આ સેલેબ્સે બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા ઘટાડ્યુ હતુ અધધધ..કિલો વજન, જેમાં છે કરિનાથી લઇને આ અનેક

બોલીવુડમાં કેટલાક સિતારાઓ છે જે પોતાની ફિટનેસ માટે જાણવામાં આવે છે. આવામાં કેટલાક સિતારાઓ એવા છે જેઓ શરુઆતમાં ખુબ જ જાડા હતા, પરંતુ ફિલ્મ જગત માટે તેમણે ખુબ જ મહેનત કરી અને બદલી દીધો પોતાનો લુક. આ સ્પેશીયલ રીપોર્ટમાં અમે આપને કેટલાક એવા જ સિતારાઓ વિષે જણાવીશું જેમની ફિટનેસ જર્ની દરેક વ્યક્તિ માટે પ્રેરણા છે. આ યાદીમાં સારા અલી ખાન થી લઈને સોનાક્ષી સિંહા અને અદનાન સામી સુધી સામેલ છે.

કરીના કપૂર ખાન.:

image source

બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન પણ નાનપણમાં ખુબ ગોળમટોળ થયા કરતી હતી. કરીના કપૂરએ વર્ષ ૨૦૦૦માં ફિલ્મ ‘રેફ્યુજી’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે કરીના કપૂર ખાન તે સમય સુધી પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં નહોતી આવી પરંતુ વર્ષ ૨૦૦૮માં ફિલ્મ ‘ટશન’માટે કરીના કપૂરના ઝીરો ફિગરે બધાને આકર્ષિત કર્યા. તેમજ પ્રેગ્નેંસી પછી પણ કરીના કપૂર ખાનએ થોડું વજન વધી ગયું હતું, પરંતુ કરીના કપૂરે જલ્દી જ મહેનત કરીને પોતાના જુના અવતારમાં ફરીથી જોવા મળી છે.

સોનાક્ષી સિંહા.:

image source

ફિલ્મ ‘દબંગ’માં સલમાન ખાનની સાથે બોલીવુડમાં ડેબ્યુ કરનાર સોનાક્ષી સિંહા ફિલ્મોમાં આવતા પહેલા સોનક્ષીનું વજન ૯૦ કિલો જેટલું હોતું હતું. પરંતુ ધીરે ધીરે સોનાક્ષી સિંહા પણ ફેટ ટુ ફીટ કેટેગરી સામેલ થઈ ગઈ. સોનાક્ષી સિંહાની ગણતરી હવે બોલીવુડની ફીટ એન્ડ ફાઈન અભિનેત્રીઓમાં થાય છે.

આલિયા ભટ્ટ.:

image source

આલિયા ભટ્ટ પોતાની ક્યુટ સ્માઈલ અને જાનદાર એક્ટિંગથી દરેકને કાયલ કરી ચુકી છે. આલિયા ભટ્ટ પણ એક સમયે ખુબ જાડી હોતી હતી. પરંતુ આલિયા ભટ્ટએ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં ડેબ્યુ કરતા પહેલા જ પોતાની ફિટનેસ પર કામ કર્યું અને પોતાને પૂરી રીતે બદલી દીધી. હવે આલિયા ભટ્ટ મોટાભાગે જીમની બહાર જોવા મળી જાય છે.

અર્જુન કપૂર.:

image source

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરએ વર્ષ ૨૦૧૨માં ફિલ્મ ‘ઈશકજાદે’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ ‘ઈશકજાદે’માં અર્જુન કપૂર ખુબ જ ફીટ જોવા મળી રહ્યા હતા. અર્જુન કપૂર ફિલ્મોમાં આવતા પહેલા તેનું વજન ૧૦૦ કિલો કરતા પણ વધારે હોતું હતું. પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા અર્જુન કપૂર પણ પોતાની પર મહેનત કરીને ફેટ માંથી ફીટ બની ગયા છે.

પરીણીતી ચોપડા.:

image source

પરીણીતી ચોપડા આજે ના ફક્ત પોતાની પ્યારા અંદાજ અને સારી અદાકારી માટે જાણવામાં આવે છે ઉપરાંત સાથે જ સાથે પરીણીતી પોતાની ફિટનેસને લઈને પણ પરીણીતી ચર્ચામાં રહે છે. ખરેખરમાં એક સમયે પરીણીતી ચોપડાનું વજન પણ ખુબ જ વધારે હતું, પરંતુ જલ્દી જ પરીણીતી ચોપડાએ પોતાને ફીટ કરી લીધી.

સોનમ કપૂર:

image source

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનીલ કપૂરની દીકરી સોનમ કપૂરએ ફિલ્મ ‘સાવરિયા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મથી જ રણબીર કપૂરએ પણ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત કરી હતી. પરંતુ ઘણા ઓછા લોકો આ વાત જાણે છે જે ફિલ્મ ‘સાવરિયા’ના નિર્દેશક સંજય લીલા ભણસાલીએ સોનમ કપૂરને વજન ઓછું કરવાની શરત પર જ ફિલ્મ ‘સાવરિયા’ ઓફર કરવામાં આવી હતી. કેમકે સોનમ કપૂર પહેલા ખુબ જ જાડી હોતી હતી. એવામાં સોનમ કપૂરએ ખુબ જ મહેનત કરી અને આજે સોનમ કપૂર પોતાની ફિટનેસની સાથે સાથે ફેશન સેંસ માટે પણ જાણીતી છે.

ભૂમિ પેડનેકર.:

image source

વર્ષ ૨૦૧૫માં આયુષ્માન ખુરાનાની સાથે ભૂમિ પેડનેકરએ ફિલ્મ ‘દમ લગા કે હૈશાથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ‘દમ લગા કે હૈશા’માં ભૂમિ પેડનેકરએ એક જાડી મહિલાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ ‘દમ લગા કે હૈશા’ને દર્શકોનો ભરપુર પ્રેમ મળ્યો અને સાથે જ આયુષ્યમાન ખુરાના-ભૂમિ પેડનેકરએ પણ એક્ટિંગથી બધાના દિલ જીતી લીધા. પરંતુ ત્યારે કોઈપણ નહોતું વિચાર્યું કે આવનાર સમયમાં ભૂમિ પેડનેકર ફિટનેસ આઈડલ બની જશે. ફિલ્મ ‘દમ લગા કે હૈશા’ પછી ભૂમિએ ખુબ જ મહેનત કરી અને આજે ભૂમિ પેડનેકરની ગણતરી ફીટ અભિનેત્રીઓની યાદીમાં થાય છે. તેમજ આજે પણ ભૂમિ પોતાના કિરદાર માટે ખુબ જ મહેનત કરે છે.

અદનાન સામી:

image source

સુરીલી અવાજના માલિક એવા ગાયક અદનાન સામીએ બધાને એ સમયે હેરાન કરી દીધા હતા જયારે તેમનો ફીટ અવતાર દર્શકોની સામે આવ્યો હતો. આપને જણાવી દઈએ કે અદનાન સામીએ લગભગ ૧૬ મહિનાઓમાં ૧૧૫ કિલો વજન ઓછું કરી દીધું હતું. અદનાન સામીનું પહેલાનું વજન લગભગ ૨૩૦ કિલો હતું, ત્યાં જ પછી થી અદનાન સામીએ મહેનત કરીને પોતાનું વજન લગભગ ૭૫ કિલો જેટલું કરી દીધું છે.

સારા અલી ખાન:

image source

ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યુ કરનાર સારા અલી ખાન આજે ફિટનેસ માટે પણ જાણીતી છે પરંતુ ખુબ જ ઓછા લોકો આ વાત જાણતા હતા કે ફિલ્મોમાં આવતા પહેલા સારા અલી ખાન ફીટ હતી નહી. થોડાક સમય પહેલા જ સારા અલી ખાનએ પણ પોતાનો એક થ્રોબેક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં સારા અલી ખાન ખુબ જ જાડી જોવા મળી રહી હતી. સારા અલી ખાનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઈરલ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ