ઘરે બનાવેલુ સનસ્ક્રીન લોશન વાળને કરી દે છે થોડા દિવસોમાં જ સિલ્કી, બનાવો આ રીતે તમે પણ…

વાળને પણ જરૂર છે સનસ્ક્રીનની

શું તમે જાણો છો કે જેવી રીતે તમારી ત્વચાને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા માટે સારા સન સ્ક્રીન લોશનની જરૂર પડે છે એવી જ રીતે તમારા વાળને પણ સૂર્યના કિરણોની આડઅસરથી ઝાંખા અને બેજાન બનતા રોકવા માટે એને પણ સન સ્ક્રીન લોશનની જરૂર છે.

image source

લાંબો સમય તડકામાં ખુલ્લા રહેતા વાળની ચમક ઓછી થાય છે ,એનો રંગ પણ આછો થાય છે અને બાહ્ય પ્રદૂષણની અસર વાળ ઉપર પણ પડે છે. માટે વાળને પણ બાહ્ય વાતાવરણથી બચાવવા એટલા જ જરૂરી છે જેટલી આપણી ત્વચાને બચાવવી જરૂરી છે.

અને હા, વાળની રક્ષા માટે સનસ્ક્રીન લોશન બનાવવા માટે જરૂરી નથી કે કોસ્મેટિક પ્રોડક્ટ્સ જ વાપરવા.કેટલાક ઘરેલુ ઉપાયો દ્વારા પણ સરળતાપૂર્વક સનસ્ક્રીન લોશન બનાવી શકાય છે.

image source

હેર એક્સપર્ટ અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર અરવિંદ પોસવાલે ઘરમાં જ વાળ માટે સન સ્ક્રીન લોશનની બનાવવાના કેટલાક સરળ ઉપાયો દર્શાવ્યા છે.

એગ.

image source

વાળમાં પ્રોટીનની ઉણપ જણાય,વાળ સૂકા અને ફીક્કા દેખાય, વચ્ચેથી તૂટતા દેખાય તો ઍગ વાળ માટે ઉત્તમ ઉપાય છે.ઉપરાંત બદામનું તેલ અને મધ પણ વાળનું લસ્ટ૨ જાળવી રાખે છે.

એગમાંથી સન સ્ક્રીન લોશન બનાવવાની રીત.

image source

– એક ઈંડાનો અર્ક ,બે ચમચી બદામનું તેલ અને ૧ ચમચી મધને એક બાઉલમાં બહુ જ સારી રીતે મિક્સ કરી દેવું.તેને માથામાં સારી રીતે લગાવી ને પંદરથી વીસ મિનિટ સુધી રાખવું.ત્યારબાદ વાળમાં શેમ્પૂ કરવું.

– ટી ટ્રી ઓઇલ અને લીંબુના રસનું મિશ્રણ પણ વાળ માટે સારામાં સારું સુરક્ષાકવચ સાબિત થાય છે.લીંબૂમાં રહેલું વિટામીન-સી વાળને સૂરજના કિરણોની આડઅસરથી બચાવે છે.જ્યારે ટી ટ્રી ઓઇલ વાળના મૂળ સુધી પહોંચી અને વાળને મજબૂત બનાવે છે.

image source

– ટી ટ્રીઓઇલ ના 15 થી 20 ટીપાં અને ૧ લીંબુનો રસ સારી રીતે મિક્સ કરીને વાળના મૂળમાં તેમજ વાળ પર છેડા સુધી લગાવવું.15 20 મિનિટ બાદ વાળમાં શેમ્પૂ કરી શકાય છે.

– ઓલિવ ઓઈલ, વિટામિન ઈ ઓઈલ અને એગના મિશ્રણ થી પણ સારું સનસ્ક્રીન તૈયાર કરી શકાય છે.

image source

– ઓલિવ ઓઈલ એંટીઓક્સીડેંટ છે, જે વાળની ત્વચાને સ્વસ્થ રાખે છે.ઉપરાંત વાળના મૂળમાં બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં પણ ઓલિવ ઓઈલ ઉપયોગી છે .તે વાળને સારુ કન્ડિશનર પૂરું પાડે છે.

– વિટામિન ઈ ઓઈલ કુદરતી સન સ્ક્રિન છે .જે વાળને ડેમેજ થતાં બચાવે છે.જ્યારે એગ વાળની ડ્રાયનેસ દૂર કરી વાળને પ્રોટીન પૂરું પાડે છે.
વાળને લાંબા અને ચમકદાર અને મજબૂત બનાવે છે.

image source

– બે ચમચી વિટામિન ઈ ઓઈલ ,એક ઈંડા નો અર્ક તેમજ એક ચમચી ઓલિવ ઓઈલ આ મિશ્રણને વાળમાં લગાવી 30 મિનિટ પછી વાળમાં શેમ્પૂ કરવું

– નાળિયેરનું દૂધ તેમજ લેવેન્ડર એસેન્શિયલ ઓઈલ પણ વાળની સ્વસ્થતા માટે અત્યંત ઉપયોગી છે.આમ તો આપણે સૌ જાણીએ છીએ કે કોપરેલ તેલ વાળ માટે ઉત્તમોત્તમ ગણવામાં આવે છે.પણ નાળિયેરના દૂધના અન્ય ગુણોથી આપણે અજાણ છીએ.

image source

– નાળિયેરના દૂધ માં ફેટી એસિડ, વિટામિન બી, સી અને ઈ ભરપૂર માત્રામાં મળે છે, વિટામિન બી ,સી અને ઈ વાળની સ્વસ્થતા માટે આવશ્યક ઘટક તત્વો છે.

આ પોષક તત્વો વાળને લાંબા અને ચમકદાર તો રાખે જ છે ઉપરાંત માથામાં થતો ખોડો પણ દૂર કરે છે.તેમા લેવેન્ડર ઓઈલ નું મિશ્રણ કરવાથી બાહ્ય પ્રદૂષણ તેમજ સૂર્યના તડકા સામે વાળને રક્ષણ મળે છે.

image source

– 1 કપ નાળિયેરના દૂધ માં સાત-આંઠ ટીપા લેવેન્ડર ઓઈલનું મિશ્રણ કરી વાળમાં લગાવી એક કલાક બાદ વાળને શેમ્પૂથી ધોઈ લેવા.

image source

– એલોવેરા એટલે કુંવારપાઠું માત્ર ત્વચા માટે જ નહી પણ વાળ માટે પણ ઉપયોગી છે.એલોવેરા જેલ સાથે મધ મિક્સ કરી વાળના મૂળમાં તેમજ વાળ પર લગાવવાથી વાળનું કન્ડીશનિંગ થાય છે.વાળને આવશ્યક પોષણ મળી રહે છે તેમજ વાળનું મોઇસ્ચરાઇઝર પણ જળવાઈ રહે છે.

image source

આ તમામ ઘરેલુ ઉપાયો વાળને કાળા લિસ્સા અને ચમકદાર બનાવે છે. બાહ્ય પ્રદૂષણ તેમજ તડકા સામે વાળને રક્ષણ પૂરું પાડે છે અને આર્થિક રીતે પણ બજારમાં મળતા મોંઘા કોસ્મેટિક પ્રસાધનોની સરખામણીએ સસ્તા અને આડઅસર વગરના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ