વિશ્વની હકીકતની આ તસવીરો છે જોરદાર, જોઇને જાણી લો તમે પણ જે પૂછાઇ શકે છે જનરલ નોલેજની પરિક્ષામાં…

ધરતી માતા વિષેની આ અજાણી હકીકત જાણી તમે થઈ જશો ચકિત, શું તમે વિશ્વની આ આશ્ચર્યજનક હકીકતો વિષે જાણો છો ?

1. શું તમે જાણો છો દીવસ અને રાતને પૃથ્વી પર જે લાઈન અલગ પાડે છે તેને ટર્મિનેટર કહેવાય છે.

2. શું તમે જાણો છો વાદળા નીચેથી જ્યારે સુર્યાસ્ત થાય છે ત્યારે વાદળા ઉપરનું દ્રશ્ય જાણે આકાશમાં આગ લાગી હોય તેવું લાગે છે.

image source

3. દુબઈમાં આવેલા વિશ્વના પહેલા અંડર વોટર ટેનિસ સ્ડિડયમ વિષે તો તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. જુઓ તસ્વીરો

4. ગુગલની આ હકીકત જાણીને તમે પણ ગુગલમાં નોકરી મેળવવાના સ્વપ્ન જોવા લાગશો. જો ગુગલનો કોઈ એમ્પ્લેઈ મૃત્યુ પામે તો તેનો અડધો પગાર દસ વર્ષ સુધી તેના જીવનસાથીને ચૂકવવામાં આવે છે, અને તેના બાળકોને તેઓ 19 વર્ષના થાય ત્યાં સુધી દર મહિને 1000 અમેરિકન ડોલર ચુકવવામાં આવે છે

image source

5. જાપાનમાં એક રિઝોર્ટ છે જે એક પર્વતની ટોચ પર આવેલી છે જ્યાંથી તમે આકાશમાં તરતાં વાદળાના સમુદ્રને જોઈ શકો છો. અને આ દ્રશ્ય ખરેખર અત્યંત અદ્ભુત હોય છે. તસ્વીર જોઈ તમે જ ખાતરી કરી લો.

6. ડેનમાર્ક અને સ્વિડન વચ્ચે એક બ્રીજ આવેલો છે જે અધરસ્તે સમુદ્રમાંથી અદ્રશ્ય થઈને એક અન્ડરવોટર ટનલમાં ફેરવાઈ જાય છે. જો તમે ક્યારેય યુરોપનો પ્રવાસ કરવાના હોવ તો આ બ્રીજ તેમજ ટનલનો પ્રવાસ ચોક્કસ કરજો. અને જો પ્રવાસ ન કરવાના હોવ તો તસ્વીર તો જોઈને એન્જિનિયર્સની આ અદ્ભુત રચના તો જોઈ જ શકો છો.

image source

7. તમને હંમેશા ટ્રાફિક નિયમોની ફરિયાદ રહેતી હોય તો જોઈ લો આ તસ્વીર. આ તસ્વીર છે ભારતના ઉત્તર પૂર્વમાં આવેલા મિઝોરમની જ્યાં ટ્રાફીકના પિક અવર્સમાં પણ દરેક રુલને ફોલો કરવામા આવે છે કોઈ પણ જાતનો ઓવરટેક કરવામાં નથી આવતો અને ગમે તેટલા ટ્રાફિક છતાં પણ લોકો પોતાની લેન છોડીને ઓવરટેક નથી કરતા.

8. તમે જો બિમારીથી સતત કંટાળી ગયા હોવ તો ભગવાન પાસે આવતા જન્મે શાર્કનો જન્મ માંગજો. કારણ કે શાર્ક એક માત્ર એવું પ્રાણી છે જે ક્યારેય બિમાર નથી પડતું. તેઓ બધા જ પ્રકારના સામાન્ય તેમજ જીવલેણ રોગો જેમાં કેન્સરનો પણ સમાવેશ થાય છે તેનાથી પણ રક્ષિત છે.

image source

9. આજકાલ આપણા ભારતીય લોકો વિશ્વ પ્રવાસે ખુબ જાય છે અને તેમને ચાઈનાનો પ્રવાસ કરવો પણ પસંદ છે. જો તમે ચાઈના જવાના હોવ અને ગ્રેટ વોલ ઓફ ચાઈનાની મુલાકાત લેવાના હોવ તો તમને જણાવી દઈએ કે તેના નિર્માણમાં 2000 વર્ષ કરતાં પણ વધારે સમય લાગ્યો હતો.

10. જો તમે અજંતા ઇલોરાની ગુફાઓએ જોઈને ચકિત થઈ ગયા હોવ તો વિયેતનામની આ ગુફા જોઈ તમારા તો હોશ જ ઉડી જશે. વિયેતનામની આ ગુફા વિશ્વની સૌથી મોટી ગુફા છે જે એટલી વિશાળ છે કે તેમાં તેની પોતાની નદી, જંગલ અને પોતાનું જ હવામાન છે.

image source

11. જો તમને બોટીંગનો બહુ જ શોખ હોય અને રસ્તાઓથી થાકી ગયા હોવ તો યુરોપના નેધલેન્ડના આ રળિયામણા ગામડાની મુલાકાત ચોક્કસ લેજો. અહીં કોઈ જ રસ્તા નથી માત્રને માત્ર નદી તેમજ ઝરણાઓ જ છે અને તેમાં જ વાહનવ્યવહાર કરવામાં આવે છે.

12. જો તમને એવું લાગતું હોય કે તમે તમારા હાથના ટચાકિયા તોડતા હોવ ત્યારે જે કડકડ અવાજ આવે છે તે તમારા હાડકાંનો છે તો તેવું નથી. તેનાથી તમારા હાડકાને કોઈ જ નુકસાન નથી થતું. પણ તે અવાજ માત્રને માત્ર તમારી આંગળીઓની અંદર ભરાઈ રહેલા ગેસના પરપોટા ફુટવાનો હોય છે.

image source

13. વિશ્વનો સૌથી નાનો આંતરરાષ્ટ્રિય પૂલ જે કોઈ બે દેશ વચ્ચે આવેલો હોય તે કેનેડા અને યુએસએ વચ્ચે આવેલો છે. આ પૂલની લંબાઈ માત્ર 32 ફૂટની છે. આ પુલ કેનેડા અને અમેરિકાના ટાપુઓ વચ્ચે આવેલો છે. તમને એ હકીકત જાણીને આશ્ચર્ય થશે કે આ એક મકાન માલિકનો બ્રિજ છે જેનું ઘર કેનેડામાં પડે છે અને તેનો વાડે એટલે કે તેનું બેકયાર્ડ અમેરિકાના ન્યૂયોર્કમાં પડે છે. તેનું ઘર એક કેનેડિયન આઇલેન્ડ પર આવેલું છે જેનું નામ છે ઝાવીકોન. તમને આ મકાન માલિકની ચોક્કસ ઇર્ષા થતી હશે, નહીં !

14. જો તમે નજીકના ભવિષ્યમાં તમારા સંતાનને વિદેશ અભ્યાસઅર્થે મોકલવા માગતા હોવ અને તમને તમારા બાળક પર પૂર્ણ વિશ્વાસ હોય તો તમને જણાવી દઈએ કે યુરોપમાં આવેલા રળિયામણા દેશ નેર્વેમાં કોઈ પણ દેશના કોઈપણ વિદ્યાર્થીને તેમની યુનિવર્સિટિમાં મફત ભણવા દેવામાં આવે છે.

image source

15. આ ફોટો જોઈને તમે થોડા કન્ફ્યુઝ થઈ જશો. આ ફોટો તાઈવાનનો છે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ રીતે વિકસાવવામાં આવ્યું છે કે કુદરતને જરા પણ નુકસાન ન થાય.

16. આજે ઘણા બધા મૃત્યુઓ વહેલી સવારે થતાં જોવા મળે છે. તમારા માટે આ માહિતી મહત્ત્વની છે કે સવારના વહેલાં ત્રણ વાગ્યાથી 4 વાગ્યા સુધી માણસનું શરીર સૌથી નબળુ હોય છે. અને જે લોકો પોતાની ઉંઘમાં જ મૃત્યુ પામે છે તેઓ મોટેભાગે આ જ સમય દરમિયાન મૃત્યુ પામે છે.

image source

17. જો તમે નિત્ય પ્રવાસી રહેવા માગતા હોવ તો તમારા માટે એક ખુબ જ સુખદ સમાચાર છે. વિશ્વમાં એક એવું ક્રૂઝ શિપ છે જ્યાં તમે એક કાયમી નિવાસી તરીકે રહી શકો છો. અહીં રહેવાથી તમે દર સવારે કોઈ નવા જ દેશમાં ઉઠશો અને તમારી રાત પણ કોઈ બીજા જ દેશમાં પડે છે. આ ક્રૂઝ શિપનું નામ છે, “ધ વર્લ્ડ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ