દવાઓ વગર આ રીતે દૂર કરી દો સફેદ ડાઘને, મળી જશે રિઝલ્ટ

સફેદ ડાઘ એટલે કે કોઢ થવાનું કારણ અને તેના ઉપચાર

image source

ત્વચા ઉપર નીકળતા સફેદ ડાઘ જેને આપણે કોઢ તરીકે ઓળખીએ છીએ . આ બહુ મોટી સમસ્યા છે. ત્વચાને લગતા રોગ માં સફેદ ડાઘ બહુ જટિલ રોગ છે. મટાડવા મુશ્કેલ છે.

આપણે ઘણા મનુષ્યો જોયેલા જ છે કે જેમના શરીર પર ઠેકઠેકાણે મોટા મોટા સફેદ ધાબા હોય. કેટલાકને તો આખે આખુ શરીર જ કોઢ ગ્રસ્ત થઇ ચૂક્યું હોય છે.

image source

ત્વચાના રંગ પાછળ મેલેનીન જવાબદાર હોય છે જે melanocytes નામના સેલ બનાવે છે.ત્વચાના કોઈપણ ભાગમાં જો આ સેલ નષ્ટ થઈ જાય તો તે બનાવવાનું બંધ કરે છે અથવા તો એ જગ્યા પૂરતા મેલેનીન બંધ થાય છે ત્યારે ત્યાં સફેદ ડાઘ સર્જાય છે.

તેને vitiligo પણ કહેવામાં આવે છે. સફેદ ડાઘને એક પ્રકારના લ્યુકોડર્મા ગણવામાં આવે છે. કોઈપણ ઉંમરે સફેદ ડાઘ ની સમસ્યા થઈ શકે છે.

image source

જેની ત્વચા ઘઉંવર્ણી હોય તેની ત્વચા પર સફેદ ડાઘ બહુ જલદી દેખાઈ આવે છે. સામાન્ય રીતે ત્વચાના જે ભાગ પર વધુ પડતો તડકો પડતો હોય તે ભાગ પર સફેદ ડાઘ ની સમસ્યા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ સમય અનુસાર સફેદ ડાઘ ની સમસ્યા વકરી ને સમગ્ર શરીરમાં ફેલાઇ શકે છે.

સફેદ દાગ એ કોઈ ભયાનક રોગ નથી. તે જીવલેણ સમસ્યા પણ નથી અને સફેદ ડાઘ ચેપી રોગ પણ નથી. પરંતુ તેનાથી ત્વચાની સુંદરતા જરૂર ખરડાય છે તેથી કોઢ ની સમસ્યા વિશેષ જટિલ લાગે છે.

image source

સ્વાભાવિક રીતે જ માણસ શરીર પર પડી ગયેલા આવા ધાબા સ્વીકારી શકતો નથી તેથી તેના આત્મવિશ્વાસમાં પણ ઓટ આવે છે. સફેદ ડાઘની સમસ્યાને માનસિક રીતે સ્વીકારી લેવાથી સામાન્ય જીવન વધુ સરળ બની જાય છે.

અગાઉ જણાવ્યું તેમ એક નાના ધબ્બા થી શરૂ થતી સફેદ દાગ ની સમસ્યા પુરા શરીર ઉપર ફેલાઈ જાય છે.જો સમયસર તેની સારવાર કરાવવામાં આવે તો કેટલાક કિસ્સાઓમાં સફળતા મળી હોવાના પણ દાખલા છે. જોકે કેટલાક કિસ્સાઓમાં ઉપચાર પ્રભાવક નથી નીવડતો તો એ પણ હકીકત છે.

image source

સફેદ ડાઘ નો કોઈ ઈલાજ નથી એવું માનવું પણ ભૂલભરેલું છે ઉપરાંત શરીર પર સફેદ ડાઘ ફેલાશે કે નહીં એ વિશે પણ કશું જાણી શકાતો નથી એ પણ હકીકત છે.

સફેદ દાગ થવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાતું નથી. શરીરના જ સેલથી સફેદ ડાઘ ની સમસ્યા સર્જાય છે તેથી તેને એક પ્રકારનો ઓટો ઇમ્યૂન ડિસીઝ પણ કહી શકાય.

image source

વિશેષજ્ઞોના મતાનુસાર ઇજા પામેલી ત્વચા પર ન્યુરોપેપ્તાઇડ નામના તત્વ ઉત્પન્ન થાય છે જે મેલેનીનનો નાશ કરી શકે છે. જોકે ન્યુરોપેપ્તાઇડ વધુ પડતી માનસિક તાણથી પણ થાય છે જેના દુષ્પ્રભાવને કારણે પણ કોઢ થઈ શકે છે.

એક સર્વે અનુસાર કોઢથી પીડાતી વ્યક્તિઓમાં થાઇરોડ કે એડ્રિનલ ગ્રંથિ અથવા અન્ય હોર્મોન સંબંધી સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી છે તેથી એક કારણ એવું પણ નીકળે છે કે હોર્મોન સંબંધી સમસ્યાઓ વાળી વ્યક્તિ ને પણ સફેદ ડાઘ થઈ શકે છે.

image source

હોર્મોન્સના બદલાવા ઉપરાંત કમળો અને ટાઈફોડ તેમજ વધુ પડતી માનસિક તાણ તેમજ લાંબા સમય સુધી કરેલું એન્ટિબાયોટિક્સ દવાઓનું સેવન પણ સફેદ ડાઘ માટે કારણભૂત માનવામાં આવે છે.

સફેદ ડાઘ વિશે ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે સફેદ ડાઘ ની બીમારી સ્પર્શ દ્વારા ફેલાતી નથી. ઉપરાંત એંઠું ખાવાથી કે લોહી દ્વારા કે શ્વાસ દ્વારા પણ સફેદ ડાઘ ની સમસ્યા ફેલાતી નથી. શારીરિક સંબંધ પણ સફેદ દાગ ની સમસ્યા ફેલાતી નથી. સફેદ દાગ વારસાગત બીમારી પણ નથી.

image source

મર્ક્યુરી અથવા લીડ જેવી ધાતુઓના પ્રભાવને કારણે પણ ત્વચા પર સફેદ ડાઘ થાય છે.

કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે કોઢની સમસ્યામાં મેલેનોસાઇટ નાશ નથી પામતા પરંતુ માત્ર કામ કરતા બંધ થાય છે. તેથી યોગ્ય ઉપચાર કરવામાં આવે તો આ સમસ્યા નિવારી શકાય છે.

image source

આયુર્વેદમાં તેને કુષ્ઠ રોગ કહેવામાં આવે છે પરંતુ કુષ્ઠ રોગ ના ઘણા પ્રકાર હોય છે. સફેદ ડાઘની સમસ્યાને લેપ્રસી એટલે કે રક્તપિત સાથે કોઈ સંબંધ નથી. રક્તપિત બેક્ટેરિયાને કારણે થતો ત્વચા રોગ છે જ્યારે કોઢ મેલેનિનને કારણે સર્જાતી સમસ્યા છે.

આયુર્વેદ અનુસાર વિરુદ્ધ આહારથી પણ સફેદ ડાઘ થઈ શકે છે. ખાટા પદાર્થો સાથે દૂધ અને માંસ માછલી સાથે પણ દૂધનું સેવન સફેદ રોગનું કારણ બની શકે છે.

image source

ઝાડો પેશાબ જેવા કુદરતી વેગોને રોકવાથી પણ સફેદ ડાઘ ની સમસ્યા વકરી શકે છે.

શરીર પર નાનો પણ સફેદ ડાઘ દેખાય તો તરત જ કોઈ આયુર્વેદ નિષ્ણાત અથવા તો ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી જોઈએ. બહુ શરૂઆતમાં સફેદ દાગ ધ્યાનમાં આવે તો તેને ફેલાતો અટકાવી શકાય છે.

image source

એકવાર સફેદ ડાઘ ની સમસ્યા જો વકરી જાય તો પછી તેને કાબુમાં લેવુ મુશ્કેલ છે. થાઇરોડ તથા અન્ય હોર્મોન્સને લગતી બીમારીઓથી પીડાતી વ્યક્તિએ નિયમિત પણે ચેકઅપ કરાવી દવા લઈ તેમની બીમારીઓને નિયંત્રિત રાખવી જોઈએ.

વિરુદ્ધ આહાર લેવાનું ટાળવું. વધુ માત્રામાં ખાટા પદાર્થો લેવાથી પણ ઓટો ઇમ્યુનિટી પ્રભાવિત થઈ શકે છે અને સફેદ દાગ ની સમસ્યા વકરી શકે છે.

image source

10 થી 15 મિનિટ સવારનો તડકો ચામડીને વિટામીન-ડી પૂરું પાડે છે અને ત્વચાને લગતી સમસ્યાઓથી બચાવી શકે છે.

આહારમાં સાવધાની રાખવાથી પણ સફેદ ડાઘની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.

કેટલાક ઘરેલુ ઉપાયો દ્વારા પણ સફેદ ડાઘ દૂર કરવાનો પ્રયત્ન કરી શકાય.

image source

અડધી મુઠ્ઠી કાળા ચણા અને એક ચમચી ત્રિફળા ચૂર્ણ એક કપ પાણીમાં પલાળી રા ખવું. 12 કલાક બાદ તે પાણીને ગાળીને પીવું અને બચેલા ચણાને કપડામાં બાંધીને અંકુરિત કરવા. આ ફણગાવેલા ચણા ચાવી ચાવીને ખાવા.કહેવાય છે કે કેટલાક મહિના સુધી આ પ્રયોગ નિયમિત કરવાથી પણ કોઢની સમસ્યાનું નિવારણ કરી શકાય છે.

તુલસીના છોડને મૂળ સાથે વાટી તેને અડધા લીટર પાણી અને 250 એમ એલ તલના તેલ સાથે ધીમી આંચ પર ઉકાળવું. પાણી સંપૂર્ણ બળી ગયા બાદ ગેસ બંધ કરવો અને તેલને ઠંડું થવા દેવું.

image source

ઠંડા થયેલા તેલને ગાળી લેવું. ત્વચા સંબંધિત સમસ્યા ઉપર તુલસીનું તેલ અસરકારક નીવડી શકે છે. નિયમિત પણે તુલસી ના પાન ખાવાથી પણ ઘણા ફાયદા થઈ શકે છે.

બાવજીના બીજને સાત દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. પાણી રોજ બદલતા રહેવું. સાત દિવસ બાદ બીજ ને મસળી ને તેને સૂકાવવા અને ત્યારબાદ તેનો પાવડર કરી લેવો. બકરી કે ગાયના દૂધ સાથે આ પાઉડર લેવાથી પણ સફેદ દાગની સમસ્યામાં રાહત મળે છે.

image source

આ પાવડરની પેસ્ટ બનાવીને પણ સફેદ ડાઘ પર લગાવી શકાય છે. ત્રણ ચાર મહિનાના પ્રયોગ બાદ સફેદ ડાઘ દૂર થઈ શકે છે.

તાજા કડવા લીમડાના પાંદડા આમળા સાથે વાટીને તેનો જ્યુસ પીવાથી પણ સફેદ ડાઘમાં રાહત મળે છે.

મૂળાના બીજ ને કેટલા કલાક દહીંમાં પલાળી રાખવા ત્યારબાદ તેને વાટી સફેદ ડાઘ પર લગાવવા થી પણ સફેદ ડાઘ નિયંત્રિત રહે છે.

image source

કોઢની સમસ્યા ધરાવનાર વ્યક્તિઓ એ ખાવા-પીવામાં પણ સાવધાની રાખવી જોઈએ.

ગરમ ગુણધર્મો ધરાવતો આહાર લેવાનું ટાળવું, ખોરાકમાં મીઠાની માત્રા ઘટાડવી, વધુ પડતો તળેલો તીખો ખોરાક લેવો નહીં, વિરુદ્ધ આહાર લેવો નહીં. ત્વચાને લગતી કોઈપણ સમસ્યા હોય તો રીંગણ, સુરન તેમજ અળવી ખાવાથી દૂર રહેવું.

image source

પચવામાં હળવો ખોરાક લેવો, ઋતુ અનુસાર ફળ લેવા જોઇએ, અથાણા ,આમલી, આમચૂર પાઉડર તેમજ લીંબૂ સફેદ ડાઘ ધરાવનાર માટે હિતાવહ નથી. ભારે ભોજન થી પણ બચવું જોઈએ.

ઉપર જણાવેલ તમામ ઉપાયો સાવધાનીના પ્રયોગ રૂપે છે પરંતુ સફેદ ડાઘ ની આ સમસ્યા ધરાવનાર વ્યક્તિએ ડોક્ટરનો અવશ્ય કોન્ટેક્ટ કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !