વિષ્ણુ પુરાણમાં કહેલી આ 8 વાતો મનુષ્યને રાખે છે સુખી, જાણો તમે પણ

જીવનમાં સુખી રહેવા વિષ્ણુ પુરાણની આ વાતો રાખી લો યાદ, વિષ્ણુ પુરાણમાં કહેલી આ વાતો મનુષ્યને રાખે છે સુખી

હિન્દુ પુરાણોમાં જે કોઈ જ્ઞાન સદીઓ પહેલા આપવામાં આવ્યું છે તે દરેક યુગમાં લાગુ પડે છે. તેમાંનું જ્ઞાન ક્યારેય જૂનવાણી નથી થતું. તેમાં કહેલી એક એક વાત આજે પણ તેટલી જ સચોટ છે જેટલી સદીઓ પહેલાં હતી. આ વેદો, ગ્રંથો તેમજ પુરાણોમાં જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન આપવામા આવેલું છે. જીવનને કેવી રીતે સુખમય બનાવવું તેની ચાવી તેમાં સમાયેલી છે.

image source

આપણા બધા જ ગ્રંથો માં ઋષિમુનિઓ દ્વારા જે કંઈ પણ લખવામા આવ્યું છે તે બધું જ વ્યવહારિક છે. કશું જ મનઘડંત નથી પણ તમારા જીવનવમાં લાગુ પાડી શકાય તેવું છે. તો આજે અમે તમારી સમક્ષ વિષ્ણુ પુરાણમાં લખેલી કેટલીક વાતો લઈને આવ્યા છીએ જે તમારા જીવનને પહેલાં કરતાં પણ વધારે સરળ બનાવી દેશે. તો ચાલો જાણીએ તે વિષે.

ઉંઘવા તેમજ જાગવા માટે ખાસ વાત દર્શાવવામાં આવી છે

image source

વિષ્ણુ પુરાણ પ્રમાણે વ્યક્તિએ ન તો વધારે જાગવું જોઈએ કે ન તો વધારે સુવું જોઈએ. વધારે પડતું ઉંઘવાથી તેમજ વધારે પડતું જાગવાથી બન્ને રીતે તમારી તબિયતને નુકસાન થઈ શકે છે. વિષ્ણુ પુરાણમાં બ્રહ્મમુહૂર્તમાં ઉઠવા કહેવામાં આવ્યું છે.

વિષ્ણુ પુરાણમાં સ્નાનને યોગ્ય ગણાવ્યું છે પણ લાંબો સમય સ્નાન ન કરવું જોઈએ

image source

આપણા પુરાણોમાં હંમેશા સ્નાનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. શરીરને સ્વચ્છ રાખવા માટે સ્નાન અત્યંત જરૂરી છે. પણ જો સ્નાન લાંબા સમય માટે કરવમાં આવે તો શરદી, તાવ વિગેરે રોગ થઈ શકે છે માટે અમુક સમય મર્યાદામાં જ સ્નાન પતાવી લેવું જોઈએ.

જીવનમાં સુખી થવા આવી વ્યક્તિથી સદંતર દૂર રહેવું

image source

ચારિત્ર્યહિન વ્યક્તિથી સજ્જન વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. આવી વ્યક્તિના કોઈપણ કૃત્યનું ફળ તેના સજ્જન સાથીએ ભોગવવાનો વારો આવી શકે છે. આ ઉપરાંત મનુષ્યએ નકારાત્મક ઉર્જા ભરેલા વાતાવરણમાં પણ ન રહેવું જોઈએ.

શરીર સુખ બાબતે કેહવામાં આવી છે આ ખાસ વાત

વિષ્ણુ પુરાણમાં કહેવામા આવ્યું છે કે લાંબા સમય સુધી શારીરિક સુખ ન માણવું જોઈએ. તેમ કરવાથી શરીરમાં દૂર્બળતા આવે છે અને શરીર નબળુ પડવા લાગે છે.

image source

ગરીબોને ક્યારેય પરેશાન ન કરવા જોઈએ

વિષ્ણુ પુરાણમાં ગરીબોને નુકસાન થતાં કાર્યોને પાપ ગણવામાં આવે છે. એટલે કે જે કોઈ પણ કૃત્યુ તમારા દ્વારા થતું હોય અને તેનાથી જો ગરીબોને નુકસાન થતું હોય તો તે પાપ છે. જેમ કે ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘા ભાવે વેચવી, તેમનુ શોષણ થવું તેને પણ પાપ ગણવામાં આવે છે. આ ઉપરાંત ગાયના દૂધને પણ નહીં વેચવા પર વિષ્ણુ પુરાણમાં ભાર મુકવામાં આવ્યો છે.

નિર્વસ્ત્ર સુવું ન જોઈએ

image source

પુરાણોમાં નિર્વસ્ત્ર થઈને સુવું નહીં તેમ કહેવામાં આવ્યું છે. રાત્રે નગ્ન થઈને સુવાથી આસપાસ ફરતા જંતુઓ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. એવી પણ માન્યતા છે કે રાત્રે તમારા પુર્વજો તમને મળવા આવતા હોવાથી તમારે વસ્ત્રો પહેર્યા વગર ન સુવું જોઈ. કારણ કે તેઓ નિર્વસ્ત્ર વ્યક્તિને નથી મળતા.

લાલ રંગના વસ્ત્રો માટે છે આ ખાસ માન્યતા

image source

વિષ્ણુ પુરાણમાં શેનો વેપાર કરવો અને શેનો વેપરા ન કરવો તેનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે. પુરાણમાં દર્શાવ્યા પ્રમાણે ક્યારેય લાલ રંગના વસ્ત્રને વેચવું જોઈએ નહીં. લાલ રંગને પૂજાનો રંગ ગણવામા આવે છે માટે તમે તેવા રંગના વસ્ત્રનું દાન કરી શકો પણ તેને વેચી ન શકો. તેના વેપારની ના કહેવામાં આવી છે.

વ્યાયામ છે અત્યંત આવશ્યક

image source

પુરાણોમાં પણ સ્વાસ્થ્ય માટે વ્યાયામને આગવુ મહત્ત્વ આપવામા આવ્યું છે. તેમજ તેને કયા સમયે અને કેટલા પ્રમાણમાં કરવું તે બાબત પર પણ ભાર મુકવામાં આવ્યો છે. શરીરની મર્યાદા પ્રમાણે જ વ્યાયામ કરવો જોઈએ.

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ