તમારા BFના કપડા પહેરીને ભગાડી દો આ મોટી બીમારીને..

બોયફ્રેન્ડ ના કપડાં પહેરવાથી માનસિક તાણ દૂર થાય છે.

શું તમે કોઈ દિવસ તમારા બોયફ્રેન્ડ ના કપડાં પહેર્યા છે ? નથી પહેર્યા ? તો આજથી ચાલુ કરી દો.કારણ જાણો છો તાજેતરમાં થયેલા સંશોધન મુજબ બોયફ્રેન્ડના કપડાં પહેરવાથી માનસિક તાણ દૂર થાય છે.

image source

નવાઈ લાગે તેવી વાત છે ને ?પણ સંશોધનમાં સાબિત થયેલી વાત છે.એટલે ગર્લફ્રેન્ડ માટે આ સંશોધન ખુશખબર લઈને આવ્યું છે.બોયફ્રેન્ડ ના કપડા પહેરવાથી માનસિક તાણ તો દૂર થાય છે જ પરંતુ તાજગીસભર અનુભૂતિ પણ થાય છે.એ સત્ય છે કે પોતાનો સાથી દૂર હોય તો એકલવાયું લાગે જેને કારણે કાર્યક્ષમતા પર પણ અસર પડે.ત્યારે તેની ચીજ વસ્તુઓ સાથે સમય વિતાવવાથી એકલતા દૂર થાય છે.

image source

બ્રિટિશ કોલંબિયાની યુનિવર્સિટીના સંશોધન મુજબ જો તમે એકલતા અનુભવો છો અને એકલતાને કારણે તમે તાણમાં રહો છો તો પાર્ટનરના કપડાં પહેરવાથી પાર્ટનર પાસે હોવાનો અહેસાસ થાય છે.એકલતા દૂર થાય છે.અને તેને કારણે અનુભવાતી તાણ પણ દૂર થાય છે.

image source

બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીએ કેટલીક મહિલાઓને ત્રણ પ્રકારની સુગંધ વાળા કપડા પહેરવા આપ્યા જેમાં એક તેમના પાર્ટનરનું કપડુ હતું અને બાકીના બે અજાણ્યા લોકોના કપડા હતા.મહિલાઓને આ કપડા આપવામાં આવ્યા તેના 24 કલાક પહેલા આ કપડા તેમના પાર્ટનરને આપવામાં આવ્યા હતા. જેથી તે કપડાં પહેરીને તેમાં તેઓ પોતાના શરીરની સુગંધ મૂકી શકે.

image source

મહિલાઓએ કપડાં પહેર્યા બાદ તેમને એક મુક ઈન્ટરવ્યૂ અને માનસિક કામ આપવામાં આવ્યું.જે મહિલાઓએ તેમના પાર્ટનરને કપડાં પહેર્યા હતા તે મહિલાઓએ વધુ કૌશલ્ય પૂર્વક તેમનું કામ પૂર્ણ કર્યું હતું.જ્યારે અન્ય કપડા પહેરનાર મહિલાઓ તણાવગ્રસ્ત જણાઈ હતી.એટલું જ નહીં તેમને સોંપવામાં આવેલા કામ કરતી વખતે તેમણે થાક ની અનુભૂતિ કરી હતી. ઉપરાંત તેમની માનસિક તાણમાં પણ વધારો થયો હતો.

image source

પર્સનલ સોશિયલ સાયકોલોજીના અભ્યાસ અંતર્ગત જાણવા મળ્યું છે કે ઘણી વખત એકલા થયેલા લોકો ખાતો પાર્ટનરના કપડાં પહેરે છે અથવા તો સૂતી વખતે તેઓ પાર્ટનર તરફની બાજુએ ફરીને સૂઈ જાય છેઆવી ટેવો હોવા પાછળ ચોક્કસ કારણો છે.કહેવાય છે કે દરેકના શરીરને પોતાની એક સુગંધ હોય છેપાર્ટનરની ગેરહાજરીમાં તેના કપડાં પહેરવાથી અથવા તો તેની તરફ ફરીને સૂવાથી તેની સુગંધ ની અનુભૂતિ થાય છે જેને કારણે પોતાનો સાથે પોતાની નજીક હોવાનો અહેસાસ થાય છે.

image source

સંશોધકોના મત મુજબ પાર્ટનર ના કપડા પહેરવાથી પાર્ટનર નજીક હોવાની અનુભૂતિ થાય છે,તાજગી વર્તાય છે અને માનસિક તાણમાં પણ ઘટાડો થાય છે. પાર્ટનરના કપડા તેની સાથે જોડાયેલી યાદો ને પણ જીવંત કરે છે જે સુખની અનુભૂતિ કરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ