નવેમ્બર માસનુ આ અઠવાડિયુ તમારા માટે સારુ છે કે નહિં, એક ક્લિકે જાણી લો તમે પણ…

જાણો કઈ કઈ રાશિઓના જાતકો માટે શુભ છે નવેમ્બર માસનું આ અઠવાડિયું

નવેમ્બર માસના અંતિમ સપ્તાહનો પ્રારંભ થઈ ચુક્યો છે.ત્યારે જાણીએ કે કઈ રાશિના જાતકોના ભાગ્યમાં આ સાત દિવસની ખુશી અને કયા જાતકોના ભાગ્યમાં સમસ્યાઓ લખી છે.

મેષ

image source

આ સપ્તાહ આ રાશિના જાતકો માટે શુભ રહેશે. આત્મવિશ્વાસ વધશે. મિત્રો સાથે મનોરંજન માણવાનો અવસર મળશે. રાજનૈતિક મહત્વકાંક્ષામાં પ્રગતિ થશે. ધાર્મિક અનુષ્ઠાનોમાં મન પરોવાશે. નોકરી તેમજ પદ, પ્રતિષ્ઠામાં વધારો થશે.

ભૌતિક વસ્તુઓ પર વધારે ખર્ચ થશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. સ્વાસ્થ્યમાં સુધારે શક્ય છે. ડોક્ટરો માટે સમય અનુકૂળ છે. વૈવાહિક જીવનમાં તનાતનીનો માહોલ રહેશે. પ્રેમ સંબંધ મધુર રહેશે.

વૃષભ

image source

સપ્તાહ મધ્યમ રહેશે. સારા વ્યક્તિ સાથે મુલાકાત થશે, નોકરીમાં પ્રતિષ્ઠા વધશે. પરીક્ષાની તૈયારી કરતાં લોકો માટે સારો સમય. કોર્ટના કામોમાં લાભ થશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી જોવા મળે તેવી શક્યતા છે.

સ્વાસ્થ્યમાં સુધારો શક્ય છે. વાહનની ખરીદી અને વેચાણ કરવાથી વિશેષ લાભ નહીં થાય. વૈવાહિક જીવનમાં સામન્જસ્ય ઘટશે. પ્રણય સંબંધમાં નીકટતા વધશે.

મિથુન

image source

આ સપ્તાહ સામાન્ય નહીં હોય. કારણવિના થયેલા પ્રવાસ પરેશાન કરશે. સ્ત્રીઓથી દૂર રહેવું. રાઈનો પર્વત બનાવવાની આદતથી દૂર રહેવું. કમરના દુખાવાની ફરિયાદ દૂર થાય તેવી સંભાવના. ધનભાવનો સમય છે.

નવો વ્યવસાય શરુ કરવા માટે યોગ્ય સમય નથી. નોકરી કરતાં લોકો માટે નોકરી બદલવાની ઉત્તમ તક. વૈવાહિક જીવનમાં સમસ્યા થઈ શકે. પ્રેમ સંબંધો માટે ઉત્તમ સમય.

કર્ક

image source

આ રાશિના જાતકો માટે સપ્તાહ શુભ. પિતાનો સહયોગ જીવનમાં પરિવર્તન લાવશે. પરીક્ષાની તૈયારીમ કરનાર જાતકો માટે સફળતા લાવનાર સમય. આર્થિક સ્થિતિ સુધરશે.

શારીરિક સુખનો અનુભવ થશે. નોકરીમાં લોકો માટે ઉન્નતિના અવસર પ્રાપ્ત થશે. વ્યવસાયમાં રોકાણ માટે ઉત્તમ સમય. દાંપત્યજીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે.

સિંહ

image source

આ રાશિના જાતકો માટે સપ્તાહ સામાન્ય નથી. મિત્રોનો સહયોગ મળશે. શત્રુઓથી સાવધાન રહેવું. મનની વાત પર ધ્યાન આપવું. સંતાન તરફથી મન વ્યથિત રહે. આર્થિક સ્થિતિના સુધારો થવામાં બાધા નડશે.

ડાયાબિટીસના રોગીઓ પોતાનું ધ્યાન રાખવું. નોકરીમાં પ્રગતિના અવસર મળશે. પોતાના જીવનસાથી સમક્ષ પ્રેમ વ્યક્ત કરો. પ્રેમમાં પ્રગતિ થશે.

કન્યા

image source

આ સપ્તાહ સામાન્ય રહેશે. પિતાનો સહયોગ માનસિક રીતે તમને મજબૂત બનાવશે. આ સમયે જાતકોને ભાગ્ય ભરપૂર સાથ આપશે. માન,સન્માનમાં વૃદ્ધિ થશે. પેટની સમસ્યા હોય તેવા લોકોને રાહત મળશે.

વૈવાહિક જીવનમાં અસંતોષનો માહૌલ રહેશે. સામાજિક દાયિત્વોની પૂર્તિ થશે.

તુલા

image source

આ રાશિના જાતકો માટે સમય સારો રહેશે. વિપરિત લિંગના સહયોગથી લાભ થશે. ખાસ મિત્ર સાથે મુલાકાત થવાથી લાભ થશે. આકર્ષક વર્તન અન્યને તમારી તરફ આકર્ષિત કરશે. નોકરી કરવાવાળાએ સંયમ રાખવો.

જીવનસાથીનો સહયોગ મળશે. પ્રેમમાં પ્રેમીજન સારો સમય પસાર કરી શકશે.

વૃશ્ચિક

image source

આ સપ્તાહ સામાન્ય રહેશે. વ્યાપારિક તેમજ વ્યવસાયિક સંદર્ભમાં દિવસ ખરાબ જશે. દિવસની યોજના યોગ્ય રીતે તૈયાર કરો. નોકરીમાં બોસ સાથે સંબંધ સુધરશે. પરિવાર ને સમય આપવો. દાંપત્યજીવનમાં આપસી સહયોગ વધશે.

ધન

image source

આ રાશિના જાતકો માટે સમય સામાન્ય રહેશે. વૈવાહિક જીવનમાં નિજતા પર ધ્યાન આપવું. પરિવારમાં શુભ સમાચાર મળશે જેથી ખુશીનો માહોલ રહેશે. નિર્ધન વ્યક્તિઓ પ્રત્યે દયાભાવ રહેશે. આર્થિક સ્થિતિ ઠીકઠાક રહશે.

મકર

image source

સપ્તાહ મધ્યમ રહેશે. અટકેલા કામ સફળ થશે. ઘરમાં કોઈ મહેમાન આવશે અને વાતાવરણ હર્ષોલ્લાસથી છલકાઈ જશે. વૈવાહિક જીવનમાં અસમંજસની સ્થિત રહેશે. ભાગ્યના ભરોસે બેસી ન રહેતા. સપ્તાહના અંત સુધીમાં સ્થિતિ સુધરશે.

કુંભ

image source

આ રાશિના જાતકો માટે સામાન્ય સપ્તાહ હશે. રોજના કાર્યો કરવામાં અસમર્થતા અનુભવાશે. પ્રેમ સંબંધોમાં વિવેક જાળવવો. દીર્ધાવધિમાં કામકાજની યાત્રા થશે જેનાથી લાભ થશે. માન વધશે. ઉધાર લેવાનું ટાળવું. સાંધાના દુખાવાની ફરિયાદ થઈ શકે. સંતાન પ્રાપ્તિથી દાંપત્યજીવન ખુશહાલ થઈ શકે.

મીન

image source

આ રાશિના જાતકો માટે સપ્તાહ મધ્યમ રહેશે. આદત અને જરુરિયાતો પર કાબૂ રાખવો. પૈસા મનોરંજન પર ખર્ચ ન કરવો. અટકેલું ધન પરત મળશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે.

વ્યાપારમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં પ્રગતિ થશે. પ્રેમીયુગલ બહાર જવાની યોજના બનાવી શકે છે. આ સમયમાં દુખાવાથી રાહત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ