જૈતુનના તેલના છે અગણિત ફાયદાઓ, જાણો અને કરો તમે પણ આ રીતે ઉપયોગ

ઓલિવ ઓઈલ એટલે કે જૈતુનના તેલની ખાસીયતો

ઓલિવ ઓઈલ એક અત્યંત સ્વાસ્થ્યદાયી તેલ છે. તેનો ઉપયોગ ભોજન તેમજ સલાડ બનાવવામાં તો થાય જ છે પણ તેનો ઉપયોગ કેટલીક બીમારીઓમાં પણ લાભ પહોંચાડે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ સુંદરતા વધારવામાં પણ કરવામાં આવે છે. જો તમે ઓલિવ ઓઈલ વિષે તેમજ તેના લાભો વિષે નહીં જાણતા હોવાથી તેના ઉપયોગને ટાળતા હોવ તો આજે અમે તમને તેના લાભો વિષે જણાવીશું.

image source

– ઓલિવ ઓઇલમાં ફેટી એસિડનું પ્રમાણ પૂરતું હોય છે જે હૃદય રોગના જોખમને તમારાથી દૂર રાખે છે આ ઉપરાંત ડાયાબીટીસના દર્દીઓ માટે પણ તે ઘણું લાભપ્રદ છે, કારણ કે તે શરીરમાં શર્કરાના સંતુલનને જાળવી રાખવામાં મદદ કરે છે. માટે તમે તમારા ભોજનમાં પણ છૂટથી ઓલીવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો.

– એક સંશોધન પ્રમાણે ઓલિવ ઓઈલ આંતરડાના કેન્સરથી બચવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત તે રોગપ્રતિકારક ક્ષમતામાં પણ વધારો કરે છે.

image source

– જો તમે નિયમિત મેકઅપ કરતા હોવ અને મોંઘુ અને કેમિકલયુક્ત મેકઅપ રીમૂવર યુઝ કરતા હોવ તો તેની જગ્યાએ તમે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ત્વચાનો રંગ જાંખો નથી પડતો અને ત્વચાનો ભેજ પણ જળવાઈ રહે છે.

– ઓલિવ ઓઇલમાં એન્ટી ઓક્સીડન્ટનું પ્રમાણ ભરપૂર હોય છે. તેમાં વિટામીન એ, ડી, ઈ, કે અને બીટા કેરોટિનનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી કેન્સરની સામે લડી શકાય છે, તેમજ તેનાથી માનસિક ખામીઓ પણ દૂર થાય છે તેમજ તે તમને જુવાન પણ રાખે છે.

image source

– રોજ ઓલિવ ઓઈલથી ચહેરા પર મસાજ કરવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે, ત્વચાને પુરતું મોઇશ્ચર મળી રહે છે અને ત્વચા કાંતિવાન બને છે.

– લાંબા સમય સુધી ઓલીવ ઓઈલને ખોરાકમાં શામેલ કરવાથી શરીરમાં હાજર ચરબી જાતે જ ઓછી થવા લાગે છે. તેનાથી મેદસ્વીતા ઘટી જાય છે તે પણ ખૂબ જ સ્વસ્થ રીતે.

– ઓલીવ ઓઈલના તેલમાં કેલ્શિયમ પણ સમાયેલું હોય છે, માટે જો ભોજન બનાવતી વખતે કે પછી સલાડમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો તમને હાડકાની સમસ્યાઓ નથી થતી.

image source

– ઓલિવ ઓઈલમાં મર્યાદીત પ્રમણમાં ચરબી હોય છે જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ સંતુલિત રહે છે. તેનાથી હૃદયને લગતી બિમારીઓનું જોખમ ઘટે છે.

– ઓલિવ ઓઈલમાં આયર્ન તેમજ એન્ટિઓક્સીડન્ટ્સ ભપૂર હોય છે તેની સાથે સાથે વિટામીન એ, બી, સી, ડી અને ઈ પણ હોય છે જે તમારા વાળ તેમજ ત્વચાને જુવાન રાખે છે. આ તેલમાં ઓલેઇક એસિડ અને ઓએમેગા 9 ફેટી એસિડ પણ સારા પ્રમાણમાં હોય છે.

– ઓલિવ ઓઈલમાં સંતૃપ્ત ચરબી નહીંને માત્ર હોય છે જેનાથી તમારું શુગર લેવલ પણ અંકુશમાં રહે છે. તેને નિયમિત રીતે ખાવાથી જે લોકો ડાયાબીટીસની સીમા પર હોય તેમનું જોખમ 50 ટકા સુધી ઘટી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ