હોસ્પિટલમાં વાજીદ ખાને વગાડ્યો હતો પિયાનો, એક વાર જોશો આ વિડીયો તો વારંવાર થશે જોવાનુ મન

છેલ્લા દિવસોમાં હિન્દી સિનેમા જગતએ સંગીતની દુનિયાના મોટા સ્ટાર વાજીદ ખાનને ગુમાવી દીધા છે. ૧ જુન, ૨૦૨૦ના રોજ મુંબઈની એક હોસ્પીટલમાં ફક્ત ૪૨ વર્ષની નાની ઉમરમાં વાજીદ ખાનએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેતા ઈરફાન ખાન, ઋષિ કપૂર પછી બોલીવુડ ઇન્ડસ્ટ્રી માટે સંગીતકાર વાજીદ ખાનના ચાલ્યા જવું કોઈ શોક કરતા ઓછું હતું નહી.

image source

વાજીદ ખાનના ભાઈ સાજીદ ખાન હજી પણ વાજીદ ખાનના મૃત્યુ થઈ ગયા વિશ્વાસ નથી થઈ રહ્યો. ત્યારે સાજીદ ખાનએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાજીદ ખાનનો એક વિડીયો શેર કર્યો છે જે અત્યાર સુધી કોઈએ જોયો નથી.

image source

વાજીદ ખાનનો આ વિડીયો હોસ્પિટલમાં બનવવામાં આવ્યો હતો. જેમાં વાજીદ ખાન હોસ્પિટલના બેડ પર બેઠા છે અને પોતાના ફોન પર પિયાનો વગાડી રહ્યા છે. સંગીત પ્રત્યેની વાજીદ ખાનની દીવાનગી એટલી વધારે હતી કે વાજીદ ખાન હોસ્પિટલમાં રહેતા હોવા છતાં પણ ગીત અને સંગીત સાથે જોડાયેલ રહ્યા હતા. વાજીદ ખાનના આ વિડીયોની સાથે સાજીદ ખાનએ એક અત્યંત લાગણીશીલ કરી દેનાર એક પોસ્ટ શેર કરતા લખ્યું છે.

વાજીદ ખાનના વિડીયો સાથે સાજીદ ખાન એક પોસ્ટ શેર કરતા લખે છે કે, ‘દુનિયા છૂટી ગઈ, બધું જ છૂટી ગયું, ના તમે ક્યારેય પણ મ્યુઝીકને છોડ્યું, ના મ્યુઝીક તમને ક્યારેય પણ છોડશે. મારો ભાઈ એક લેજેન્ડ છે અને લેજેન્ડ ક્યારેય પણ મૃત્યુ પામતા નથી. હું તમને હમેશા પ્રેમ કરીશ. મારી ખુશીમાં, મારી દુઆઓમાં, મારા નામમાં તમે હંમેશા રહેશો.’

image source

બોલીવુડના પ્રસિદ્ધ સંગીતકાર અને ગાયક એવા વાજીદ ખાનને મુંબઈના વર્સોવા વિસ્તારના કબ્રિસ્તાનમાં સુપુર્દ- એ- ખાક કરવામાં આવ્યા હતા. વાજીદ ખાનને સુપુર્દ- એ- ખાક દરમિયાન સાજીદ ખાનને કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. ભીની આંખો સાથે સાજીદ ખાનએ ભાઈ વાજીદ ખાનને અંતિમ વિદાઈ આપી. આ દુખની ક્ષણોમાં ખુબ જ મુશ્કેલીથી સાજીદ ખાન પોતાને સાંભળી રહ્યા હતા.

image source

બોલીવુડના જાણીતા સંગીતકાર અને સિંગર એવા વાજીદ ખાનના મૃત્યુ થઈ ગયા પછી બોલીવુડના સેલેબ્રીટીસ જેવા કે, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, પ્રીતિ ઝીંટા, સહિત અન્ય કલાકારોએ પોતાનો શોક વ્યક્ત કર્યો હતો. સંગીતકાર અને સિંગર તરીકે પ્રખ્યાત સાજીદ- વાજીદની આ જોડી સલમાન ખાનની ખુબ જ નજીક હતી. સાજીદ- વાજીદની જોડીએ પોતાના કરિયર દરમિયાન સલમાન ખાનની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.

image source

બોલીવુડ ફિલ્મોમાં સાજીદ- વાજીદની જોડીએ વર્ષ ૧૯૯૮માં સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યાં’ થી સાજીદ- વાજીદ જોડીએ બોલીવુડમાં મ્યુઝિક કમ્પોઝર તરીકે ડેબ્યુ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ