આ ઘરગથ્થુ ઉપાયોથી ચપટીમાં દૂર કરી દો ચહેરા પરના ખીલ

ખીલ શું છે? શા માટે થાય છે? ઘરગથ્થુ ઉપચારથી મટે કે નહીં ? આવા દરેક પ્રશ્નનો જવાબ છે અહીં

image source

વર્તમાન સમયમાં સ્ત્રીઓ અને પુરુષો પણ પોતાના દેખાવ પ્રત્યે સજાગ થયા છે. પોતાના દેખાવનું આકર્ષણ વધારવા અને તેને જાળવી રાખવા માટે ખાસ પ્રોડક્ટનો ઉપયોગ પણ તેઓ કરે છે.

બજારમાં વિવિધ પ્રોડક્ટ મળે પણ છે અને તેની માંગ ખૂબ વધારે રહે છે. આ વાત જ દર્શાવે છે કે લોકો પોતાની સુંદરતાને વધારવા કેટલા તલપાપડ હોય છે.

જો કે આ સુંદરતા પર ગ્રહણ સમાન કોઈ વસ્તુ હોય તો તે ખીલ છે. સુંદર ચાંદ જેવા ચહેરા પર જ્યારે ખીલ દેખાય તો ? તેનાથી ચહેરાની સુંદરતા ઘટી જાય છે.

image source

ખીલની સમસ્યા પણ જેટલી યુવતીઓને નડે છે તેટલી જ પુરુષોને નડે છે. ખીલ થઈ જાય છે તુરંત પણ તેનાથી છૂટકારો ઝડપથી મળતો નથી.

જો કે આમ થવાનું કારણ છે કે ખીલ વિશે લોકોને યોગ્ય જાણકારી નથી હોતી. આજે ખીલ સાથે જોડાયેલા તમારા દરેક પ્રશ્ન અને સમસ્યાનું સમાધાન અહીં તમને મળી જશે.

શા માટે થાય છે ખીલ?

image source

જ્યારે આપણા શરીરમાં રહેલી તેલ ગ્રંથિ કોઈ બેક્ટેરિયા સાથે જોડાઈ જાય છે તો આવી સ્થિતિમાં ખીલ થાય છે. ખીલ શરીરના કોઈપણ ભાગ પર થઈ શકે છે, ખીલ પગના તળીયા અને હથેળીમાં થતા નથી.

આ સિવાય તે ક્યાંય પણ થઈ શકે છે. આપણી ત્વચા પરના રોમ છિદ્ર અંદરથી તેલ ગ્રંથિઓ સાથે જોડાયેલા હોય છે. જે એક સીબમનું નિર્માણ કરે છે, આ સીબમના કારણે ત્વચા સુંદર દેખાય છે.

image source

સીબમ તેલ ગ્રંથિઓમાં તેલનું સંતુલન જાળવી રાખવાનું કામ પણ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિમાં હોર્મોન્સમાં ફેરફાર થાય છે ત્યારે તેલની આ ગ્રંથિઓનું સંતુલન ખરાબ થાય છે અને તેના કારણે ત્વચા પર ખીલ થાય છે.

ખીલના લક્ષણ

ખીલ થવા કોઈ મોટી સમસ્યા નથી. તેના કારણે વ્યક્તિને કોઈ તકલીફ પણ થતી નથી. ખીલ થતા પહેલા કોઈ લક્ષણ જોવા મળતા નથી. પરંતુ કેટલીક સ્થિતિ બાદ ખીલ થઈ શકે છે. આ સ્થિતિ કઈ છે તે જાણી લો.

image source

– ચહેરા પર લાલ દાણા જેવી ફોલ્લી દેખાવી.

– ત્વચાની ગાંઠ જેવો ભાગ દેખાવો.

– ઉપસેલી ત્વચા નીચે સફેદ પદાર્થ જમા થવો

image source

– ત્વચા પર લાલ ડાઘ કે વાળના મૂળમાં સોજો આવવો.

ખીલ થવાના કારણ

કોઈપણ વ્યક્તિ ઈચ્છે નહીં કે તેને ખીલ થાય. તેનાથી સુંદરતા ઘટી જાય છે. ખીલ થવાના કેટલાક કારણો છે.

આ કારણોના પ્રભાવથી ખીલ થાય છે. તો જાણીએ કે ખીલ કયા કારણોથી થાય છે.

image source

– ખીલ થવાનું સૌથી પહેલું કારણ છે હોર્મોન્સમાં ફેરફાર

– વધારે પડતા મેકઅપનો ઉપયોગ

– જંક ફૂડ, ઓઈલિ કે વધારે ખાંડયુક્ત ખોરાક ખાવાથી પણ ખીલ થાય છે.

image source

– બદલતા વાતાવરણની અસરના કારણે પણ ખીલ થાય છે.

– ત્વચા ઓઈલિ હોય તો પણ ખીલ થઈ શકે છે.

– માનસિક તાણ કે ચિંતા પણ ખીલનું કારણ બની શકે છે.

ખીલના પ્રકાર

image source

ખીલ છે તે ત્વચા પર અલગ અલગ રીતે દેખાય છે. આ વાતથી મોટાભાગના લોકો અજાણ છે. તો આજે જાણો ખીલ કયા કયા પ્રકારે ત્વચા પર દેખાય છે.

વ્હાઇટહેડ્સ

image source

આ પ્રકારના ખીલને બંધ કોમેડો તરીકે જોવામાં આવે છે, તેને ક્લોઝ્ડ કમડોન્સ તરીકે પણ ઓળખાય છે.

તે વ્યક્તિની ત્વચાની નીચેના ભાગ પર રહે છે અને તેનો ઉપરનો ભાગ સફેદ રંગ જેવો દેખાય છે.

બ્લેકહેડ્સ

image source

આ ખીલ ખુલ્લા કોમેડોના રૂપમાં છે, તે મેલેલીન ઓક્સીકરણના કારણે વ્યક્તિની ત્વચા પર કાળા અને ભૂરા રંગના ડાઘ દેખાય છે. આ પ્રકારના ખીલનું મોં ખુલ્લું હોય છે અને તેમાં કોઈપણ પ્રકારની સોજો હોતો નથી.

પેપુલ્સ

image source

આ પ્રકારના ખીલ નાના, ઠોસ અને આછા લાલ હોય છે. જેમાં ખંજવાળ અનુભવાય છે.

નોડ્યુલ્સ

image source

તે ત્વચાની અંદરથી બહારથી આવે છે. તે મોટા કદના અને હળવા લાલ રંગના હોય છે. જેમને સ્પર્શ કરવાથી દુખાવો થાય છે.

દાણા

image source

તમે તેને સરળતાથી વ્યક્તિની ત્વચા પર જોઈ શકો છો. તે પરું ભરેલું હોય છે. જેની નીચેનો ભાગ લાલ હોય છે.

પુટી

image source

તેમાં મોટા આકારનો ફોલ્લો થાય છે. તેમાં પરુ ભરેલો હોય છે અને તે મટી જાય પછી ત્વચા પર ડાઘ રહી જાય છે.

ખીલ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય

– રોજ ઓછામાં ઓછું 10થી 15 ગ્લાસ પાણી પીવું. તેનાથી શરીરની અશુદ્ધિ દૂર થાય છે.

image source

– વારંવાર હાથથી ચહેરાને સ્પર્શ ન કરવો. તેનાથી ચહેરા પર બેક્ટેરિયા લાગશે નહીં.

– ચહેરાને દિવસમાં 2થી 3 વખત સાફ કરો.

– નમકનું સેવન ઘટાડો.

image source

– ખીલ દેખાય તો તેને ફોડવો નહીં. આમ કરવાથી ખીલ વધારે પ્રમાણમાં થાય છે.

– મેકઅપનો ઉપયોગ કરતાં હોય તો તેને બરાબર સાફ કરવાની આદત રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ