ત્વચા અને વાળ બંન્નેમાં એક સાથે ચેન્જ લાવવો છે? તો આ રીતે કરો મીઠા લીમડાનો ઉપયોગ

શુ આપની મમ્મીએ ક્યારેય આપને કહ્યું છે કે તારી ઉંમરમાં હું પણ વધારે ખુબસુરત હતી, કેમકે મેં આ ફાલતુ કેમિકલથી ભરેલી ક્રીમ વગેરેનો ઉપયોગ કર્યો ના હતો.

image source

સાચેજ મોટાભાગની મમ્મીઓ આપણને પોતાના ઘરેલુ ઉપાયો વિશે જણાવતા આવી જ વાત કરે છે. તેમજ ધ્યાનથી જોઈએ તો આ ઘરેલુ ઉપયોનું મહત્વ એટલું ઓછું પણ નથી.

ભલે તેની અસર થોડી મોડી થાય છે, પણ તેની અસર લાંબા સમય સુધી રહે છે. ઉપરાંત તેની કોઈ સાઈડિફેક્ટ પણ ના બરાબર છે.

image source

આજે આપને એ જ ઘરેલુ વસ્તુઓમાંની એક, કરી પત્તાના બ્યુટી બેનિફિટ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. તે જ કરી પત્તા જેના ઉપયોગ વિશે આપ જાણો છો.

પરંતુ કેટલાક શાક કે ખાસ સાંભરમાં નાખવા પૂરતું જ, પણ હવે વારો છે આ પત્તામાં છુપાયેલા એ ગુણ વિશે જાણવાનો કે જે આપની ખૂબસુરતીને વધારવા અને નિખારવાના ઘણા રહસ્યો છુપાયેલા છે.

image source

જણાવીએ કે કેટલીક જગ્યાએ કરી પત્તાને મીઠો લીમડો કે કાળો લીમડો પણ કહેવામાં આવે છે.

મીઠા લીમડાના ગુણ:

મીઠા લીમડામાં ઘણા પ્રકારના ગુણો મળી આવે છે. જેનાથી સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ વાળ અને સ્કિનને પણ ઘણા ફાયદા મળે છે.

image source

મીઠા લીમડામાં વિટામિન એ, બી, સી અને ઈ સિવાય કાર્બોહાઇડ્રેટ, એનર્જી, ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર અને બીજા ઘણા બધા મિનરલ્સ હોય છે.

આ સાથે જ મીઠા લીમડામાં ઝીરો ફેટ હોય છે. મીઠા લીમડામાં એન્ટી ઑક્સિડન્ટ, અમીનો એસિડ, ગ્લાયોસાઈડ્સ, એલ્કાનોઈડ્સ, પ્લેટ સ્ટેરોલ્સ અને ફ્લેવોનોઈડ્સ પણ હોય છે.

ત્વચા અને વાળ માટે મીઠા લીમડાના ફાયદા.:

image source

મીઠા લીમડામાં ઘણા બધા ગુણો રહેલા હોય છે જે ખાવાથી અને લગાવવાથી એમ બન્ને પ્રકારથી સ્કિન અને વાળને ફાયદા પહોંચાડી શકાય છે. હવે જાણીશું કે મીઠો લીમડો કેવી રીતે આપની સ્કિન અને વાળને ફાયદા આપી શકે છે.

મીઠા લીમડાને અત્યાર સુધી આપે સાંભરમાં નાખીને સ્વાદ માટે ખાતા હશો. હવે થોડાક તેના બ્યુટી બેનેફિટ્સ વિશે પણ જાણીએ.

image source

-ચહેરાની કરચલીઓને ઓછી કરવા માટે મીઠા લીમડાની પેસ્ટ બનાવીને લગાવવાથી ખૂબ ફાયદાકારક રહે છે. આ પેસ્ટ ખૂબ સરળતાથી બનાવી શકાય છે. મીઠા લીમડાની એક ચમચી પેસ્ટ કે પાવડરમાં અડધી ચમચી મુલતાની માટી અને ગુલાબજળ ભેળવીને ઘાટી પેસ્ટ બનાવી લેવી.

હવે તેને ચહેરા પર લગાવવી. ૧૫ મિનિટ સુધી આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખવી. ૧૫ મિનિટ પછી ચહેરાને ધોઈ લેવો. બે થી ત્રણ ઉપયોગ પછી આપને આપના ચહેરા પર ફરક જોવા મળશે.

image source

-ચહેરાને ગ્લોઇંગ બનાવવા માટે મીઠા લીમડાની પેસ્ટમાં ચપટીભર હળદર ઉમેરવી અને ચહેરા પર લગાવી દેવી. મીઠો લીમડો સ્કિન પૉર્સને સાફ કરે છે અને હળદર ચહેરાને ગ્લોઇંગ બનાવે છે. આ પેસ્ટને ૧૫ મિનિટ પછી ઠંડા પાણીથી સાફ કરી લેવી.

-ચહેરા પર એક્ને અને પીમ્પલ્સના દાગ હટાવવા માટે મીઠા લીમડાના તાજા પાનની પાતળી પેસ્ટ બનાવવી અને તેમાં થોડાક ટીપા લીંબુનો રસ ભેળવવો. આ પેસ્ટને ૨૦ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખવી. પછી તેને સાદા પાણીથી ચહેરો ધોઈ લેવો.

image source

-ચહેરા પર વાગેલ ઘાવ કે જખમના નિશાનને હળવા કરવા માટે આપે મીઠા લીમડા અને દૂધથી બનેલી પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. એના માટે એક કપ દૂધમાં ૨૦ થી ૩૦ મીઠા લીમડાના પાનને પાંચ મિનિટ સુધી ઉકળવા.

હવે તેને ઠંડુ કરીને ચહેરા પરની નિશાનવાળી જગ્યા પર લગાવી દેવી. આનાથી થોડાક મહિનામાં જ ચહેરા પરનું નિશાન ગાયબ થઈ જશે.

image source

-સ્કિનની ડલનેસ દૂર કરવા માટે મીઠા લીમડાની પેસ્ટમાં ઓલિવ ઓઇલ ભેળવીને તેને ચહેરા પર લગાવીને પાંચ મિનિટ સુધી ચહેરાની મસાજ કરવી. આનાથી આપની સ્કિનને આરામ મળશે અને ડલનેસ દૂર થઈ જશે. આ પેસ્ટને ૧૫ મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લેવી.

-ચહેરાની ડલનેસ દૂર કરવા માટે આપ એક અન્ય ઉપાય પણ અપનાવી શકો છો. તેના માટે આપે મીઠા લીમડાની સ્ટીમ લેવાની રહેશે. જેમ આપ નોર્મલ ગરમ પાણીથી ચહેરાને સાફ કરવા સ્ટીમ લઈએ છીએ, એ જ રીતે બસ એ ગરમ પાણીના ફક્ત કેટલાક મીઠા લીમડાના તાજા પાન નાખવા પછી સ્ટીમ લેવી.

-વાળ માટે મીઠા લીમડાના ફાયદા:

image source

-રફ અને ડેમેજ વાળને સોફ્ટ અને શાઈની બનાવવા માટે મીઠા લીમડાની બારીક પેસ્ટમાં દહીં મિક્સ કરીને લગાવવી. આપ ઈચ્છો તો મીઠા લીમડાની પેસ્ટમાં દહીંને બદલે કોપરેલનું તેલ કે સરસોનું તેલ પણ ઉપયોગમાં લઈ શકાય છે.

-વાળને મજબૂત બનાવવા ઇચ્છતા હોવ તો અઠવાડિયામાં એકવાર મીઠા લીમડાના તેલથી માથામાં મસાજ કરવી. આના માટે કોઈપણ તેલમાં કેટલાક મીઠા લીમડાના પાન નાખીને ગરમ કરી લેવા અને પછી ઠંડુ કરીને આ તેલની માલિશ કરી લેવી.

image source

-હૈર ગ્રોથ માટે મુઠ્ઠીભર મીઠા લીમડાને કોપરેલના તેલમાં ત્યાં સુધી ગરમ કરવું જ્યાં સુધી તેલનો રંગ હળવો કાળો ના થઇ જાય. હવે આ તેલને ઠંડુ કરીને એક બોટલમાં ભરી લેવું અને દર અઠવાડિયે આ તેલની સ્કેલ્પમાં મસાજ કરવી.

-વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરવા માટે મીઠા લીમડાની બારીક પેસ્ટમાં દૂધ મિક્સ કરી લેવું. હવે આ પેસ્ટને સ્કેલ્પમાં લગાવવી અને એક કલાક પછી માથું ધોઈ લેવું. આવું અઠવાડિયામાં એકવાર કરવું.

image source

-આપ મીઠા લીમડામાંથી સ્કેલ્પ સ્ક્રબ પણ બનાવી શકો છો. એના માટે મીઠા લીમડાનો પાવડર લેવો. આ પાવડરમાં બે ચમચી કેઓલિન માટી પાવડર મિક્સ કરવો. ત્યારબાદ તેમાં અડધી ચમચી બેકિંગ સોડા નાખવો.

આ ત્રણેવને ભેળવીને એક પાવડર બનાવવો અને શેમ્પૂ કરતા પહેલા થોડો પાવડર લઈને સ્કેલ્પની મસાજ કરવી. આનાથી સ્કેલ્પ પર જામી ગયેલ ડેન્ડ્રફ, ધૂળ-માટી બધું સાફ થઈ જશે અને વાળનું ટેક્સચર પણ સારું થઈ જાય છે.

image source

-વાળને મુલાયમ બનાવવા માટે આપ મીઠા લીમડાનું માસ્ક પણ બનાવી શકો છો. એના માટે બે ચમચી મીઠા લીમડાના પાનનો પાવડર, એક ચમચી કેઓલિન માટી અને બે ચમચી નારિયેળનું તેલ લેવું. ત્રણેવ વસ્તુઓને મિક્સ કરીને પાણીની મદદથી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને વાળમાં લગાવવી.

ત્યારબાદ અડધી કલાક પછી શેમ્પુથી માથું ધોઈ લેવું. આ માસ્કને વાળમાં મહિનામાં એકવાર લગાવવું. આમ કરવાથી આપના વાળ દરેક ઋતુમાં આપના વાળ મુલાયમ અને ચમકદાર રહેશે.

image source

-મીઠા લીમડાથી વાળને કાળા પણ કરી શકાય છે. મીઠા લીમડામાં રહેલ વિટામિન બી અને મિનરલ્સ જેવા કે આયોડીન, સેલેનિયમ, ઝીંક અને આયર્ન વાળને કસમયે સફેદ થવા દેતા નથી. એના માટે આપે દર અઠવાડિયે મીઠા લીમડાનું તેલ કે માસ્ક અઠવાડિયામાં જરૂરથી લગાવવું.

-મીઠા લીમડાના બીજા ઘણા ફાયદાઓ પણ છે:

image source

મીઠો લીમડો ફક્ત વાળ અને ચહેરા માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદાકારક છે. એમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ, વિટામિન્સ, આયર્ન અને કેલ્શિયમ શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે અને સ્વાસ્થ્ય સારું રાખે છે.

-કેન્સર સામે લડે છે:

image source

મીઠા લીમડામાં મળી આવતું ફેનોલ્સ નામનું કેમિકલ પ્રોસ્ટેટ કેન્સર, લ્યુકેમિયા કેન્સર, બોવેલ કેન્સર, કોલોન કેન્સર અને રેક્ટર કેન્સર જેવા કેન્સર સામે ઘણા પ્રકારથી લડે છે.

-કોલેસ્ટ્રોલ ઓછું રાખે છે:

image source

રોજ ખાલી પેટ મીઠા લીમડાના તાજા પાન ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સંતુલન આછું રહે છે.

-ડાયાબિટીસ કન્ટ્રોલ કરે છે:

image source

મીઠા લીમડાનો સૌથી મોટો ફાયદો એ છે કે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ખૂબ વધારે પ્રભાવી છે. તેમાં રહેલા એન્ટીહાઇપરગ્લાસેમિક પ્રોપર્ટી લોહીમાં ગ્લુકોઝની માત્રાને નિયંત્રણમાં રાખે છે. જેનાથી ડાયાબિટીસમાં રાહત મળે છે.

-સ્ટ્રેસ ભગાવે છે:

image source

મીઠા લીમડામાં રહેલ એન્ટી ઑક્સિડન્ટ અને વિટામિન્સ(એ, બી, સી અને ઈ) સ્ટ્રેસને દૂર રાખે છે અને ફ્રી રેડીકલ્સને બનવા જ નથી દેતા.

-અપચો દૂર કરે છે:

image source

જો આપને કે આપની આસપાસ કોઈને પણ અપચો રહેતો હોય કે વારંવાર ખાટાં ઓડકાર આવતા હોય તો તેને મીઠા લીમડાનું જ્યુસ પીવડાવવું. આ જ્યૂસ પીવાથી અપચો દૂર થઈ જાય છે. આપ ઈચ્છો તો આ જ્યુસને આપના ડાયટમાં સામેલ કરી શકો છો.

-ડાયરીયાને ઠીક કરે છે:

image source

કેટલાક રિસર્ચ જણાવે છે કે મીઠા લીમડામાં એન્ટી ડાયેરિયા પ્રોપર્ટી છે. ડાયેરિયાથી પીડિત વ્યક્તિ રોજ આનું સેવન કરે કે રોજ તેના કેટલાક પાન ચાવી જાય તો ડાયેરિયા ઠીક થઈ જાય છે.

-આંખોની રોશની વધારે છે:

મીઠા લીમડામાં રહેલ વિટામિન એ આંખોનું તેજ વધારે છે. કેમકે વિટામિન એ માં કેરોટેનોઈડ્સ હોય છે જે કોર્નિયાને પ્રોટેક્ટ કરે છે. એટલે મીઠા લીમડાનું રોજ સેવન કરવું જોઈએ.

image source

-લીવરને હેલ્ધી બનાવે છે:

જેવી રીતે મીઠો લીમડો અપચો ઠીક કરે છે. તેમ જ તે લીવરને પણ હેલ્ધી રાખે છે. તેમાં રહેલ એન્ટી ઑક્સિડન્ટ લીવરને ફ્રી રેડીકલ્સ એટેકથી બચાવે છે.

-જખમ અને ઘાવને રુજવામાં મદદ કરે છે:

image source

મીઠા લીમડાના પાનમાં રહેલ એલ્કાનોઈડ્સ ઘાવને ભરવાનું કામ કરે છે. એટલું જ નહીં જો આપની સ્કિન દાઝી ગઈ હોય, વાગી ગયું હોય કે ખંજવાળ આવતી હોય તો આવી જગ્યા પર મીઠા લીમડાની પેસ્ટ લગાવી શકાય છે. જે એક એન્ટિસેપ્ટિકનું કામ કરે છે.

-વજન ઘટાડે છે:

જી હા ઝીરો ફેટવાળા મીઠા લીમડાના પાન આપને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ શરીરમાં મેટાબોલિઝમ રેગ્યુલેટ કરીને વજન ઓછું કરવામાં મદદ કરે છે.

image source

-કેવીરીતે કરશો મીઠા લીમડાનો ઉપયોગ?:

મીઠા લીમડાને ઘણી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. પહેલું જો આપના ઘરે કે આસપાસ મીઠા લીમડાનો છોડ છે તો રોજ તાજી પાંદડીઓ તોડીને ઉપયોગ કરવો. જો નથી તો આપ બજારમાંથી તેનો પાવડર લાવીને ઉપયોગમાં લઈ શકાય છે.

image source

પરંતુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ફાયદાઓ માટે રોજ મીઠા લીમડાના તાજા પાન જ ખાવા. આપ તેને એક અઠવાડિયા માટે ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો.

-મીઠા લીમડાના નુકસાન:

મીઠા લીમડાના ફાયદા છે તો જરૂરથી વધારે સેવન શરીરને ઘણા પ્રકારની એલર્જીથી પ્રભાવિત કરી શકે છે. એટલે જ જેટલા પ્રમાણમાં બતાવવામાં આવ્યું છે તેટલા જ ઉપયોગ કરવો.

image source

જો કોઈને મીઠો લીમડો સૂટ નથી કરતો તો તેમણે ઉપયોગ કરવો નહીં. આ સાથે જ પ્રેગ્નેન્ટ મહિલાઓ અને બાળકોને સ્તનપાન કરાવી રહી હોય તેવી મહિલાઓએ ડોકટરની સલાહ લીધા પછી જ મીઠા લીમડાનો ઉપયોગ કરવો.

ધ્યાન રાખવું કે મીઠા લીમડાના ઝાડ પર ઉગેલા ફળ ક્યારેય ખાવા નહિ. કેમકે તે ઝેરીલા હોઈ શકે છે. અસ્થમાના દર્દીએ પણ મીઠો લીમડો ખાવો જોઈએ નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ