તૂટતા અને ખરતા વાળમાંથી હંમેશ માટે છૂટકારો મેળવવા આ રીતે ઘરે કરો યોગ

રોજ દિવસના આ 3 યોગાસન દૂર કરશે વાળને તૂટતાં અને ખરતા

image source

દરરોજના 100 વાળ ખરવા એ સામાન્ય વાત છે. પરંતુ આ વાળ 100 કરતાં વધુ ખરવા લાગે તો એ કોઈ સામાન્ય વાત નથી. જો દરરોજના તમારા 100 કરતાં વધુ વાળ ખરે છે તો સમજી લે જોકે આવતા એક વર્ષમાં તમારા વાળ અડધા થઈ જશે.

આવામાં જરુરી છે કે સમય સાથે જ એટલે કે તરત જ આની કેર કરો. બહારથી કેર કરવાની સાથે સાથે જો તમે તમારા ઋતિનમાં યોગ કરશો તો તમે તમારા વાળની સાથે સાથે સ્કિન માટે પણ ફાયદાકારક સાબિત થશે.

image source

આજે અમે તમને બતાવીશુ કે વાળને હેલ્થી રાખવા આ 3 ખાસ આસન કરો જેનાથી તમે તમારા વાળને લગતી દરેક સમસ્યા જેમકે વાળ તૂટવા, ખરવા, જેવી ઘણી બધી સમસ્યાથી છૂટકારો મેળવી શકશો.

પહેલું આસન છે હસ્તપાદાસન

image source

હસ્તપાદાસન કરવા માટે જમીન પર સીધા ઊભા રહો, પછી તમારા બને હાથને ઉપર લઈ જતા આખા આગળની તરફ જુકો, જેટલી વાર સુધી ઝૂકેલા રહી શકાય એટલિવાર સુધી એજ સ્થિતિમાં રહો. શરૂઆતમાં થોડી મુશકેલી થશે પણ ધીરે ધીરે તમને આની આદત થઈ જશે. આ આસન કરવાના બે ફાયદા છે, એક તો વાળ ઉતરતા ઓછા થશે અને બીજું તમારું વધી ગયેલું પેટ પણ ઓછું થશે.

બીજું છે સર્વાગાસન

image source

આ આસન કરવા માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જો તમે શરૂઆતના દિવસોમાં આને દીવાલની મદદથી કરી શકો છો. આ આસનમાં જમીન પર સીધા સૂઈ જાઓ , પછી બને પગને ઉઠાવો અને એને ધીરે ધીરે ઉપરની તરફ લઈ જાઓ. આ સ્થિતિમાં તમારા હાથ કમર પર રાખો. જેટલી વાર સુધી આ પોજિશમાં રહી શકાય એટલી વાર રહો. આ આસનની મદદથી તમારા આખા શરીરમાં બ્લડ સરકુલેસન સારું થશે, જેના કારણે વાળ ઉતરતા કે ખરતા ઓછા થશે.

ત્રીજું આસન છે અધોમુખ આસન

image source

આ આસન કરવા માટે તમારે જમીન પર ઊંધું ઊંઘવું પડશે. પછી ધીરે ધીરે હાથ અને પગ પર જોર લગાવીને શરીરને ઉપરની તરફ ઉઠાવાનું છે. તમારું મોઢું અને માથું નીચેની તરફ ઝૂકેલું રખવાનું છે. 2-3 મિનિટ સુધી આજ પોજિશનમાં રહ્યા પછી જ્યારે તમે તમારી નોર્મલ પોજિશનમાં આવી જાઓ. તમને જેટલી વખત સારું લાગે એટલી વખત આ આસન રિપીટ કરો. આનાથીઓ તમારી પીઠના દુખાવા અને ખરતા વાળની સમસ્યા માઠી છૂટકારો થોડાજ દિવસોમાં મળશે.

image source

-આના સિવાય સવારે 10-15 મિનિટ અનુલોમ-વિલોમ કરો.

-કપાલભાતી આસન કરવાથી પણ ખરતા વાળની સમસ્યા માઠી છૂટકારો મળે છે.

-યોગ સિવાય ભરપૂર ઊંઘ લો, અઠવાડિયામાં 2 વખત હેર મસાજ કરો.

image source

-દિવસમાં 2 વખત વાળમાં કાંસકો ફેરવો, આનાથી તૂટતાં-ખરતા વાળની સમસ્યા દૂર થશે.

-ખાણી-પીણીનું પૂરતું ધ્યાન રાખો.

-તણાવ થી બચો.

image source

-હેલ્થી ડાયટ લો,અને જેટલું પણ ખાઓ એ સમયસર ખાઓ, રાતનું જમવાનું 8 વાગ્યા પહેલા જમી લો.

-રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ દૂધ જરૂર થી પીવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ