેટો કેચપનો સ્વાદ તો લાજવાબ છે જ પરંતુ શું તમે જાણો છો કે આ સફાઈ માસ્ટર પણ છે.

image source

જો નથી જાણતા તો આજે જાણી લો કેવી રીતે કરશો ટોમેટો કેચપની મદદથી તમારા ઘરની સાફ સફાઈ

કોપર

કોપરના વાસણમાં રાંધેલો ખોરાક સ્વાસ્થ્ય માટે તો સારો જ છે પણ એની સાથે જ એની સફાઈ કરવું એટલુ જ મુશ્કેલ હોય છે. રસોઈ બનાવતી વખતે દાઝી ગયેલા વાસણમાં 20 મિનિટ કેચપ નાખીને મૂકી રાખો અને પછી ગરમ પાણીથી સૂકા કાપડની મદદથી એને સાફ કરી દો.

image source

જિદ્દી ડાઘ પડી ગયા હોય એને સાફ કરવા માટે આની સાથે મીઠું મિક્સ કરો. તમારા વાસણ સારી રીતે સાફ થઈ જશે ટોમેટો કેચપની મદદથી તાંબાના વાસણો પણ સાફ કરી શકાય છે.

સિલ્વર

image source

હવાના સંપર્કમાં આવતાની સાથે જ સિલ્વર જલ્દીથી ખરાબ થઈ જાય છે અને સાથે જ કોઈ હાર્ડ વિનેગર નાખીને સાફ કરીએ તો સિલ્વર પ્રોડક્ટની ચમક જતી રહે છે માટે જ એને ટોમેટો કેચપથી સાફ કરો અને 5 મિનિટ પછી હળવા હાથેથી કોઈ નરમ કાપડની મદદથી એને સાફ કરી દો.

આના આસપાસની સફાઈ માટે આને ગરમ પાણીના વાસણમાં ડૂબાડી રાખો અને પછી ટુથબ્રશની મદદથી ધીરે ધીરે સાફ કરો.

બ્રાસ

image source

બ્રાસનો ઉપયોગ ફર્નિચરની સાથે કરવામાં આવે છે. જેમ કે દરવાજાના હેન્ડલ, રસોઈ માટેના વાસણના હેન્ડલ, ઘર સજાવટ માટે રાખેલા દિપક અને મૂર્તિઓમાં પણ બ્રાસનો ઉપયોગ થાય છે.

સમયની સાથે બ્રાસ ગંદુ થઈ જાય છે અને આની ઉપર માટીનું પડ જામી જાય છે. આ બધી વસ્તુઓને સાફ કરવા માટે તમે ટોમેટો કેચપનો પ્રયોગ કરો જો નાની વસ્તુઓ હોય તો બાઉલમાં નાખીને સાફ કરો અને પછી કાપડની મદદથી એને લૂછી નાંખો

દાઝી ગયેલું વાસણ

image source

દાઝી ગયેલા વાસણને સાફ કરવા માટે ટોમેટો કેચપને વાસણમાં કાઢીને એને ઉકાળો અને પછી એને ધોઈ લો. અને જો તમારે તરત જ વાસણની જરૂરત ના હોય તો એને ટોમેટો કેચપ નાખીને મૂકી રાખો અને સવારે એને ધોઈ દો એ સરળતાથી નીકળી જશે.

કાટથી છૂટકારો

image source

જો તમારા મનપસંદ ફર્નિચરમાં કાટ લાગી ગયો છે અને એ ખરાબ દેખાય છે તો ગભરાશો નહીં. ટોમેટો કેચપની મદદથી તમે સારી રીતે આની સફાઈ કરી શકો છો. કાટ લાગેલી જગ્યા ઉપર ટોમેટો કેચપ લગાવીને થોડો સમય સુધી મૂકી રાખો થોડી વાર પછી એ ભાગ પરનો ડાઘ નીકળી જશે.

જો ડાઘ જિદ્દી હોય તો તમે આમાં સોડા અથવા સ્પ્રે નાખીને સાફ કરી શકો છો.

ચમકાવો કાર

image source

ગાડીને સાફ કરતી વખતે એને પહેલા સાબુથી ધોઈ લો અને પછી ટોમેટો કેચપની મદદથી કપડાથી ધીરે ધીરે પોલિશ કરો અને પછી ગાડીને સાદા પાણીથી ધોઈ લો.

બગીચાના ટૂલ્સને કરો રિન્યૂ

image source

બગીચામાં વપરાશમાં આવતા ટૂલ્સ પાણી અને માટીના સંપર્કમાં આવવાથી જલ્દીથી ખરાબ થઈ જાય છે આને સાફ કરવા માટે આમાં ટોમેટો કેચપ નાખીને આને આખી રાત મૂકી રાખો. સવારે આને પાણીની મદદથી સારી રીતે ધોઈ લો ટૂલ્સ રિન્યૂ થઈ જશે.

બળેલા વાસણ

image source

ઘણી વખત રસોડામાં કામ કરતી વખતે ઘણા વાસણ બળી જાય છે તેવામાં તેને સાફ કરવા માટે રાત્રે ટોમેટો કેચઅપ લગાવીને સવાર સુધી મૂકી રાખો. ત્યાર પછી સવારે તેને ધોઈ લો. આમ કરવાથી તમારા વાસણ પહેલાની જેમ ચમકવા લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ