રામાયણના ‘આ’ પાત્ર પાસેથી ક્રિકેટર સહેવાગને મળી હતી બેટિંગની પ્રેરણા, જાણો તમે પણ

વીરેન્દ્ર સહેવાગ

image source

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર અને વિસ્ફોટક બેટિંગ કરનાર વીરેન્દ્ર સહેવાગ આજે પણ પોતાની તોફાની બેટિંગ માટે જાણીતા છે. વીરેન્દ્ર સહેવાગ આજે પણ એક વિસ્ફોટક બેટ્સમેન તરીકે ઓળખવામાં આવે છે. ક્રિકેટમાં રસ ધરાવતી આજની યુવા પેઢી પણ વીરેન્દ્ર સહેવાગથી પ્રેરિત થાય છે. શું આપ જાણો છો કે, યુવા ક્રિકેટર માટે પ્રેરણારૂપ વીરેન્દ્ર સહેવાગને આવી વિસ્ફોટક બેટિંગ કરવા માટે કોની પાસેથી પ્રેરિત થયા? વીરેન્દ્ર સહેવાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના પ્રેરણાસ્ત્રોત વિષે જાણકારી આપી છે.

image source

વીરેન્દ્ર સહેવાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેંસને મનોરંજન પૂરું પાડનાર વીરેન્દ્ર સહેવાગે ફરી એકવાર એક પોસ્ટ શેર કરી છે. વીરેન્દ્ર સહેવાગે આ પોસ્ટ દ્વારા પોતાની ધુઆઁધાર બેટિંગ પ્રેરણા સ્ત્રોત વિષે જાણકારી આપી છે.

વીરેન્દ્ર સહેવાગએ પોતાની ધુઆધાર બેટિંગ માટે પ્રેરણા સ્ત્રોત તરીકે તાજેતરમાં નેશનલ ચેનલ પર પુનઃપ્રસારિત કરવામાં આવેલ ‘રામાયણ’ ધારાવાહિકનું એક પાત્ર છે. ‘રામાયણ’ ધારાવાહિકમાં જયારે શ્રીરામના દૂત બનીને અંગદ લંકામાં રાવણના દરબારમાં જાય છે ત્યારે અંગદ રાવણના દરબારમાં હાજર દરેક શૂરવીરને પોતાનો પગ હલાવવા માટે જણાવે છે. પણ શાંતિદૂત અંગદનો પગ રાવણના દરબારમાં હાજર કોઈ શુરવીર હલાવી શકતા નથી. ‘રામાયણ’ ધારાવાહિકના આ દ્રશ્યથી પ્રેરિત થઈને વીરેન્દ્ર સહેવાગ લખે છે કે, ‘તો મેં અહીંથી મારી બેટિંગની પ્રેરણા લીધી હતી. અંગદનો પગ હટાવવો મુશ્કેલ જ નહી, અશક્ય છે…અંગદ જી રોક્સ’.

image source

આપને જણાવીએ કે, વીરેન્દ્ર સહેવાગનું સ્થાન ભારતીય ક્રિકેટ ટીમમાં એક વિસ્ફોટક ઓપનર તરીકે હતું. વીરેન્દ્ર સહેવાગે પોતાના ક્રિકેટ કરિયરમાં ૧૦૪ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ૪૯.૩ની સરેરાશ જાળવીને ૮૫૮૬ રન બનાવ્યા છે. જયારે વીરેન્દ્ર સહેવાગે વન-ડે ક્રિકેટ મેચમાં ૩૫ રનની સરેરાશ જાળવી ૮૨૭૩ રન બનાવ્યા છે. વીરેન્દ્ર સહેવાગે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં કુલ ૩૮ સેન્ચ્યુરી બનાવી છે. ઉપરાંત ટેસ્ટ ક્રિકેટ મેચમાં બે વાર ટ્રીપલ સેન્ચ્યુરી એટલે કે ૩૦૦થી વધુ રન બનાવ્યા છે.

image source

વીરેન્દ્ર સહેવાગ પોતાના કરિયર દરમિયાન કોઇપણ ક્રિકેટ મેચમાં પોતાની બેટિંગ કરતી વખતે એકવાર ક્રીઝ પર પોતાનો કબજો જમાવી દીધો તો ભલભલા બોલર્સ માટે એક પડકાર સમાન બની જતા, બિલકુલ તેમના પ્રેરણારૂપ પાત્રની જેમ તેઓ પણ અડગ રહેતા. વીરેન્દ્ર સહેવાગ વર્તમાન સમયમાં ક્રિકેટ જગતમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને આપણને સહેવાગ કેટલીક ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી બોક્સમાં તેમની બેટિંગની જેમ જ જોરદાર કોમેન્ટ્રી આપતા જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ