આ રીતે ઘરે કરો ઉપાય, અને મેળવો સંધિવામાંથી છૂટકારો

સંધિવાના લક્ષણોને આ રીતે ઘરે જ ઉપાય કરી કરો દૂર

image source

સંધિવા એટલે શરીરના સાંધામાં સોજા રહેવા અને સાંધામાં દુઃખાવો થવો. આજે સમગ્ર વિશ્વમાં સંધિવાએ લગભગ પાંચ કરોડ કરતાં પણ વધારે વયસ્કોને તેમજ ત્રણ લાખ કરતાં પણ વધારે બાળકોને અસર કરી છે. આ આંકડો ભારતનો નહીં પણ એકલા અમેરિકાનો છે. ભારતનો આંકડો કદાચ આના કરતાં પણ વધારે હોઈ શકે છે.

image source

તમને જણાવી દઈ કે 100 કરતાં પણ વધારે પ્રકારના સંધિવા તેમજ તેને સંબંધીત રોગો અસ્તિત્વ ધરાવે છે જેમાંના બે સૌથી વધારે સામાન્ય છે તે છે ઓસ્ટીઓઆર્થરાઇટીસ અને ર્હ્યુમેટોઇટ આર્થરાટીસ. જેમાંનું પહેલું પિડા ઉપજાવે છે, સોજા લાવે છે અને સાંધાને અકડાવી નાખે છે. જ્યારે બીજામાં સોજા આવે છે. આ સમસ્યા જ્યારે રોગપ્રતિકારક તંત્ર ભૂલથી સાંધાઓ પર એટેક કરે છે ત્યારે સર્જાય છે.

image source

કોઈ પણ જાતની આર્થરાઇટીસ એટલે કે સંધીવા દુખાવો ઉત્પન્ન કરે છે અને સાંધાને લાંબાગાળાનું નુકસાન પહોંચાડે છે. સદભાગ્યે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેટલીક અસરકારક ઘરગથ્થુ ઉપચારો છે જે ધીમે ધીમે આ સમસ્યાને દૂર કરે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિષે.

સંધિવાના લક્ષણોને દૂર કરવા માટે વ્યાયામ

યોગ

image source

ખાસ કરીને આયેંગર યોગ, કે જે શરીરના અલાઇનમેન્ટ પર ફોકસ કરે છે. આ યોગમાં શરીરને આધાર આપવા માટે પ્રોપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. અને સંધિવાના મુખ્ય લક્ષણો એટલે કે સોજા તેમજ સાંધા વચ્ચેના ટેન્શનમાં આરામ આપે છે.

એક અભ્યાસ પ્રમાણે જો 6 અઠવાડિયા સુધી ર્હ્યુમેટોઇડ આર્થરાઇટીસ ગ્રસ્ત યુવાન સ્ત્રી દ્વારા આયેન્ગર યોગ કરવામા આવે તો તેમના સ્વાસ્થ્યમાં અદ્ભુત સુધારો આવે છે, તેની સાથે સાથે જ તેમના મૂડ, તેમના જીવનની ગુણવત્તા તેમજ પીડામાં પણ ઘણો સુધારો આવે છે.

ધ્યાન

image source

માઇન્ડફુલનેસ મેડીટેશન, આ પ્રકારના ધ્યાનમાં લોકોને તેમની લાગણીઓ પર કેન્દ્રીત થવાનું શિખવવામાં આવે છે અને તે સમયે તેમનું શરીર શું અનુભવી રહ્યું હોય છે તેના પર પણ તેમણે કેન્દ્રીત થવાનું હોય છે. એક પ્રકારનો પ્રોગ્રામ છે જેનું નામ છે માઇન્ડફુલનેસ બેઝ્ડ સ્ટ્રેસ રીડક્શન જેમાં ધ્યાન કરીને શારીરિક તેમજ માનસિક તાણને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

image source

એક અભ્યાસ પ્રમાણે જે લોકો આ પ્રકારનું ધ્યાન કરે છે તેમનામાં આર્થરાઇટીસના લક્ષણોમાં ઘટાડો થાય છે, જેમાં દુખાવો, સવારે વહેલા ઉઠીને જે સાંધા જકડાઈ જવાની સમસ્યા રહે છે તે તેમજ સોજાનો પણ સમાવેશ થાય છે.

એક્વેટિક એટલે કે પાણીનો વ્યાયામ

image source

જમીન પરનો વ્યાયામ જેમ કે દોડવું ચાલવું વિગેરેથી તમારા સાંધાઓ પર વધારે પ્રેશર લાવતું હોવાથી એક્વેટિક વ્યાયામ જેમ કે સ્વિમિંગ એ સંધિવાથી પિડાતા લોકો માટે ઉત્તમ ઉપાય છે. પાણી વ્યાયામની પ્રબળતાને ઘટાડે છે અને વધારામાં તરણશક્તિ તમારા શરીરના વજન માટે જરૂરી સાંધાના પ્રેશરને રીલેક્સ કરે છે.

image source

એક સંશોધન પ્રમાણે જે વયસ્કોને ઓસ્ટીઓઆર્થરાઇટીસ હોય તે જો પાણીના વ્યાયામમાં ભાગ લે છે તો તેઓ માત્ર વજન જ નથી ઘટાડતા પણ સાથે સાથે તેમના હલનચલનમાં પણ સુધારો થાય છે તેમના જીવનની ગુણવત્તા અને તેમનો મૂડ પણ સુધરે છે અને દુઃખાવામાં પણ ઘટાડો થાય છે. આવા લોકોને અઠવાડિયામાં ત્રણ વાર 40થી 60 મિનિટ એક્વેટિક એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામા આવે છે.

તાઈ ચી

image source

આ એક પ્રકારની હળવી એક્સરસાઇઝ છે અને માટે જ તેને જોઈન્ટ ફ્રેન્ડલી એક્સરસાઇઝ પણ કહેવામાં આવે છે. આ વ્યાયામ શીરીરની ફ્લેક્સિબીલીટી વધારે છે, સ્નાયુઓને મજબૂત બનાવે છે અને ધીમી અને હળવી મૂવમેન્ટ્સથી બેલેન્સ જાળવવામાં પણ મદદ મળે છે. એક અભ્યાસ પ્રમાણે જો 12 અઠવાડિયા તાઈ ચી નો વ્યાયામ કરવામા આવે તો દુઃખાવામાં તેમજ સાંધાના જકડાવામાં ધરખમ ઘટાડો થાય છે.

મસાજ

image source

જે તમે નિયમિત રીતે જે સાંધા આગળ દુઃખાવો થાય છે તેના પર મસાજ કરવાનુ રાખો તો ધીમે ધીમે તે દુઃખાવો ઘટી જાય છે. નિષ્ણાતોનો જણાવ્યા પ્રમાણે મસાજ કરવાથી શરીર કોર્ટીસોલ હોર્મોન અને ન્યુરોટ્રેન્સમીટર સબસ્ટન્સ પી કે જે સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે તેમાં ઘટાડો કરે છે. અને સેરોટોનીન હોર્મોન્સ કે જે તમારા મૂડને સુધારે છે તેમાં વધારો કરે છે.

ઠંડી અને ગરમ ટ્રીટમેન્ટ

image source

ગરમ અને ઠંડી ટ્રીટમેન્ટ આર્થરાઇટીસના દુખાવામાં ઘટાડો કરે છે. આ બન્ને સારવાર માટેના સાધનો તમારા માટે બજારમાં ઉપલબ્ધ છે.

હીટ થેરાપી સાધા તેમજે મસલ્સના સર્ક્યુલેશનમાં મદદ કરે છે. હીટ થેરાપીમાં તમે હુંફાળા પાણીને નાહવા તેમજ સાંધાની જગ્યાએ હુંફાળુ પાણી વારંવાર નાખી કે પછી ગરમ શેકની કોથળીનો ઉપાયકરી શકો છો.

image source

બીજી બાજુ ઠંડી થેરાપીની વાત કરીએ તો તે સરક્યુલેશનને ધીમુ કરે છે સોજાને ઘટાડે છે અને દુઃખાવાને દૂર તો નથી કરતું પણ તેને મૃત કરે છે. કોલ્ડ ટ્રીટમેન્ટમાં તમે કોલ્ડ પેક, બરફવાળા પાણીને સાંધા પર રેડવું તેમજ એક આઇસબેગને સાંધા પર રૂમાલની મદદથી બાંધી લેવાનો પ્રયોગ કરી શકાય છે.

એ વાતની ખાસ નોંધ લેવી કે આ થેરાપીની અસરકારકતા તમારી ચામડીની સ્થિતિ પર આધારીત છે. જો તેનાથી તમારી ત્વચાને નુકસાન થતું હોય તો આ પ્રયોગ બંધ કરી દેવો જોઈએ. અને જો ઠંડી ટ્રીટમેન્ટની વાત કરીએ તો આ થેરાપી તમારે 20 મિનિટથી વધારે ન કરવી જોઈએ.

TENS (Transcutaneous electrical nerve stimulation)

image source

TENS એક પ્રકારનું પીડાશામક યંત્ર છે જેમાં ઇલેક્ટ્રોડનો ઉપયોગ સ્ટીકી પેડ્સ દ્વારા કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં દર્દીને જીણો ઇલેક્ટ્રીકલ કરન્ટ આપવામાં આવે છે. આ પ્રક્રિયાથી શરીર કુદરતી રીતે પિડાશામકો જેવા કે એન્ડોર્ફીન્સ રિલિઝ કરે છે.

વજન ઘટાડો

image source

જો તમે તમારા વજનમાં ઘટાડો કરશો તો સાંધાઓ પરનું પ્રેશર ઓછું થશે, જેના કારણે તમારા દુઃખાવામાં અને સાંધા ઝકડાઈ જવાની સમસ્યામાં ઘટાડો થશે. તમારા શરીરના દરેક કીલો ગ્રામનું ત્રણથી છ ગણું દબાણ તમારા સાંધાઓએ ભોગવવું પડતું હોય છે. માટે જેટલું તમારા શરીરનું પ્રમાણ ઘટશે તેટલી જ તમને રાહત થશે.

સંધિવાને નાથવા પોષકતત્ત્વોનો સહારો લો

image source

વિટામીન ડી – વિટામીન ડી માત્ર મજબૂત હાડકા જ નથી બનાવતા પણ તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ બનાવી રાખે છે. એક અભ્યાસ પ્રમાણે આર્થરાઇટીસના દર્દીમાં સામાન્ય લોકો કરતાં વિટામીન ડીનું પ્રમાણ ઓછું હોય છે. વિટામીન ડીની ઉણપ ઘટાડવા માટે તમારે સૂર્ય પ્રકાશમાં રહેવું જોઈએ અને પોષણથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ અને વિટામીન ડીની ગોળીઓ પણ ગળી શકો છો.

કોન્ડ્રોઇટીન અને ગ્લુકોસેમાઇન

image source

કોન્ડ્રોઇટીન અને ગ્લુકોસેમાઇન હાડકા, કોમલાસ્થિ અને સાંધાના સ્વાસ્થ્યને જાળવ રાખે છે. કોન્ડ્રોઇટીન સલ્ફેટ કોમલાસ્થિનો નાશ કરતાં એન્ઝાઈમ્સને બ્લોક કરે છે અને સાંધાની આંચકો શોષવામાં મદદ કરે છે, જ્યારે ગ્લુકોસેમાઇ હાઇડ્રોક્લોરાઇડ કોમલાસ્થિને જાળવી રાખવા પર કેન્દ્રીત થાય છે અ સાથે સાથે તેનો વિકાસ અને તેને રીપેર પણ કરે છે.

image source

ઓમેગા 3 ફેટી એસીડ્સ – આ એસીડ્સ તમને નટ્સ, બીજ તેમજ ઠંડા પાણીની માછલી જેમ કે સામન, ટુના, સારડાઇન્સ વિગેરેમાં મળે છે. ઓમેગા 3 ફેટી એસીડ તમારા રોગપ્રતિકારક તંત્રને નિયમિત બનાવે છે. તેમજ RA ના લક્ષણો માં સુધારો પણ લાવે છે.