ભારતીય પર્યટકોને આ 5 દેશમાં ફરવા જવા માટે નથી પડતી કોઇ વીઝાની જરૂર, ઓછા રુપિયામાં આટલા દિવસ ફરવાની મળે છે જોરદાર સુવિધા

હાલમાં કોરોનાને કારણે કોઈ પણ ક્યાંય મુસાફરી કરી શકતા નથી. આવી સ્થિતિમાં વિદેશ જવા માટે તો વિચારી પણ નથી શકાતુ. પરંતુ ઘણા લોકોએ આ દિવસોમાં તેમની યાત્રા વિશેની યોજના બનાવવાનું શરૂ કર્યું છે જેથી એકવાર બધું સારું થઈ જાય તે પછી તેઓ સરળતાથી બહાર નીકળી શકે. આવી સ્થિતિમાં, જો તમે પણ એવું વિચારી રહ્યા છો કે જ્યારે કોરોના સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે ત્યારે, તમે પરિવાર સાથે વિદેશ પ્રવાસ કરશો, તો તમારે તેના માટે વધારે પ્રયત્નો કરવો પડશે નહીં કે તમારે વિઝા માટે લાંબી પ્રોસેસમાંથી પસાર નહીં થવું પડે. આજે અમે તમને એવા દેશો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે પહોંચતાની સાથે જ તમને વિઝા મળી જશે અને તમે સરળતાથી ફરી શકશો.

કંબોડિયા

image source

કંબોડિયાની યાત્રા કરવીએ એક ઐતિહાસિક અનુભવ છે. અવિકસિત હોવા છતાં અહીંના લોકો ખૂબ સારા સ્વભાવના હોય છે. કંબોડિયા એ ભારતીયોને વિઝા ઓન અરાઈવલ દેનાર દેશોમાનો એક છે. આ વિઝા અહીં એક મહિના રોકાવા માટે માન્ય ગણાય છે. આ વિઝા મેળવવા માટે તમારી પાસે માન્ય પાસપોર્ટ હોવો આવશ્યક છે.

એલ સાલ્વાડોર

image source

આ દેશ મધ્ય અમેરિકામાં સ્થિત એક ખૂબ જ સુંદર દેશ છે. ભારતીય પ્રવાસીઓને અલ સાલ્વાડોરમાં વિઝા ઓન અરાઈવલ મળે છે, જે 3 મહિના માટે માન્ય ગણાય છે. આ પરવાનગી મળ્યા પછી, ભારતીય વ્યક્તિ આગામી 90 દિવસ સુધી દેશના મોટાભાગના વિસ્તારમાં ફરી શકે છે.

સુરીનામ

image source

સુરીનામ જંગલો અને સુંદર નદીઓવાળા દેશ તરીકે ઓળખાય છે. અહીં ફરવા માટે ઘણું બધુ છે. સુરીનામ એરપોર્ટ પર પહોંચ્યા પછી ભારતીય પ્રવાસીઓને અહીં એક એન્ટ્રી ટૂરિસ્ટ કાર્ડ આપવામાં આવે છે. ત્યાર બાદ તમે આ દેશમાં મહત્તમ 90 દિવસ સુધી આરામથી રહી શકો છો.

યુગાન્ડા

image source

આફ્રિકન દેશ યુગાન્ડાનું નામ અને તેના વિશે દરેક લોકોને માહિતી પરંતુ અહીં ફરવું એ એક અલગ જ અનુભવ છે. ભારતીયોને અહીં આવવા માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા મળે છે. 90 દિવસના માન્ય વિઝા માટે અહીં 50 યુએસ ડોલરની ફી ચૂકવવાની રહેશે.

મલેશિયા

image source

ઉચી ઉચી ઈમારતો ધરાવતો મલેશિયા દેશ એક વિકસિત દેશ તો છે જ પરંતુ સાથે સાથે કુદરતી સૌંદર્યથી પણ સમૃદ્ધ છે. મલેશિયાની મુલાકાત માટે તમે ઇ-વિઝા માટે સરળતાથી અરજી કરી શકો છો જો ભારતીય પ્રવાસીઓ સીધા સિંગાપોર, થાઇલેન્ડ અથવા ઇન્ડોનેશિયાથી આવે છે, તો તેઓને કોઈપણ પ્રયત્નો કર્યા વિના વીઝા ઓન અરાઈવલ મળી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ