સન બાથની મજા માણતી નેહા શર્માના ફોટા થયા વાયરલ, જોઇ લો તસવીરોમાં તમે પણ તેનો બોલ્ડ લુક…

હવાઈના સમુદ્ર કીનારે તડકાનો આનંદ માણી રહેલી નેહા શર્માની તસ્વીરો થઈ રહી છે વાયરલ, બોલીવૂડ સુંદરી નેહા શર્મા હવાઈમાં ગાળી રહી છે રજાઓ ! જુઓ આકર્ષક તસ્વીરો

 

View this post on Instagram

 

A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) on

બોલીવૂડ અભિનેત્રી નેહા શર્મા હાલ હવાઈમાં રજાઓ ગાળી રહી છે અને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તસ્વીરો શેર કરીને પોતાના ફેન્સને પાગલ કરી રહી છે. નેહા શર્મા આ તસ્વીરોમાં અત્યંત આકર્ષક લાગી રહી છે માટે જ તેને અત્યાર સુધીમાં લગભગ સાડા સાત લાખ લોકોએ લાઇક પણ કરી લીધી છે. અને ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) on

તેણીએ હવાઈ વેકેશનની ત્રણ તસ્વીરો શેર કરી છે જેમાં તેણીએ એકમાં સનગ્લાસિસ પહેર્યા છે. તેણીનું કાચ જેવું આકર્ષક ફીગર બ્લેક બીકીનીમાં ઓર આકર્ષક લાગી રહ્યું છે. તમે પણ જુઓ સુંદર તસ્વીરો.

તમને જણાવી દઈએ કે નેહા શર્માને છેલ્લે અર્જુનકપુર સાથે ફિલ્મ મુબારકામાં જોવામાં આવી હતી. તેણી હીન્દી ફિલ્મો ઉપરાંત મલયાલમ તેમજ તમિલ ફિલ્મોમાં પણ ઘણી સક્રિય છે. છેલ્લે તેણીએ સોલો નામની મલયાલમ ફિલ્મમાં કામ કર્યું હતું.

image source

હાલ તેણી અજય દેવગનની બીગ બજેટ ફિલ્મ ‘તાન્હાજીઃ ધી અનસંગ વોરીયર’માં કામ કરી રહી છે તેમાં તેણી કમલા દેવીનું પાત્ર નિભાવી રહી છે. થોડા સમય પહેલાં જ તાન્હાજીનું ટ્રેઇલર લોન્ચ થયું હતું અને લોકો દ્વારા તેને ઘણું પસંદ કરવામા આવી રહ્યું છે. આ ફિલ્મ 10, જાન્યુઆરી 2020માં રિલિઝ થવા જઈ રહી છે.

image source

આ સિવાય નેહા શર્મા ફિલ્મ મેકર બીજોય નામ્બીયારની ફિલ્મ ‘તૈશ’માં પણ જોવામાં આવશે તેમજ પંજાબી ફિલ્મ ‘ઇક સન્ધુ હુન્ડા સી’માં પણ કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે નેહા શર્મા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 87 લાખ કરતાં પણ વધારે ફોલોઅર્સ ધરાવે છે. તેણી અવારનવાર પોતાના વેકેશન, ફોટો શૂટ્સ તેમજ આઉટીંગ્સની તસ્વીરો પણ મુકતી રહે છે. અને તેને પણ લાખો વાર પસંદ કરવામાં આવે છે.

image source

નેહા શર્મા વેસ્ટર્ન વિયરમાં જેટલી આકર્ષક લાગે છે તેટલી જ આકર્ષક તેણી ટ્રેડીશનલ ઇન્ડિયન વિયરમાં પણ લાગે છે. માટે તેમાં કોઈ જ શંકા નથી કે તાન્હાજીઃ ધી અનસંગ વોરિયરમાં પણ તેણી મરાઠા સ્ત્રીના અવતારમાં આકર્ષક જ લાગશે.

image source

આ ઉપરાંત તેણી પોતાના પ્રોફેશનમાં બની રહેવા માટે અને આકર્ષક લાગવા તેમજ ફીટ રહેવા માટે ભરપુર વર્કઆઉટ પણ કરે છે. અને તેની વિડિયોઝ તેમજ તસ્વીરો પણ તેણી ઘણીવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કરતી જોવા મળી છે.

image source

નેહા શર્માએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત 2007થી કરી હતી. તેણીની પ્રથમ ફિલ્મ તેલુગુ ફિલ્મ ચીરુથા હતી, ત્યાર બાદ તેણીએ મોહીત સુરીની ક્રુક ફિલ્મમાં કામ કરી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. તેણી મૂળે બિહારના ભાગલપુરની છે. તેણીએ ભાગપુરની માઉન્ટ કાર્મેલ સ્કુલમાં શાળાનો અભ્યાસ પુર્ણ કર્યો હતો અને દિલ્લીની નેશન ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજીમાંથી ફેશન ડીઝાઈનીંગનો કોર્સ પણ કર્યો છે. હાલ તેણી ફિલ્મો તેમજ મોડેલીંગમાં સક્રિય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ