દિવાળી સુધીમાં જો આ કામ ના કર્યું તો લક્ષ્મીજી નહીં આવે તમારે ઘરે!

દરેક વ્યક્તિ પોતાના ઘરમાં એવી જ વસ્તુઓ રાખતી હોય છે, જે તેને કામની હોય કે ભવિષ્યમાં કામમાં લાગવાની હોય પરંતુ ઘરમાં ઘણી વસ્તુઓ એવી પણ હોય છે, જેનો કોઇ ઉપયોગ પણ ન થતો હોય. ઉપરાંત ઘરમાં શુ મુકવુ અને શુ ન મુકવુ જોઈએ એ જાણવુ જરૂરી છે. અનેકવાર એક નાનકડી કોઈ એવી વસ્તુ જે વાસ્તુશાસ્ત્ર મુજબ યોગ્ય નથી તે વસ્તુ તે જગ્યાએ મુકવાથી પણ માણસનુ નસીબ રિસાય જાય છે અને તેને અનેક પ્રકારની મુસીબતનો સામનો કરવો પડે છે.

image source

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો અમુક વસ્તઓ દિવાળી પહેલા ઘર કે ઓફિસમાંથી હટાવી દેવામાં આવે તો મનુષ્યનુ દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાય શકે છે. તે સાથે દેવી લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે.

દિવાળી પહેલા ઘરમાંથી આ વસ્તુઓ બહાર કાઢો

image source

બંધ ઘડિયાળ

image source

જો તમારા ઘરમાં તૂટેલી કે બંધ ઘડિયાળ હોય તો તેને પહેલા જ ચાલુ કરાવો, અને જો ન થાય એમ હોય તો તેને ઘરમાં ન રાખો. બંધ ઘડિયાળ ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે, સાથે તમારો સમય પણ સ્થગિત કરે છે.

જૂના કે ન પહેરાતા કપડાં

image source

ઘણાં લોકો જૂના ફાટેલા અને નકામાં કપડા કે ચાદરની એક પોટલામાં બનાવીને ઘરના કોઈ ખુણામાં રાખી મુકે છે આ કપડાને તરત જ કોઈ અન્ય કામમાં વાપરી લેવા જોઈએ અથવા તો દાન કરી દો. કારણ કે આ નકામા કપડાં ઘરમાં નકારાત્મક લાવે છે.

નકારાત્મક વસ્તુઓ

image source

નકારાત્મક વસ્તુઓને ઘરમાં ન રાખો. તો પહેલા પ્રશ્ન એ થાય કે નકારાત્મક એટલે કેવી વસ્તુ તો કહેવાય છે કે તાજમહેલ, કાંટાવાળા છોડ, જંગલી જાનવર, ડૂબતી નાવડી વગેરે જેવી વસ્તુ જેનાથી કોઇનો જીવ જોખમાઇ શકે તેવી વસ્તુઓ ઘરમાં ન રાખો. સુશોભન માટે પણ તે યોગ્ય નથી. તેનાથી મન પર ખરાબ અસર પડે છે. સતત આ પ્રકારની વસ્તુઓ પર નજર પડતી રહેવાથી ખરાબ ઘટનાઓના જ વિચાર આવે છે.

ખંડિત મૂર્તિ

image source

જો તમારા ઘરમાં દેવી દેવતાની ખંડિત મૂર્તિ કે ફાટેલી ફોટો વગેરે પણ હોય તો તેને દિવાળી પહેલા કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો. ખંડિત મૂર્તિઓ ઘરમાં મુકવાથી આર્થિક સ્થિતિ નબળી બને છે.

ભંગાર

image source

ઘણા લોકોને ટેવ હોય છે, ભંગારની વસ્તુઓને પણ ક્યારેક કામમાં આવશે એમ કહીને ઘરની છત પર એકત્ર કરે છે. ઘરની અગાશી પર કે માળીયા પર નકામી વસ્તુઓ એકત્ર કરવાથી ઘરના પરિવારના સભ્યના સ્વાસ્થ્ય ખરાબ અસર પડે છે.

સોફા ખુરશી અને ટેબલ

image source

જો તમારા ઘરમાં કોઈપણ ટેબલ કે ખુરશી તૂટેલી હોય તો તે તમારે માટે ચિંતાને નોતરી શકે છે. આવી વસ્તુઓને તમારા ઘરમાંથી તરત જ બહાર કરો. આવી વસ્તુઓ દિવાળી પર પણ તમારા ઘરમાં રહેશે તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ નહી કરે

કોઇપણ પ્રકારનો નંગ કે તાવીજ

image source

ઘણા લોકો પોતાના ઘરમાં નંગ કે તાવીજ વગેરે રાખે છે. કંઈ વસ્તુનો શું લાભ થાય છે તેની માહિતી ન હોય તો આ પ્રકારની કોઈપણ વસ્તુ જો તમારા ઘરમાં હોય તો તેને દિવાળી પહેલા ઘરની બહાર કાઢો.

બીનજરૂરી વસ્તુઓ

image source

કોઈપણ પ્રકારની તૂટેલી કે વસ્તુઓ કે બીનજરૂરી વસ્તુઓ ઘરમાં ન રાખો. આ પ્રકારની વસ્તુઓ ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે અને દિવાળી પર ઘરમાં દેવી લક્ષ્મીના આગમનમાં અવરોધ બને છે.

પર્સ કે તિજોરી

image source

જો તમારું પર્સ ફાટી ગયુ હોય તો તેને ન કાઢી નાંખો, તથા તિજોરી પણ તૂટેલી ન રાખો. તિજોરી કે પર્સમાં ધાર્મિક વસ્તુઓ મુકવી જોઈએ જેનાથી સકારાત્મકા બની રહે. પર્સમાં દેવી લક્ષ્મીની તસ્વીર અને તિજોરીમાં પૂજાની સોપારી, કુબેર યંત્ર, શ્રી યંત્ર વગેરે રાખવું શુભ કહેવાય છે.

કરોળિયાના જાળા

image source

દિવાળી પહેલા સાફ સફાઇ તો દરેક વ્યક્તિ કરે જ છે. તેમાં ખાસ કરીને ઘરના તમામ ખૂણામાંથી કરોળિયાના જાળા, ધૂળને દૂર કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ