આ રીતે કરો પ્રધાનમંત્રી વય વંદન યોજનામાં અરજી, અને મેળવો અનેક લાભ..

વરિષ્ટ નાગરિકો માટે અત્યંત ઉપયોગી એવી પ્રધાનમંત્રી યોજના વિષે જાણો, વૃદ્ધાવસ્થામાં તમને આર્થિક રીતે સ્વતંત્ર રાખતી પ્રધાનમંત્રી યોજના

ભારત સરકાર તેમજ રાજ્ય સરકારો દ્વારા નાગરિકની સહાય હેતુ ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેમાંની મોટા ભાગની યોજનાઓ વિષે સામાન્ય જનતાને પુરતી જાણકારી નથી હોતી. જેમ મહિલાઓ માટે, કન્યાઓ માટે, કન્યા જન્મ માટે, કન્યાઓના ભણતર માટે તેમજ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે વિવિધ સરકારી યોજનાઓ છે તેવી જ રીતે સરકારે થોડા સમય પહેલાં એક નવી યોજના બહાર પાડી છે જે દેશના વૃદ્ધો માટે છે.

image source

આ યોજનાનું નામ છે વય વંદન યોજના જે આમ તો ઘણા લાંબા સમયથી ચાલી રહી છે પણ તાજેતરમાં તેમાં કેટલાક પરિવર્તન કરવામાં આવ્યા છે. આ યોજનામાં ભારતના નાગરિકે કેટલુંક લીમીટેડ રોકાણ કરવાનું હોય છે અને તેના બદલામાં તેમને વૃદ્ધાવસ્થામાં પેન્શન આપવામાં આવે છે પણ તાજેતરમાં તેમાં બદલાવ લાવીને તે રોકાણની મર્યાદા વધારીને ડબલ કરી દેવામાં આવી છે અને તેના કારણે વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને 10000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળી શકે છે. હવે તમને વિગતે આ યોજના વિષે જણાવીએ.

પ્રધાનમંત્રી વય વંદન યોજના

image source

પ્રધાનમંત્રી વય વંદન યોજના તેમાં નોંધણી કરાવનાર સિનિયર સિટિઝનને 8% સુધીનું રીટર્ન મળે છે. આ યોજના માટે સિનિયર સિટિઝનની ઉંમર 60 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 60 ઉપર ગમે તેટલી હોઈ શકે છે. આ યોજના હેઠળ અરજકર્તાને દર મહિને, ત્રણ મહિને કે પછી છ મહિને અથવા તો વર્ષના આધારે પેન્શન આપવામાં આવે છે.

યોજનામાં રોકાણની રકમ કરવામાં આવી ડબલ

image source

પહેલાં આ યોજના જ્યારે શરૂ થઈ તે વખતે સિનિયરસિટિઝન માત્ર 7.5 લાખનું જ રોકાણ કરી શકતા હતા જ્યારે હવે તે રોકાણની રકમ ડબલ કરી દેવામાં આવી છે એટલે કે 60 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝન તેમાં 15 લાખ સુધીનું રોકાણ કરીને મહિનાનું 10 હજાર સુધીનું પેન્શન મેળવી શકે છે.

image source

2014માં આ યોજનાનો લાભ 3.11 લાખ વરિષ્ઠ નાગરિકોએ લીધો છે. ત્યાર બાદ 2018ના માર્ચ મહિના સુધીમાં આ યોજનાનો લાભ 2.23 લાખ લોકોએ લીધો હતો. આ યોજના હેઠળ સિનિયર સિટિઝનને દસ વર્ષ સુધી ગેરેન્ટીથી પેન્શન આપવામાં આવે છે. આ પોલીસી શરૂઆતમાં ખુબ જ નાના ગાળા માટે લોન્ચ કરવામાં આવી હતી પણ હાલ તેને માર્ચ 2020 સુધી વધારવામાં આવી છે.

કેવી રીતે અરજી કરવી

ઉપર જણાવ્યું તેમ 60 વર્ષથી ઉપરની વ્યક્તિ આ યોજના હેઠળ અરજી કરી શકે છે. તેના માટે તે ફોર્મ ભરીને પણ એપ્લાય કરી શકો છો અને ઓનલાઇન એપ્લિકેશન પણ કરી શકો છો.લ જેની લીંક અહીં આપવામાં આવી છે. http://eterm.licindia.in/onlinePlansindex/pmvvymain.do

image source

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

  • પાન કાર્ડની કોપી
  • એડ્રેસ પ્રુફ માટે આધાર અથવા તો પાસપોર્ટની કોપી
  • જે ખાતામાં પેન્શન જમા કરાવવાનું હોય તે બેંક પાસબુકના પહેલાં પાનાની કોપી
image source

શા માટે આ યોજના છે લાભ દાયક

હાલ બેંકમાં ફિક્સ ડીપોઝીટના વ્યાજનો દર 6થી 7 ટકા ચાલી રહ્યો છે જ્યારે સેવિંગ અકાઉન્ટનો વ્યાજનો દર 3થી 4 ટકા છે તેની સામે તમને અહીં પ્રધાનમંત્રી વયવંદન યોજનામાં ઇનવેસ્ટ કરવાથી 8 % સુધીનું વળતર મળી રહ્યું છે. જો તમારી પાસે પણ આ યોજનામાં રોકાણ કરવા જેટલા રૂપિયા હોય તો તમે પણ વધારે વ્યાજ મેળવવા માટે આ યોજનાનો ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ