પેટની ચરબીને સડસડાટ ઘટાડી દેશે આ ટિપ્સ, વાર કર્યા વગર ફોલો કરો તમે પણ આજથી આ ટિપ્સ

પેટની જડ ચરબી અને ચહેરાની ડબલડાઢી ઝડપથી ઘટાડવા માટે ફોલો કરો આ ટીપ્સ

image source

વજન વધતા તો વધી જાય છે પણ તેને ઘટાડતા તો દમ નીકળી જાય છે. વજન ઉતારવા માટે તમે વારંવાર પ્રયાસ કર્યો હશે પણ વજનમાં કોઈ ઘટાડો ન થતાં હમેશા પ્રયાસને પડતો મુક્યો હશે. સામાન્ય રીતે આવું જ થતું હોય છે. ખાસ કરીને તમારી કમર આસપાસની જે ચરબી હોય છે તે તો જાણે ઘટવાનું નામ જ નથી લેતી.

તે તમારા સ્વાસ્થ્યને તો ચોક્કસ નુકસાન પહોંચાડે જ છે પણ સાથ સાથે તમારા દેખાવને પણ બેડોળ બનાવે છે. પેટની ચરબી વધવાથી તમને ડાયાબીટીસ તેમજ હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. જો તમને એવું લાગતુ હોય કે તમે ઘણા પ્રયાસ કર્યા છતાં ચરબીમાં ઘટાડો નથી થતો તો તમારે તમારી જીવશૈલીમાં થોડો ફેરફાર કરવો જોઈએ તેનાથી તમને ઘણી મદદ મળી શકે છે.

image source

જો તમે વેઈટ લોસ માટે ટીપ્સ શોધી રહ્યા હોવ અને ઝડપથી ચરબી ઘટાડવા માગતા હોવ તો આજનો આ લેખ તમારા માટે જ છે. આ કોઈ નૂસખો કે ઉપાય નથી પણ ઘણી બધી વૈજ્ઞાનિક શોધો બાદ તૈયાર કરવામાં આવેલી ટીપ્સ છે.

ટ્રાંસ ફેટને આપો જાકારો

image source

ટ્રાંસ ફેટ બાબતે પણ વિશ્વભરમાં વિવિધ પ્રકારના અભ્યાસો તેમજ સંશોધનો કરવામાં આવ્યા છે. ટ્રાન્સ ફેટથી વજનમાં ચોક્કસ વધારો થાય છે. ટ્રાંસ ફેટથી તમારા વજનમાં 33 ટકાનો વધારો થાય છે અને તમારા કમરના ઘેરાવાના વધવા પાછળ પણ આ ટ્રાંસ ફેટનું સેવન જવાબદાર હોઈ શકે છે. માટે જો તમે તમારું વજન ઘટાડવા માગતા હોવ તો ટ્રાંસ ફેટથી દૂર રહો.

ટ્રાન્સ ફેટ સોયાબીન તેલ, કેક, ફ્રોઝન ફાસ્ટ ફૂડ, પિઝા, બર્ગર વિગેરેમાં હોય છે આ ઉપરાંત બીજી કેટલીક બેકરી આઈટમ્સમાં પણ હોય છે તેમજ ક્રીમવાળી કોફી વિગેરેમાં પણ ટ્રાન્સફેટ હોય છે. માટે આ પ્રકારના ખોરાકને ડાયેટમાંથી દૂર કરો.

માનસિક તાણથી મુક્ત રહેવાનો પ્રયાસ કરો

image source

જો તમે માનસિક તાણમાં સતત રહેતા હશો તો તેની અસર સીધી જ તમારા વજન પર થાય છે. માનસિક તાણ વધવાથી તમારું ડાયેટ વધે છે અને તમને સતત ભૂખ લાગ્યા કરે છે તમને ગમે તે ખાવાનું મન થાય છે અથવા તો સાવ જ ખાવાનું મન નથી થતું અને છેવટે તમે પોષણયુક્ત ખોરાકથી દૂર થઈ જાઓ છો. આમ તમે સ્ટ્રેસ ઇટિંગ ડીસઓર્ડરનો ભોગ બનો છો. સ્ટ્રેસ મુક્ત રહેવા માટે ગ્રીન ટી પીવો તેમજ નિયમિત વ્યયામ તેમજ યોગ કરો.

ખોરાકમાં સ્વસ્થ ફાયબરનો સમાવેશ કરો

image source

એક અભ્યાસ પ્રમાણે 10 ગ્રામ સોલ્યુબલ ફાયબર કે જે શરીરમાં સરળતાથી ભળી જાય તેવા રેશાને તમારા નિયમિત ખોરાકમાં સમાવવાથી પેટનો વધારો 3.7 ટકા ઘટી જાય છે. તો તમારે તમારા ડાયેટમાં થોડું પરિવર્તન લાવવું જેઈએ અને સોલ્યુબલ ફાયબર ધરાવતે ખોરાક ખાવો જોઈએ, જેમાં તમે અળસીના બીજ, એવોકાડો, બ્લેક બેરી , બ્રસ સ્પ્રાઉટ્સ વિગેરેનો સમાવેશ કરી શકો છો.

રાંધવા માટે વપરાતા તેલને મહત્ત્વ આપો

image source

એક અભ્યાસ પ્રમાણે જે લોકો નાળિયેર તેલને પોતાના ડાયેટમાં સમાવે છે તેમની કમરની સાઇઝ ઓછી હોય છે. અને તેમને કોઈ ચોક્કસ ડાયેટ કે પછી વ્યાયામની જરૂર નથી પડતી. તમે તમારા તેલને બદલીને કોપરેલનું તેલ અથવા તો ઓલીવ ઓઈલ લઈ શકો છો. જો તમે તેમ ન કરી શકતા હોવ તો ખાવામાં વપરાતું નાળિયેર તેલ રોજ બે ચમચી તમારા ડાયેટમાં ઉમેરવું.

પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવાનો શરૂ કરો

image source

વજનને કાબૂમાં રાખવા માટે પ્રોટિન મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉચ્ચ પ્રોટીન ધરાવતો ખોરાક ખાવાથી પેટ ધરાઈ જવાની લાગણી થાય છે અને તમને ભૂખ ઓછી લાગે છે. આ ઉપરાંત પ્રોટીન તમારો મેટાબોલિક રેટ પણ વધારે છે અને મસલ્સનું વજન પણ ઘટાડે છે અને મસલ્સ મજબૂત બનાવે છે.

કાર્ડીયો તેમજ વેઇટ માટેના વ્યાયામને તમારા રૂટીનમાં ઉમેરો

image source

કાર્ડીયો એક્સરસાઇઝથી વજનમાં ચોક્કસ ઘટાડો થાય છે, પણ તેની સાથે સાથે તમારે વેટ ટ્રેનિંગ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ. એક અભ્યાસ પ્રમાણે મેદસ્વી કીશોરો જેમને વેટ ટ્રેનિંગ કરાવવામાં આવે છે તેમની ચરબીમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત આ પ્રકારનો વ્યાયામ તમારા હૃદયને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

મદ્યપાન – ધૂમ્રપાન બંધ કરો

image source

આ બાબત તો ઘણા બધા સંશોધનોમાં સાબીત થઈ છે કે વધારે પડતો દારૂ તેમજ ધૂમ્રપાન તમારા શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે. માટે તેને તો તમારે તમારા જીવનમાંથી બાકાત જ કરી દેવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ