30 વાર ખસી ગયુ હાડકુ, થતો હતો જોરદાર દુખાવો, જાણો શું થયુ પછી તે..

30 વાર ખભાનું હાડકું વારંવાર ખસી જતાં છેવટે 3D સર્જરી દ્વારા 24 વર્ષના યુવકનો અસહ્ય દુઃખાવાથી છુટકારો

image source

જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયુ તેમ તેમ લોકોની સરળતા વધતી ગઈ પણ સામે માનવજાતીની તકલીફો વધારવા માટે કંઈને કંઈ નવા રોગો તેમજ શારીરિક તકલીફો પણ અવારનવાર ઉત્પન્ન થતા રહેતાં હોય છે.

એક વખતે મેલેરિયા તેમજ ન્યુમોનિયા જીવલેણ રોગ હતા કે જેમને તે રોગ થયો તે વ્યક્તિ જીવતો બચી જ ન શકે પણ તબીબી વિજ્ઞાને પ્રગતિ કરતાં આ રોગોનો હવે સાવ જ સરળતાથી ઉપચાર થવા લાગ્યો છે.

image source

પણ તબીબી વિજ્ઞાન સામે દર નવા દિવસે નવો જ પડકાર આવીને ઉભો રહી જાય છે. બરોડાનો અર્જુન માળી એક 24 વર્ષનો યુવાન છે, તેને છેલ્લા ઘણા લાંબા સમયથી હાડકુ ખસી જવાની સમસ્યા રહ્યા કરતી હતી. તેની આ તકલીફ તેને અસહ્ય પીડા આપતી હતી અને તેના કારણે તેણે પોતાની નોકરી પણ ગુમાવવી પડી.

image source

અર્જુનની આ સમસ્યા તેની કીશોરાવસ્થાથી છે. સાત વર્ષથી અત્યાર સુધીમાં લગભગ 30 વાર તેનું હાડકું ખસી ગયું છે. પણ છેવટે તેને આ પીડાદાયક તકલીફમાંથી મુક્તિ મળી જ ગઈ. ગોત્રી ખાતે આવેલી GMERS હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી જેના માટે ડોક્ટરે આધુનિક ટેક્નોલોજીનો સહારો લેવો પડ્યો હતો.

image source

આ ઓપરેશન બાબતે ડોક્ટરો જણાવે છે કે અર્જુનની આ ચોક્કસ ખામીને ઓળખવા માટે તેમને ખભાનું એક થ્રીડી મોડેલ તૈયાર કરવું પડ્યું હતું. ગુજરાતની કોઈ સરકારી હોસ્પિટલ માટે 3D ટેક્નોલોજી દ્વારા ઓપરેશન કરવાનો આ પ્રથમ પ્રસંગ હતો. ઓપરેશન દ્વારા અર્જુનની વારંવાર ખભાનું હાડકુ ખસી જવાને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કેટલાક દર્દીઓ માટે આ સમસ્યા ટુંકાગાળાની હોય છે તો કેટલાકમાં આ સમસ્યા લાંબાગાળાની હોય છે. અર્જુન માટે પણ તેવું જ હતું. આ ઓપરેશન GMERS હોસ્પિટલના સીનિયર ડોક્ટર ડો. તેજસ ચોવટિયાએ કર્યું હતું.

image source

ડોક્ટરોએ આ ઓપરેશન માટે પહેલાં તો ખભાના હાડકાનું 3D મોડેલ બનાવ્યું જે દ્વારા ડોક્ટર્સને હાડકું ખસી જવાના ડાયનેમિક્સ તેમજ તેની ખામી ક્યાં છે તે જાણવા મળ્યું. અને ડોક્ટરને તે નિર્ણય લેવામાં પણ મદદ મળી કે તેમણે સોફ્ટ ટિશ્યૂ રિપેર કે હાડકાના ગ્રાફ ટ્રાન્સર બન્નેમાંથી શું કરવું.

image source

તૈયાર કરવામાં આવેલા થ્રીડી મોડેલથી ડોક્ટરોને જાણવા મળ્યું કે અર્જુનના સોકિટમાં 20 ટકા હાડકામાં ખામી હતી તો ખભાના 10 ટકા હાડકા ખામીગ્રસ્ત હતા.

image source

જો અર્જુને આ સર્જરી કોઈ ખાનગી હોસ્પિટલમાં કરાવી હોત તો તેને તેની પાછળ 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચો કરવો પડત પણ સરકારી હોસ્પિટલમાં આ સર્જરી માટે અર્જુનને માત્ર 10 હજાર રૂપિયા જ ચૂકવવા પડ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ