બેબી બમ્પ સાથે તમારા લુકને આ રીતે કરી દો ચેન્જ…

પ્રેગ્નન્સિ દરમિયાન તમારા બેબીબંપને એલિગન્ટલી ફ્લોન્ટ કરો

ગર્ભાવસ્થા એ સ્ત્રીના જીવનનો ખુબ જ અનોખા અનુભવોથી ભરેલો સુંદર કાળ હોય છે. સ્ત્રી હંમેશા પોતાના દેખાવને લઈને સજાગ રહે છે. પણ પ્રેગ્નન્સી દરમિયાન તે થોડી સુસ્ત થઈ જાય છે અને ક્યારેક ક્યારેક નિરસ પણ થઈ જાય છે પણ તમારે તમારા પ્રેગ્નન્સી પિરિયડને પણ તેટલું જ એન્જોય કરવાનું છે, માટે જ તમારે તમારા લૂક સાથે પણ કોઈ જ કોમ્પ્રોમાઇઝ ન કરવા જોઈએ. એવું કોણે કહ્યું કે બેબી બંપ સાથે તમે એલિગન્ટ ન દેખાઈ શકો. શું તમે તમારા દેખાવને લઈને મુંઝવણમાં છો તો અમે તમને જણાવીશું કે પ્રેગ્નન્સી દરમિયાન તમારે તમારી જાતને કેવી રીતે વ્યવસ્થિત પ્રેઝન્ટેબલ રાખવી.

image source

સૌ પ્રથમ તો તમારા કંફર્ટને જ ધ્યાનમાં રાખવો

સામાન્ય સંજોગોમાં તમે થોડા ઘણા અનકંફર્ટેબલ રહીને પણ તમને ગમતાં વસ્ત્રો પહેરી શકો છો પણ પ્રેગ્નન્સી દરમિયાન તમારે તમારા દેખાવને પસંદ કરતી વખતે સૌથી પહેલી પ્રાથમિકતા તમારા કન્ફર્ટને જ આપવાની છે. જો તમે ટાઇટ વસ્ત્રોમાં કમ્ફર્ટેબલ હોવ તો તેમ અને જો તમને ખુલતા વસ્ત્રો પહેરવા પસંદ હોય તો તમે તે પણ પહેરી શકો છો.

image source

આ સમય દરમિયાન તમે શર્ટ ડ્રેસીસનો પણ ઉપયોગ કરી શકો છો જે તમે બાળકને જન્મ આપ્યા બાદ પણ પહેરી શકશો. તેને તમે પેન્ટ કે સ્કર્ટ પર પણ પહેરી શકો છો અથવા તો તમારા આઉટફીટના એક લેયર તરીકે પણ પહેરી શકો છો. માત્ર વસ્ત્રો જ નહીં પણ તમે તમારી એસેસરિઝ દ્વારા પણ તમારા લૂકને અલગ દર્શાવી શકો છો.

વસ્ત્રના મટીરીયલની પસંદગી પર ખાસ આપો ધ્યાન

પ્રેગ્નન્સી દરમિયાન તમે કેટલાક ફેબ્રિકમાં કમ્ફર્ટેબલ રહો છો તો કેટલાકમાં નથી રહેતાં. કેટલાક શરીરને ચોંટી જાય તેવા હોય છે તો કેટલાક ખુલતા રહે છે તો વળી કેટલાક ખુબ જ પાતળા હોય છે તો કેટલાક ખુબ જ જાડા હોય છે કેટલાક ફેબ્રિકમાં અકળામણ પણ થતી હોય છે.

image source

માટે પ્રેગ્નન્સી દરમિયાન તમારે એવા જ વસ્ત્રો પસંદ કરવા જેનું કાપડ મુલાયમ અને કમ્ફર્ટેબલ હોય છે. આમ કરવાથી તમે તમારા કમ્ફર્ટ સાથે સ્ટાઇલીસ દેખાશો અને તમને તેનાથી કોઈ સ્ટ્રેસ પણ નહીં થાય. બની શકે કે ગર્ભાવસ્થા દરમિયાન પેન્ટ પેરવાથી તમને અકળામણ થાય તો તેની જગ્યાએ તમે સ્કર્ટ, મેક્સિ કે પછી ફ્રોક પણ પહેરી શકો છો જે તમારા લૂકને ઓર વધારે નીખારશે.

તમારા વસ્ત્રોની પેટર્ન સાથે પ્રયોગો કરો

image source

તમારે હંમેશા તમારા વસ્ત્રોની પેટર્ન સાથે પ્રયોગો કરતા રહેવું જોઈએ. ઘરમાં કોઈ પ્રસંગ હોય કે પછી કોઈ ઉત્સવ હોયતો તમે ઘેરવાળો અનારકલી પહેરી શકો છો. આ સિવાય તમે સ્ટ્રેઇટ વસ્ત્રો પણ સામાન્ય પ્રસંગોમાં પહેરી શકો છો. આ સિવાય તમે ઘેરવાળુ સ્કર્ટ અથવા તો મેક્સી પણ પહેરી શકો છો. અથવા પેન્ટ ઉપર સોફ્ટ મટીરીયલ વાળુ સુંદર શર્ટ પણ પહેરી શકો છો.

પ્રેગ્નન્સી દરમિયાન તમારા વસ્ત્રોને લઈને તમારે જરા પણ ચિંતિત ન થવું

image source

પ્રેગ્નન્સી દરમિયાન કોઈ પણ નિર્ણય લેતી વખતે તમારે જરા પણ સ્ટ્રેસ ન લેવો જોઈએ. પ્રેગ્નન્સી માત્ર નવ મહિના જ રહેવાની છે અને આટલો બધો સ્ટ્રેસ લઈને પસંદ કરેલા વસ્ત્રો તમે માત્ર તેટલો જ સમય પહેરી શકવાના છો. માટે તેની પાછળ વધારે સમય ન બગાડવો કે વધારે ચિંતા ન કરવી કે પછી વધારે ખર્ચો પણ ન કરવો. તમારે તો બસ તમારી ગર્ભાવસ્થાને એન્જોય કરવાની છે મનભરીને જે ગમે તે ખાવાનું છે અને હેલ્ધી રહેવાનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ