આ એક્સેસાઇઝ ચરબીના થર કરી છે ઝડપથી દૂર, જાણો તમે પણ

સ્વિમિંગ કરીને ઝડપથી તમારા શરીરના ચરબીના થર કરો દૂર

image source

વેઇટ લુઝ કરવા માટે આપણને આપણા મિત્રો, સગાઓ ઘણી બધી ટેક્નિકો અપનાવવા કહેતા હોય છે, કોઈ કે સવારના પહોરમાં એક કલાક દોડી લેવું, કોઈ કે યોગા કરો કોઈ કે એક કલાક ચાલવાનું રાખો તો કોઈ કે વેઇટ લીફ્ટીંગ એક્સરસાઇઝ કરો તો કોઈ તમારો સમગ્ર ડાયેટ પ્લાન જ ચેન્જ કરી નાખવાનું કે.

પણ અમે તમને આજે એક એવો વ્યાયામ જણાવીશું જે તમારા શરીર પરના ચરબીના થરને ગણતરીના દીવસોમાં દૂર કરી દેશે. સ્વિમીંગ તમારા શરીરનું વજન ખુબ જ ઝડપથી ઘટાડી દે છે.

image source

અને સ્વિમિંગની એક ખાસ વાત એ છે કે તેને શીખી લીધા બાદ તમારા માટે તે કોઈ રીક્રીએશન કે એન્ટરટેઇનમેન્ટથી કમ નથી. તમને સ્વિમિંગ કરતી વખતે એટલો આનંદ થશે કે તમને હંમેશા સ્વિમિંગ પુલમાં જ પડ્યા રહેવાનું મન થશે. એમ પણ નાના બાળકથી માંડીને વૃદ્ધ વ્યક્તિને પાણી ખુબ ગમતું હોય છે.

સ્વિમિંગ કરતી વખતે શરીરને ઘણી બધી એનર્જીની જરૂર પડે છે જે તમારું શરીર તેમાં રહેલી ચર્બી અને કાર્બોહાઇડ્રેટનો ઢગલા બંધ ઉપયોગ કરીને ઉત્પન્ન કરે છે.

image source

જો તમે ખરેખર આજીવન સ્વસ્થ રહેવા માગતા હોવ અને તમને સ્વિમિંગ કરવું ખુબ ગમતું હોય અથવા તો ન આવડતું હોય પણ તમારી સ્વિમિંગ શીખવાની ઇચ્છા હોય તો તમારે તે શીખી જ લેવું જોઈએ.

અને તેને રોજિંદા જીવનમાં અપનાવવું જોઈએ. તેનાથી તમારું મન પણ પ્રસન્ન રહેશે અને તમારું બોડી પણ ફીટ રહેશે.

image source

જો કે તમારો જે પ્રકારનો ગોલ હોય તેને ધ્યાનમાં રાખીને તમારે સ્વીમીંગની ઇન્ટેન્સીટી અથવા તો સ્વીમીંગનો સમય વધારવાનો હોય છે. અને જો તમે કેટલું વજન ઘટાડવું છે તેનું લક્ષ પણ નહીં બનાવો પણ રોજીંદો નિયમ બનાવી રોજ અરધોથી પોણો કલાક સ્વિમિંગ કરશો તો તમને ખબર પણ નહીં પડે અને તમારું વજન ઘટી જશે.

તમને જણાવી દઈએ કે જેમ ચાલવા કરતાં દોડવાથી વધારે વજન ઘટે છે તેવું સ્વિમિંગમાં નથી એટલે કે વધારે ઝડપથી તરવાથી વધારે વજન ઘટે છે તેવું નથી ઉલટાનું તમે જેટલું ધીમું તરો છો ત્યારે એનર્જી તમારી ચર્બીમાંથી મળે છે પણ જો તમે ઝડપથી તરશો તો તે સીધી જ તમારા શરીરમાં રહેલી એનર્જી વાપરશે.

image source

તમે ઝડપથી વજન ઘટાડવા માટે તમારા રોજિંદા શેડ્યુલમાં HIIT (હાઅઈ-ઇન્ટેન્સિટી ઇન્ટર્વલ ટ્રેઇનીંગ)નો પણ સમાવેશ કરી શકો છો. માટે કુદરતી રીતે જ વજન ઘટાડવા માટે સ્વિમિંગ એ ઉત્તમ એક્સરસાઇઝ છે.

એક અભ્યાસ પ્રમાણે સ્ત્રીઓએ અઠવાડિયાના ત્રણ દિવસ એક-એક કલાક સ્વિમિંગ કરવું જોઈએ. તેમ કરવાથી માત્ર 12 જ અઠવાડિયા એટલે કે ત્રણ જ મહિનામાં શરીરની ઘણી બધી ચરબી ઘટી જાય છે.

image source

નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે વજન ઘટાડો વ્યક્તિએ વ્યક્તિએ અલગ-અલગ હોઈ શકે પણ અઠવાડિયામાં ચાર દિવસ 45 મિનિટ સ્વિમિંગ કરવું જોઈએ.

જો કે તેમાં તમારે તમારા ડાયેટનો પણ ખ્યાલ રાખવો જોઈએ. એમ પણ જો તમે સ્વસ્થ જીવન જીવવા માગતા હોવ અને જીવનના અંત સુધી શારીરિક રીતે કોઈના પર નિર્ભર રહેવા ન માગતા હોવ તો તમારે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી જ જોઈએ જેમાં યોગ્ય વ્યાયામ, યોગ્ય ખોરાક અને યોગ્ય માનસિકતા મહત્ત્વનો ભાગ ભજવે છે.

image source

સ્વિમિંગ માત્ર વજન જ નથી ઘટાડતું પણ સ્વાસ્થ્ય પણ સુધારે છે

– સ્વિમિંગ તમારા હૃદયને સ્વસ્થ બનાવે છે. તે તમારા શરીરમાંની તાણને દૂર કરે છે.

– તે તમારા સ્નાયુઓને તેમજ તમારી કાર્ડીયોવાસ્કય્લર ફીટનેસને સુધારે છે

– સ્વિમિંગ તમારા ફેફસાને મજબુત બનાવે છે અને તેના થકી તે તમારા હૃદયને પણ મજબુત બનાવે છે.

image source

– તે તમારા શરીરને સ્નાયુબદ્ધ બનાવે છે અને તમારા શરીરને મજબુત પણ બનાવે છે.

– સ્વિમિંગ તમારા શરીરને એક સાર્વત્રિક વર્કાઉટ પુરો પાડે છે કારણ કે તેમાં તમારા શરીરના બધા જ અંગોનો ઉપયોગ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ