સાપ્તાહિક રાશિફળ : 23થી 29 ડિસેમ્બર દરમિયાન રોમેન્ટિક રહેશે આ રાશિના લોકો

સાપ્તાહિક રાશિફળ : 23થી 29 ડિસેમ્બર દરમિયાન રોમાંટિક રહેશે આ રાશિના લોકો

image source

વર્ષ 2019 પૂર્ણ થવાની તૈયારીમાં છે. વર્ષનું આ અંતિમ સપ્તાહ છે. આ સપ્તાહ દરેક રાશિના લોકોની લવલાઈફમાં પરિવર્તન લાવશે.

તો ચાલો જાણીએ કે આ સપ્તાહ બાર રાશિઓના જાતકો માટે કેવું સાબિત થશે.

મેષ રાશિ

આ સપ્તાહ તમારી લવ લાઈફમાં અત્યંત શુભ સંયોગ લઈને આવશે. પ્રેમમાં પ્રગાઢતા વધશે અને જીવનમાં સુખ તેમજ શાંતિ પ્રાપ્ત થશે.

સપ્તાહના અંતમાં કોઈ વાતને લઈ તમે ચિંતામાં રહી શકો છો. તમે અભિમાનથી બચશો તો વધારે શાંતિ મળશે.

વૃષભ રાશિ

પ્રેમ સંબંધમાં વાતચીત દ્વારા સ્થિતિઓને સાચવવાનો પ્રયત્ન કરવો. ત્યારે જ સુખ અને શાંતિ મળશે.

તમે કરેલા પ્રયત્નો સપ્તાહના અંત સુધીમાં સારા પરિણામ લાવશે. તમારા સંબંધો મજબૂત થશે અને પાર્ટનર સાથે વધારે રોમાંટિક રહેશો. નકારાત્મક વિચારોથી દૂર રહેવું.

મિથુન રાશિ

લવ લાઈફમાં રોમાંસ ધીરેધીરે વધશે. પ્રેમ પ્રસંગ સુખદ અનુભવ લાવશે. સપ્તાહના અંતમાં આનંદ પ્રાપ્ત થશે.

વર્ષના છેલ્લા દિવસોમાં તમારા સંબંધ અંતરંગ બનશે. નવા નવા સંબંધો હશે તે અતિઉત્સાહિત રહેશે અને પાર્ટનર સાથે સુખદ સમય પસાર કરશે. ખરીદી, મનોરંજન પર ખર્ચ થશે.

કર્ક રાશિ

આ સપ્તાહમાં તમને પ્રેમ સંબંધોમાં તાણનો સામનો કરવો પડી શકે છે. કોઈના દબાણમાં આવી કોઈ અનૈતિક નિર્ણય ન લેવો.

બહારના હસ્તક્ષેપથી દૂર રહો. લવ લાઈફમાં સુખ અને શાંતિ રહેશે. મનદુખ થઈ શકે છે.

સિંહ રાશિ

પ્રેમ સંબંધમાં શાંતિનો અનુભવ થશે. પરંતુ જો સાવચેત નહીં રહો તો મનદુખ થઈ શકે છે. સપ્તાહના અંતમાં સુખદ સમય પસાર કરી શકશો.

લવ લાઈફના ભવિષ્ય વિશે વિચારી પગલાં ભરવા. સપ્તાહના છેલ્લા 2 દિવસોમાં સોમાંટિક જણાશો.

કન્યા રાશિ

પ્રેમ સંબંધમાં સુકૂન અને શાંતિ રહેશે. સપ્તાહની શરૂઆતમાં ખુશીના સમાચાર પ્રાપ્ત થશે. જો કે કોઈ નિર્ણય લેવામાં અસમંજસતા રહેશે.

કયા નિર્ણય પર આગળ વધવું તે સમજી શકાય નહીં.

તુલા રાશિ

થોડી સુજબુજ રાખશો તો જીવનમાં રોમાંસ આવશે. જીવનમાં શાંતિ પ્રાપ્ત થશે અને ધીરે ધીરે પ્રેમનો અને સુખનો અનુભવ થશે.

આ સપ્તાહમાં તમે કરેલા પ્રયત્નો સફળતા અપાવશે. વૈવાહિક જીવનમાં તાલમેલ રહેશે.

વૃશ્ચિક રાશિ

સપ્તાહની શરૂઆતમાં લવ લાઈફ ધીમી ગતિથી ચાલશે અને સ્થિતિઓ શુભ બની રહેશે. સકારાત્મક વિચારો રાખવા.

જો કોઈ વ્યક્તિ પસંદ નથી તો તેને જણાવી દો. આવનાર સમય સુખદ રહેશે.

ધન રાશિ

આ સપ્તાહમાં જીવનના તમામ સુખ પ્રાપ્ત થશે. કોઈ પિતૃતુલ્ય વ્યક્તિ આગળ આવી મદદ કરશે. મહિલા વર્ગથી મદદ મળશે. જીવનસાથી સાથેનો પ્રેમ વધશે.

મકર રાશિ

લવ લાઈફને લઈ શાંતિ અને સુખ અનુભવશો. સપ્તાહમાં પ્રેમ અને સૌહાર્દ વધશે. સપ્તાહના અંત સુધીમાં હળવા અનુભશો. જીવનમાં સુખ અનુભવ થશે.

કુંભ રાશિ

પ્રેમ સંબંધમાં સાધારણ સ્થિતિઓ જળવાયેલી રહેશે. આમ તો સમય શાંતિભર્યો રહેશે. સપ્તાહના અંત સુધીમાં લવ લાઈફમાં પ્રેમ વધશે.

મીન રાશિ

સપ્તાહની શરૂઆતમાં કોઈ મહિલાના કારણે લવ લાઈફમાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. કોઈ નિર્ણય સુધી પહોંચવામાં સમય લાગશે.

વિચારોમાં મન અટવાયેલું રહેશે. સપ્તાહના અંતમાં વાતચીતથી સમસ્યાઓનો અંત આવશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ