આ ફેમસ જગ્યા પર માણસો નહિં પણ બિલાડીઓ રહે છે દાદાગીરીથી, અને પછી કરે છે કંઇક એવુ કે..

માણસને પશુઓ પ્રત્યે લાગણી હોવી એ ઘણા જુના સમયથી ચાલ્યું આવે છે. ફક્ત લાગણી જ નહીં પરંતુ ઘણા લોકોને પોતાના જીવથી પણ વધુ પોતાના પાલતુ પશુ વહાલા હોય છે.

અલગ અલગ પશુઓ પણ પોતાને મળતા નિસ્વાર્થ પ્રેમ અને સહાનુભૂતિને પોતાની રીતે વફાદારી નિભાવી પરત કરે જ છે.

માણસો અને પશુઓના આ પરસ્પરના પ્રેમ વિશે અનેક બૉલીવુડ ફિલ્મો પણ બની ચુકી છે. જેકી શ્રોફ અભિનીત તેરી મહેરબાનીયાં તો હાથી મેરે સાથી સૌ કોઈએ જોઈ જ હશે.

image source

છેલ્લે અક્ષય કુમાર અભિનીત એન્ટરટેઇન્મેન્ટ પણ એક ડોગી પર કેન્દ્રિત ફિલ્મ હતી.

વફાદારી નિભાવવામાં જ્યાં ડોગી નું સ્થાન પ્રથમ ક્રમાંકે છે તેમ સ્વચ્છતા અને પ્રેમાળ સ્વભાવ વાળા અને ઘરની અંદર રાખી શકાય તેવા પશુઓમાં બિલાડી પણ મોખરાનું સ્થાન ધરાવે છે.

image source

જો તમને યાદ હોય તો જ્યારે આપણે ભણતા ત્યારે શાળામાં ” એક બિલાડી જાડી, લાગે મોટી પાડી.. ” કવિતા પણ ગાતા.

ખેર, આજે અમે તમને વિશ્વની એક એવી જગ્યા વિશે જણાવવાના છીએ જ્યાં એટલી બધી બિલાડીઓ રહે છે કે ન પૂછો વાત.

તો એ જગ્યા ક્યાં આવેલી છે ? અને ત્યાં આટલી બધી બિલાડીઓ હોવાનું કારણ શું છે ? આવો જરા વિસ્તારથી વાત કરીએ.

જાપાનમાં છે આ અનોખી જગ્યા

જાપાન દેશમાં આવેલું ઓશીમા દ્વીપ વિશ્વનું એક એવું સ્થાન છે જ્યાં માણસો કરતા વધુ બિલાડીઓ વસવાટ કરે છે.

અહીં લગભગ 1000 જેટલી બિલાડીઓ રહે છે જેની સરખામણીમાં લોકોની સંખ્યા માંડ 10 ટકા જેટલી છે.

image source

એક સમય હતો જ્યારે આ દ્વીપ માણસોથી ખૂબ હાર્યોભર્યો હતો પરંતુ આ દ્વીપ હોવાથી અને ત્યાં હોસ્પિટલ, સ્કૂલ, બજાર જેવી મૂળભૂત સુવિધાઓ પણ ન હોવાથી ધીમે ધીમે લોકો અહીંથી સ્થળાંતર કરી અન્ય શહેરોમાં રહેવા લાગ્યા. હવે અહીં આંગળીના વેઢે ગણી શકાય એટલા માણસો રહે છે.

આ કારણથી બિલાડીની સંખ્યા વધતી જ ગઈ

વિશ્વયુદ્ધ બાદ આ વેરાન દ્વીપ પર અમુક લોકો આવ્યા અને અહીં વસવાટ શરૂ કર્યો. તે સમયે તેમનો મુખ્ય વ્યવસાય માછલી પકડવી અને કપડાનો હતો.

image source

કપડાનો વ્યવસાય કરતા લોકો માટે અહીંના ઉંદરો મોટી સમસ્યા બન્યા. ઉંદર તેમના કપડાઓ કાતરી જતા જેથી ઉંદરોનો ઉત્પાત બંધ કરવા તેઓએ બિલાડીને પાળવાનું ઠીક સમજ્યું.

દ્વીપ પર અનેક લોકો બિલાડીઓ પાળવા લાગ્યા અને ઉંદરોનો ત્રાસ પણ ઘટવા લાગ્યો.

પરંતુ જેમ ઉપર જણાવ્યું તેમ અહીં મૂળભૂત સુવિધાઓના અભાવે લોકો પોતાની ઘરવખરી લઈ અન્ય શહેરોમાં સ્થળાંતર કરવા લાગ્યા અને બિલાડીઓ છોડતા ગયા.

image source

હવે બિલાડી એક એવું પશુ છે જે એક સમયે બે-ત્રણ કે ચાર બચ્ચાઓને જન્મ આપે છે. આ ગણિત મુજબ અહીં બિલાડીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધવા લાગી.

હવે સ્થિતિ એ છે કે આ દ્વીપ પર માણસો કરતા બિલાડીઓની વસ્તી વધુ છે. આ કારણથી આ દ્વીપને “આઇલેન્ડ ઓફ કેટ” એટલે બિલાડીઓના દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ