પ્રેગનન્સી પછી ફટાફટ વજન ઉતારવુ છે? તો આજથી જ કરવા લાગો આ યોગ…

પ્રસૂતિ બાદ યોગ દ્વારા વજન ઘટાડો.

image source

માતા બનવું જીવનની આહ્લાદક અનુભૂતિ છે.ગર્ભાવસ્થાથી શરૂ કરીને નવ મહિનાના સમયગાળા દરમિયાન મહિલા આ સમયે ઘણી બધી તકલીફોમાંથી પસાર થાય છે પરંતુ બાળકને યોગ્ય પોષણ મળી રહે તે માટે થઈ અને તેણે આહાર સંબંધિત વિશેષ કાળજી લેવાની હોય છે.

પૌષ્ટિક આહાર અને રામ ને કારણે ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન માતા નું વજન વધે છે. ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે પણ માથાનું વજન વધવું જરૂરી છે.
પ્રસૂતિ બાદ પણ પરંપરાગત ચરબીયુક્ત આહાર લેવાની પ્રણાલીને કારણે પણ માથાનું વજન વધે છે.

image source

ગર્ભાવસ્થા અને પ્રસૂતિ પછી વધેલું વજન ઘટાડવું એ પડકારજનક કામ છે. મોટાભાગની મહિલાઓ વજન ઓછું કરવા ડાયટિંગ નો સહારો લે છે પરંતુ બાળક જ્યારે સ્તનપાન કરતો હોય ત્યારે માતા ડાયટિંગ કરે તો બાળકને મળતા પોષણ પર તેની નકારાત્મક અસર થાય છે.

સ્તનપાન કરાવતી મહિલાઓ એ પણ પોષણયુક્ત આહાર લેવો જરૂરી છે. માટે ખોરાક સાથે સમાધાન ન કરતા વજન ઘટાડવા ઈચ્છતી માતાઓ માટે યોગાસન શ્રેષ્ઠ ઉપાય છે.

image source

કેટલાંક એવા આસનો છે જે ગર્ભાવસ્થા બાદ સરળતાથી થઈ શકે છે અને તે વજન ઉતારવામાં પણ મદદરૂપ બને છે.

બાલાસન

image source

બાલાસન a child પોઝ પણ કહેવામાં આવે છે. કારણ બાલ આસનની મુદ્રા ગર્ભમાં ઉછરી રહેલા બાળક જેવી હોય છે એટલે જ તેને બાલાસન કહેવામાં આવે છે.

બાલાસન કરવાની રીત

સૌથી પહેલા જમીન પર પાથરેલા આસન પર પગની એડી પર નિતંબને ગોઠવીને ટટ્ટાર બેસવું.

બંને હાથને કાનને અડાડતા માથા તરફ ઉપર લેવા.

શરીરને ટટ્ટાર રાખીને ધીમે ધીમે આગળ તરફ ઝુકાવવું અને માથું જમીનને અડાડવાનો પ્રયત્ન કરવો.

image source

હાથ ની હથેળી પણ માથાને સમાંતર જમીન પર આગળની બાજુ અડવી જોઈએ.

પેટને અંદરની તરફ ખેંચીને શરીરના ઉપરના ભાગથી સાથળ પર દબાણ આપવું.

આસન દરમ્યાન શ્વાસની આવન-જાવન પર પણ વિશેષ ધ્યાન આપવું.

થોડીવાર બાલ આસનની મુદ્રા માં રેહવું ત્યારબાદ ધીરે ધીરે શરીરને ઉપરની તરફ ઉઠાવતા બેસવાની પોઝિશનમાં પરત આવવું.

image source

દસ સેકન્ડના વિરામ બાદ આજ રીતે ફરી વાર બાલાસન કરવું.

શરૂઆતમાં પાંચ વાર બાલાસન કરવાનો પ્રયત્ન કરવો. ધીરે ધીરે તેને વધારતા જવું. બાલાસન કરવાથી પેટ પર જમા થયેલી ચરબી ઓગળે છે ,એટલું જ નહીં પેટ પર થયેલા સ્ટ્રેચ માર્ક્સ પણ ઓછા થશે.

image source

કોઈપણ આસન શાંત અને સ્વસ્થ ચિત્ર ધીમે ધીમે કરવું અને જે પ્રમાણે જેટલું થાય તેટલું જ કરો. શરીર પર દબાણ લાવીને કોઈ પણ આસન કરવાનો પ્રયત્ન કરવો નહીં. યોગાસનની ટેવ પાડવાથી ધીમે ધીમે શરીર લચીલું બને છે અને સંપૂર્ણ રીતે આસન કરવામાં સફળતા મળે છે.

નૌકાસન

image source

નૌકાસન ને નવાસન પણ કહેવામાં આવે છે. નવકાર આસન કરવાથી પેટના સ્નાયુઓ મજબૂત બને છે. પ્રસૂતિ બાદ નૌકાસન કરવામાં વિશેષ કાળજી લેવી જોઇએ.

પ્રસૂતા માટે નૌકાસન કરવાની રીત

પાથરેલા આસન પર નિતંબને સહારે બેસવું.

image source

જમીનને સમાંતર સીધા રાખેલા પગને ધીમે-ધીમે ઉપર તરફ ઉઠાવવાની અને ધડ અને ધીમે ધીમે પાછળની બાજુ લઈ જઈ શરીરને હોડી જેવો આકાર આપવો.

નૌકાસન માટે પોઝિશન લીધા બાદ હાથને આગળની તરફ સીધા કરવાનો પ્રયત્ન કરવો.

ઢીચણ થી બહારની તરફ હાથને સીધા મુદ્રામાં રાખવા.

નૌકાસન ની પોઝીશન માં આશરે ૫ થી ૧૦ સેકન્ડ સુધી સ્થિર બેસવું. શ્વાસની આવન-જાવન ઉપર નજર રાખવી.

image source

ત્યારબાદ ધીરે-ધીરે મૂળ સ્થિતિમાં આવવું.

નૌકાસન પણ શરૂઆતમાં પાંચ વાર કરવું ત્યારબાદ 10 વાર કરી શકીએ ત્યાં સુધી પોતાનો સ્ટેમિના ડેવલપ કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ