દીકરી-વહુને સોનું નહિ પણ તેમની ઉંચાઇ પ્રમાણે આપી કંઇક આવી ભેટ, આ કરોડપતિ પરિવારના વિચારો વાંચીને તમને પણ લાગશે નવાઇ…

કરોડોની સંપત્તિ છતાં પુત્ર-પુત્રીના લગ્ન સાદાઈથી કર્યા, અને દીકરી-વહુને પુસ્તકોની ભેટ આપી

માતાપિતા બીચારા પોતાની આખા જીવનની પુંજી દીકરા-દીકરીના લગ્ન પાછળ વાપરી નાખતા હોય છે. દીકરો કે દીકરી જન્મ તે પહેલાંથી જ તેમના લગ્ન માટે તેઓ પાઈ-પાઈની બચત કરીને જમા કરતા જાય છે. અને હાલ તો લગ્નનો ખર્ચો લાખોથી કરોડોમાં પહોંચી ગયો છે જે નર્યો પૈસાનો ધૂમાડો જ હોય છે. તેવા સમયે જ્યારે કોઈ પૈસે ટકે સદ્ધ વ્યક્તિ પોતાના સંતાનોના લગ્ન સાદાઈથી કરાવે ત્યારે ખરેખર તે જાણીને અચરજત થતું હોય છે.

image source

સક્ષમતાં હોવા છતાં લગ્નમાં લાખોનો ધૂમાડો નહીં કરીને સાદાઈથી લગ્ન પૂર્ણ કરીને સૂરતના વેકરિયા પરિવારે સમાજને એક ઉત્તમ ઉદાહણ પૂરુ પાડ્યું છે. આજે લોકો વેંત ન હોવા છતાં ઉંચા વ્યાજે રૂપિયા લઈને પણ ધામધૂમથી લગ્ન કરવા પાછળ બીનજરૂરી રીતે લાખો રૂપિયા વાપરી નાખતા હોય છે તેવા સંજોગોમાં આવું કૃત્ય ખરેખર વખાણવા યોગ્ય અને અનુસરવા યોગ્ય છે.

image source

વેકરિયા પરિવારે પોતાના દીકરા તેમજ દીકરીના લગ્ન આર્ય સમજાની વિધિથી ખુબ જ સાદાઈથી કરાવ્યા છે અને પોતાની દીકરી તેમજ વહુને સોના-ચાંદીના ઘરેણાની છાબ નહીં પણ પુસ્તકો ભરેલી છાબ ભેટસ્વરૂપે આપી છે. આ ઉપરાંત તેમણે પોતાની દીકરી તેમજ વહુની ઉંચાઈ થાય તેટલા બીજા પુસ્તકો પણ ભેટ તરીકે આપ્યા છે.

image source

દીકરા-દીકરીના સાદાઈથી લગ્ન કરાવનાર સવજી વેકરિયા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ અને વિશ્વ ગુજરાતી સમાજના મહામંત્રી પણ છે. તેમણે પોતાની દીકરી સુભદ્રાના સુમિત સાથે અને દીકરા સિદ્ધાંતના સ્વાતી સાથે મંગળવારે 24મી ડિસેમ્બરે આર્ય સમાજમાં લગ્ન કરાવ્યા હતા.

image source

લગ્નમાં બીનજરૂરી ખર્ચો નહીં કરતાં તેમણે શહેરની સેવાભાવી સંસ્થાઓમાં વરઘોડિયાઓના હાથે રૂપિયા 21-21 હજારનું દાન પણ કર્યું છે. આ સિવાય તેમણે કુદરતને ખુશ કરવાનું પણ બાકી નથી રાખ્યું તેમણે વિદ્યાર્થીઓમાં તેમજ આવનારી પેઢીમાં પર્યાવરણનું મહત્ત્વ તેમજ તે વિષે જાગૃતિ ફેલાવવાના ઉદ્ધેશથી વૃક્ષ દાન, વૃક્ષારોપણ, તેમજ વૃક્ષ સંવર્ધન જેવી પ્રવૃત્તિઓ પણ કરી હતી.

image source

સવજીભાઈએ સાદાઈથી લગ્ન કરવા માટે પરિવાર સાથે ઘણું મનોમંથન કર્યું પણ છેવટે તેમને તેમનો તે જ વિચાર યોગ્ય લાગ્યો. સવજીભાઈના આ કૃત્યથી આશા છે કે સમાજના બીજા લોકોને પણ લગ્નમાં લાખોનો ધૂમાડો કરતાં વિચાર આવે અને તોઓ પણ સાદાઈથી લગ્ન કરી પોતાન રૂપિયાનું દાન ભલે ન કરે પણ તેનો યોગ્ય જરૂરી ઉપયોગ કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ