વજન ઘટાડવામાં લાભદાયી છે કેળા, ફાયદા જાણીને આજથી જ કરશો ઉપયોગ

જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો તમે સૌથી સસ્તા અને સરળતાથી મળી જતા એવા કેળાનો ઉપયોગ કરી શકો છો. આજકાલ કેળા બારેમાસ મળી રહ્યા છે. વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે કેળા બેસ્ટ ઉપાય છે.

image source

જો તમને કંઈ હળવું ખાવાનું મન હોય તો તમારા માટે કેળું બેસ્ટ ઓપ્શન રહે છે. તે વજન ઓછું કરવા માટે સારું માનવામાં આવે છે. એક મોટા કેળામાં લગભગ 100 કેલેરી મળે છે. આ સિવાય તમે મીડિયમ સાઈઝના 2-3 કેળા ખાઓ છો તો તમારું પેટ ભરાઈ જાય છે અને તમને ભૂખ પણ ઓછી લાગે છે. કેળામાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ તમને લાંબા સમય સુધી શક્તિ આપે છે. કેળા મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોલેટથી ભરપૂર રહે છે. તે વજન ઘટાડવા માટે બેસ્ટ માનવામાં આવે છે.

વજન ઘટાડવા માટે ખાઓ કેળા

image soucre

કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ હોય છે. પોટેશિયમ વોટર રિટેંશનને ઓછું કરવામાં મદદ કરે છે. જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા રહેતી નથી. કેળા ખાવાથી તમારું ટમી ફ્લેટ થઈ જાય છે.

નાસ્તામાં ખાઓ બનાના ઓટમીલ

image soucre

જો તમે વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો તો તમારે કોઈ પણ રીતે નાસ્તાને સ્કીપ કરવો નહીં. નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ દિવસની સૌથી સારી શરૂઆત અને મહત્વનું મીલ રહે છે. એવામાં તમે હેલ્ધી બ્રેકફાસ્ટમાં ઓટ્સ અને કેળા સામેલ કરી શકો છો. કેળા અને ઓટ્સમાં મળતા પોષક તત્વો શરીરને જરૂરી પોષણ આપે છે અને ભૂખ પર પણ કંટ્રોલ રાખે છે. એવામાં તમે અઠવાડિયામાં 3 દિવસ કેળા અને ઓટ્સનો હેલ્ધી નાસ્તો કરી શકો છો. તેનાથી તમારું વજન ઝડપથી ઘટે છે.

પીનટ બટરની સાથે ખાઓ કેળુ

image source

એક ચમચી પીનટ બટરમાં લગભગ 100 કેલેરી હોય છે. પણ આ કેલેરી મોનો અનસેચુરેટેડ ફેટના રૂપમાં હોય છે. આ આપણા બોડી માટે ન ફક્ત ફાયદો કરે છે પણ દિલની બીમારીઓથી બચવામાં પણ મદદ કરે છે. વેટ લોસમાં અને સ્થૂળતાને દૂર રાખવામાં કેળું મદદરૂપ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત