શિયાળામાં કાળા ગાજરનો કરી લો પ્રયોગ, ફિટ રહેવા માટે છે બેસ્ટ

શિયાળાની સીઝનમાં તમે માર્કેટમાં ગાજર સરળતાથી જોઈ શકો છો. તમે લાલ ગાજર અને તેનો હલવો અને સાથે તેના અથાણા, સલાડ વગેરે અનેક ચીજો ટ્રાય કરી હશે. તમે તેનો સૂપ પણ ટ્રાય કર્યો હશો. પણ શું તમે જાણો છો કે ગાજર કાળા અને પર્પલ કલરના પણ હોય છે. તેનાથી કાંજી બનાવાય છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

image source

કાળા ગાજરનું ઉત્પાદન ખાસ કરીને શિયાળામાં થાય છે. પોષણની વાત કરીએ તો તેમાં બીટા કેરોટીન વધારે હોય છે જે આંખ માટે ફાયદો કરે છે. એટલું નહીં તેમાં પોષક તત્વો પણ હોય છે.

શરીરના સોજાને ઘટાડે છે.

image source

કાળા ગાજર શરીરના સોજાને ઓછા કરવાનું કામ કરે છે. અનેક બીમારીઓ માટેના જોખમને રોકે છે. પર્પલ ગાજર યૂરિન ઇન્ફેક્શનને રોકવામાં પણ મદદ કરે છે.

એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર હોય છે

image source

એન્ટી ઓક્સીડન્ટ્સ એંથોકાયનિન ઓક્સીડન્ટથી થતી ભૂલો અને કોશિકાઓની રક્ષા માટે કામ કરે છે. તે તમારા લોહીના પરિવહનને ઘટાડે છે અને શરીરની મદદ કરે છે. તે ઉંમર વધવાના સંકેતને પણ ઘીમું કરે છે. આ સિવાય તમને યુવાન દેખાડવા અને હ્રદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર આહાર તમારા મસ્તિષ્કને સક્રિય રાખે છે અને સાથે પેટને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

પોષક તત્વોથી ભરપૂર છે

image source

તેમાં કેલેરી ઓછી હોય છે અને સાથે તે ફાઈબર, વિટામીન કે, વિટામીન સી, પોટેશિયમ અને મેગેનીઝથી ભરેલું છે. તેમાં કૈરોટીનોઈડનું પણ પ્રમાણ વધારે છે. તે આંખ અને સ્કીન માટે સારું રહે છે. શિયાળામાં વિટામીન સીથી ભરપૂર ખાદ્ય પદાર્થ લેવાનું સારું માનવામાં આવે છે. તે પ્રતિરક્ષાને વધારવામાં મદદ કરે છે.

આંખ માટે પણ સારું છે

image source

એંથોસાયનિન યુક્ત પદાર્થો જેમકે કાળા ગાજર તમારી આંખો માટે સારા માનવામાં આવે છે. એન્થોકાયનિન તમારી દષ્ટિને લાભ આપે છે. તેને નિયમિત ખાવાથી આંખની દૃષ્ટિ વધે છે. તે મેક્યૂલર ડિજનરેશન સાથે લડવામાં પણ મદદ કરે છે.

પાચનમાં મદદ કરે છે

image source

કાળા ગાજરના ઉપયોગથી કાંજી નામનું પેય બને છે. તેમાં સરસોના બીજનો ઉપયોગ થાય છે જે શિયાળામાં તમારા પાચનને વધારો આપે છે. કાળા ગાજર ફાઈબરથી ભરપૂર હોય છે જે પાચનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેમાં ફાઈબર ઘુલનશીલ હોય છે જેનાથી પાચનતંત્રમાં પાણીને અવશોષિત કરી શકાય છે. પટેને વધારે સમય સુધી ભરેલું રાખે છે અને લોહીમાં કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

કેન્સરથી બચાવે

image source

કાળા ગાજરમાં હાઈ લેવલનું એંથોસાયનિન મળે છે જે એક યૌગિક છે જેમાં એન્ટી ઓક્સીડન્ટ પ્રભાવી હોય છે. કાળા ગાજર કેન્સરની કોશિકાઓ સાથે લડે છે અને એન્ટી ઓક્સીડન્ટ્સ શરીરમાં મુક્ત કણોને ખતમ કરવા અને કેન્સરની ગતિવિધિને બેઅસર કરવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત