મોટાભાગની સ્ત્રીઓને થતી હોય છે પ્રેગનન્સી સમયે આ 4 તકલીફો, જલદી જાણી લો તમે પણ

ગર્ભાવસ્થા દરમિયાન થતી ચાર મુખ્ય તકલીફો

image source

આમ તો મહિલાઓના જીવનમાં ગર્ભાવસ્થા એ જીવનનો શ્રેષ્ઠ સમય છે.ઈશ્વરે મહિલા માત્રમાં માતૃત્વ મૂક્યું છે.માતા બન્યા બાદ સ્ત્રી પૂર્ણતાનો અહેસાસ કરે છે.બાળકના જન્મની સાથે જ માતાનો જન્મ થાય છે.

પણ આટલી સુખ અને સુંદર અનુભુતિ મેળવ્યા પહેલા ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીએ ઘણી બધી તકલીફોમાંથી પસાર થવું પડે છે.માતૃત્વનો રસ્તો પડકારજનક છેમાતા અને બાળક બંને ના સ્વાસ્થ્ય માટે ગર્ભાવસ્થાનો સમય બહુ નાજુક તબક્કો ગણાય છે કારણ કે એ સમય દરમિયાન એક નવો જીવ સ્ત્રીના ઉદરમાં ઉછરી રહ્યો હોય છે.

image source

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ચાર પ્રકારની સમસ્યા પ્રમાણમાં વધુ રહે છે.

ઉબકા અને ઉલટીની તકલીફ

પચાસ ટકાથી વધુ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ છ થી સાત સપ્તાહ અને ઉલટી ની ફરિયાદ વધુ રહે છે.તેને મોર્નિંગ સિકનેસ પણ કહેવામાં આવે છે.ઘણી મહિલાઓને ગર્ભાવસ્થાના પ્રથમ 12 અઠવાડિયા સુધી પણ હા ઉલટીની ફરિયાદ રહે છે.

image source

આમ તો ઉબકા ઉલટીની સમસ્યા સામાન્ય છે પરંતુ વધુ પડતી ઉલટીઓ થતી હોય તો તેની ઉપેક્ષા કરવી નહીં કારણ કે તેનાથી ડિહાઈડ્રેશન પણ થઈ શકે છેવધુ પડતી ઉલટી હાઇપરમેસિસ ગ્રેવિડરમના લક્ષણો દર્શાવે છે જે બાળક માટે જોખમકારક છે.

ઉબકા ઉલટી ને ખાવા માટે થોડીક ધ્યાનમાં રાખવા જેવા સૂચન

દિવસમાં ત્રણવાર ખાવાને બદલે કે એકસાથે વધુ પડતો ખોરાક લેવાને બદલે આહારના સમયગાળાને 6 નાના ભાગમાં વહેંચી દેવો.થોડા થોડા સમયે થોડો થોડો ખોરાક લેવો.

image source

જે સમયે જે ખાવાની ઈચ્છા થાય તે પ્રમાણે ખોરાક લેવો.

ગરમ વાતાવરણમાં રહેવાનું ટાળવું, પૂરતો આરામ કરવો અને વિપુલ માત્રામાં પાણી પીવું.

ભોજન બાદ થોડી વખત ચાલવાનું પણ રાખો.

જંકફૂડ,વાસી અને વધુ પડતા મસાલાવાળા ખોરાક ન લેવા.

ગેસ તેમજ એસિડિટીની સમસ્યા

image source

food pipe અને stomach ની વચ્ચે આવેલો વાલ stomach માં રહેલા એસિડને food pipe માં આવતા રોકે છેગર્ભાવસ્થા દરમિયાન progesterone hormone નો સ્ત્રાળ આ વાલને રિલેક્સ કરે છે જેને કારણે stomach માં રહેલો એસિડ food pipe માં પહોંચી હૃદયમાં બળતરા કરાવે હૃદયની બળતરા જોખમી ન હોવા છતાં પીડાજનક હોય છે.

મોટેભાગે ગર્ભાવસ્થાના ત્રીજા તબક્કામાં heartburn ની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છેગર્ભનો વિકાસ થતા ગર્ભાશય પણ મોટું થાય છે તેને કારણે કેટલેક અંશે stomach અને અન્નનળી પર આવતું દબાણ ગેસ ,અપચો અને એસીડીટી ઉત્પન્ન કરે છે.

image source

હૃદયમાં થતી બળતરા સામે સાવધાની રાખવા અંગેના સૂચન

હળવો અને પોષ્ટીક ખોરાક લેવો. મસાલેદાર અને ભારે ખોરાક લેવાનું ટાળવું.

થોડા થોડા સમયના અંતરે થોડો થોડો ખોરાક લેવો.

જમ્યા બાદ તરત આરામ કરવો નહીં. ખોરાક લીધા બાદ પંદરથી વીસ મિનિટ ટહેલવાનો રાખવું.

image source

ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત પણે ચાલવા જવું જોઈએ.

કબજિયાત

ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાતની તકલીફ સામાન્યપણે મોટાભાગની મહિલાઓમાં જોવા મળે છે હોર્મોન્સમાં આવતા બદલાવને કારણે પણ કબજિયાત રહે છે.

image source

ગર્ભાવસ્થા દરમિયાન પ્રોજેસ્ટટ્રોનનું વધુ પડતું ઉત્પાદન આતરડાના કાર્યને ધીમુ પાડે છે જેને કારણે પણ લાંબો સમય પછી આ વગરનો ખોરાક આંતરડાંમાં પડી રહેવાથી કબજીયાતની સમસ્યા થઈ શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રોજ દિવસના આઠથી દસ ગ્લાસ પાણી પીવો.

ફાઇબર વાળા ખોરાકની માત્રા વધારવી.નિયમિત પણે ભાજી અને ફળનો ઉપયોગ કરવો.

હળવી કસરત કરવી તેમજ રોજ ચાલવા જવાનું રાખો.

image source

નિયમિત પણે ગાયનેકોલોજિસ્ટ પાસે તપાસ પણ કરાવતા રહેવી જરૂરી છે.

થાક અને સુસ્તી

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના ઉદરમાં એક અન્ય જીવ ઉછરતો હોવાથી મહિલાના શરીરનું પોષણ અંદર ઉછરતો જીવ મેળવી લે છે તેથી જો યોગ્ય માત્રામાં ગર્ભવતી મહિલા ને પોષણ ન મળે તો તેને વધુ પડતાં થાક ની અનુભૂતિ થાય છેઉપરાંત આ દિવસોમાં ઉબકા-ઉલટી ની સમસ્યા રહે છે.

image source

બ્લડ પ્રેશરમાં પણ અનિયમિતતા આવે છે અને શુગર લેવલ માં પણ અપડાઉન વિશેષ પ્રમાણમાં જોવા મળે છે તેને કારણે પણ ગર્ભવતી મહિલા અને સુસ્તી અનુભવ કરે છે.

ગર્ભાવસ્થા દરમિયાન એનીમિયા અને ડિપ્રેશનની શક્યતા પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

થાક અને સુસ્તી દૂર કરવા માટે પણ થોડા થોડા સમયના અંતરે પૌષ્ટિક ખોરાક લેવો.

જાતને સતત સક્રિય રાખવી.

image source

વધુ માત્રામાં થાક લાગે ત્યારે થોડીક ઊંઘ પણ આરોગ્યને સમતોલ રાખે છે.

તણાવથી દૂર રહેવું.આનંદમાં રહેવું.

ધ્યાન અને યોગ ના સહારે તન અને મનને તંદુરસ્ત રાખવું.

image source

ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત પણે ડોક્ટરી તપાસ કરાવવી જરૂરી છેગર્ભવતી મહિલાની આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું જોઈએ જેથી તેને કોઈ પણ બીમારી લાગુ પડે નહીં ઉપરાંત ગર્ભવતી મહિલાને વિપુલ માત્રામાં ઓક્સિજન મળી રહે તેવી જગ્યાએ તેનો રૂમ હોવો જોઈએ.
ગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવતી કાળજી માતા અને બાળક બંનેને તંદુરસ્તી પ્રદાન કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ