સકસેસ સ્ટોરી: ખેડૂતના એન્જીનિયર દિકરાએ ડાંગ જીલ્લામાં કરી સૌ પ્રથમ આ ફ્રૂટની ખેતી, અને કેવી રીતે કરી લાખોની કમાણી જાણો

કહેવત છે ને ‘ખેડૂતનો દીકરો ખેતી જ કરે.’ આ કહેવતને એકદમ બરાબર બેસે તેવી ઘટના ડાંગ જિલ્લામાં બની છે. ડાંગના ખેડૂતો સાહસ કરવામાં ક્યારેય પાછા પડતા નથી, તો બસ આજે ડાંગ જિલ્લાના એવા જ એક પિતા-પુત્રની વાત જણાવીશું, જેમણે અનુભવ અને એન્જીનીયરીંગનો યોગ્ય ઉપયોગ કરીને એક નવો જ ચીલો ચીતરી દીધો છે.

image source

ડાંગ જિલ્લાના સરવર ગામમાં રહેવાસી એવા ખેડૂત અને એન્જીનીયર પ્રવીણભાઈ બાગુલએ સરવર ગામથી બે કિલોમીટર દૂર આવેલા પોતાના ખેતરમાં ડ્રેગન ફ્રુટનો પાક લેવાનો નિર્ણય કર્યો. પ્રવીણભાઈના અથાગ પ્રયત્ન અને આગવી આવડતથી ડ્રેગન ફ્રુટના છોડનું વાવેતર કર્યું.

image source

ડ્રેગન ફ્રુટના આ વાવેતર કરવાથી પ્રવિણભાઈને ખૂબ સફળતા મળી છે. પ્રવિણભાઈએ પોતાના ખેતરમાં ૪૫૦ થાંભલા સફેદ ડ્રેગન ફ્રુટના છોડ વાવ્યા હતા, જ્યારે લાલ ડ્રેગન ફ્રુટના ૪૦૦ થાંભલા પર છોડ વાવ્યા હતા.

image source

પ્રવીણભાઈના પિતા પણ ખેડૂત છે. આથી પ્રવિણભાઈને ખેતરમાં ડ્રિપ ઇરીગેશનની સુવિધા માટે GJRC તરફથી સબસીડી આપવામાં આવી હતી. જેનાથી પ્રવીણભાઈ ખેતરમાં પાણીની સમસ્યાનું નિવારણ લાવી શક્યા અને પાણીની બચત પણ કરે છે.

image source

ઉપરાંત ડ્રિપ ઇરીગેશનએ તેમણે વાવેલા ડ્રેગન ફ્રુટ માટે ખૂબ ઉત્તમ સાબિત થયું. પ્રવિણભાઈને તેમના ખેતરમાંથી ડ્રેગન ફ્રૂટનું આશરે ઉત્પાદન ૨૦૦કિલો જેટલું થયું. આ ઉત્પાદન પ્રવિણભાઈને ત્રણ મહિના પહેલા જ એટલે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં જ થયું છે.

image source

પ્રવિણભાઈની આ સફળતાને જોવા માટે અને જાણકારી મેળવવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પ્રવીણભાઈ આખા ડાંગ જિલ્લાના એકમાત્ર એવા ખેડૂત છે જેમણે ડ્રેગન ફ્રુટની ખેતી કરી હોય. આ ડ્રેગન ફ્રુટની ખેતી પ્રવિણભાઈએ પોતાની નોકરી ચાલુ રાખીને કરી છે. ઉપરાંત ડાંગમાં હવે ડ્રેગન ફ્રુટની ખેતી કરીને નવો ચીલો ચાતર્યો દીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ