ખંડગ્રાસ ગ્રહણના અશુભ પ્રભાવથી બચવા રાશિ પ્રમાણે કરવો આ મંત્રનો જાપ

ખંડગ્રાસ ગ્રહણના અશુભ પ્રભાવથી બચવા રાશિ પ્રમાણે કરવો આ મંત્રનો જાપ

image source

વર્ષનું અંતિમ ગ્રહણ 26 ડિસેમ્બરના રોજ થનાર છે. ગ્રહણના પ્રભાવથી બચવા માટે પાઠ, પૂજા કરવાનું વિધાન છે.

પાઠ, પૂજા કરવાથી ગ્રહણનો અશુભ પ્રભાવ ઘટે છે. ગ્રહણની અસર દરેક વ્યક્તિ પર થાય છે. એટલે કે 12 રાશિના જાતકો પર પણ ગ્રહણનો પ્રભાવ રહેશે.

image source

આ પ્રભાવ અશુભ અને શુભ બંને પ્રકારના હોય શકે છે. તમારી રાશિ પર ગ્રહણનો કેવો પ્રભાવ થશે તે જાણવા સૌથી પહેલા જાણીએ 12 રાશિનો વરતારો અને ત્યારબાદ જાણીએ કે ગ્રહણના અશુભ પ્રભાવને કયા મંત્ર જાપથી અશુભ પ્રભાવથી બચી શકાય.

તો ચાલો જાણી લો સૂર્યગ્રહણના પ્રભાવ અને તેનાથી બચવાના ઉપાયો વિશેની વિગતો.

મેષ

સૂર્યગ્રહણ આર્થિક લાભ કરાવશે. અટકેલું ધન પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને વિદેશ યાત્રાના યોગ છે.

મંત્ર- ॐ ભાસ્કરાય નમ:

વૃષભ

આ ગ્રહણ પારિવારિક ક્લેશ વધી શકે છે. વેપાર કરવામાં અને મોંઘી વસ્તુ લેવામાં સાવધાન રહેશો તો ધનહાનિથી બચી શકશો.

મંત્ર- ॐ નમ: શિવાય

મિથુન

ગ્રહણ માનસિક અશાંતિ આપશે. પીડા થશે. તમારા સ્વભાવમાં ઉગ્રતા ન આવવા દ્યો. કોર્ટ,કચેરીના કામમાં સાવધાન રહો. વાહન સાવધાનીથી ચલાવવું.

મંત્ર- ॐ ધૃણિ: સૂર્યાય નમ:

કર્ક

ગ્રહણ કષ્ટકારક યાત્રા તેમજ દોડધામ કરાવશે. ધન ઉધાર ન આપવું નહીં તો પરત લેવામાં સમસ્યા થશે.

મંત્ર- ॐ ખખોલ્કાય નમ:

સિંહ

ગ્રહણ આવકના એકથી વધારે માધ્યમ લાવશે. અટકેલું ધન મળશે પરંતુ વડિલો સાથે મતભેદ થઈ શકે છે. નોકરીમાં પદોન્નતિ થઈ શકે છે.

મંત્ર- ॐ આદિત્યાય નમ:

કન્યા

સૂર્યગ્રહણ માનસિક તાણ અને અસ્થિરતા લાવશે. પરંતુ અલ્પકાલિન રહેશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચઅધિકારીઓ સાથે મધુર સંબંધ બનાવી રાખવા. સ્થાન પરિવર્તનના યોગ છે.

મંત્ર- ॐ નમો ભગવતે વાસુદેવાય

તુલા

ગ્રહણ કાર્ય સંપન્ન કરાવશે. પરંતુ બાધાઓ એક માસ સુધી આવતી રહેશે. શિક્ષા તેમજ સંતાન સંબંધી ચિંતા વધી શકે છે.

મંત્ર- ॐ નમ: શિવાય અથવા આદિત્યહૃદય સ્તોત્ર

વૃશ્ચિક

ગ્રહણ સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ રહેશે. વાહન સાવધાની પૂર્વક ચલાવવું. કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર થવાથી બચો. કાર્ય અને વેપારની દ્રષ્ટિએ ગ્રહણ સામાન્ય રહેશે.

મંત્ર- ॐ નમો ભગવતે આદિત્યાય અહોવાહિની અહોવાહિની સ્વાહા

ધન

ગ્રહણ દાંપત્યજીવનમાં કડવાશ લાવી શકે છે. વાદ-વિવાદથી બચો. મતભેદ ન થાય તેનું ધ્યાન રાખો. આર્થિક તંગી લાવશે આ સમય.

મંત્ર- ॐ વિષ્ણવે નમ:

મકર

ગ્રહણ સ્વાસ્થ્ય માટે વિપરિત રહેશે પરંતુ શત્રુમર્દી પણ બનાવશે. કોર્ટ કચેરીના મામલે સમય સારો રહેશે.

મંત્ર- ॐ ધૃણિ સૂર્યાય નમ:

કુંભ

ગ્રહણ શિક્ષાની દ્રષ્ટિએ તાણ વધારશે. સંતાન સંબંધી ચિંતા પરેશાન કરશે. જો પ્રેમ લગ્ન કરવા હોય તો રાહ જોવી પડશે. સ્વભાવમાં ચિડયાપણું ન આવવા દો.

મંત્ર- ॐ નમોસ્તુ સૂર્યાય સહસ્ત્ર રશ્મયે નમ:

મીન

ગ્રહણ પારિવારિક ક્લેશ તેમજ માનસિક અશાંતિ દેશે. માતાપિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેશો તો સારું રહેશે. નોકરીમાં પદોન્નતિના યોગ સર્જાશે.

મંત્ર- ॐ હ્રાં હ્રીં હ્રૌં સ: સૂર્યાય નમ:

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ