હેરા ફેરી’ને 20 વર્ષ થયા પૂરા, જાણો એવુ તો શું કહ્યું સુનિલ શેટ્ટીએ પરેશ રાવલ અને અક્ષય વિશે..

હેરા ફેરીના 20 વર્ષ પૂરા થયા તે નિમિતે સુનિલ શેટ્ટીએ કેટલીક રસપ્રદ વાતો શેર કરી

image source

સુનિલ શેટ્ટીએ પોતાના ફેન્સ સાથે 20 વર્ષ પહેલાં રિલિઝ થેયલી તેની અને અક્ષય કુમાર અભિનિત ફિલ્મ હેરા ફેરી કેવી રીતે ફિલ્માવાઈ હતી તે વિષેની રસપ્રદ વાતો શેર કરી.

હેરા ફેરી ફિલ્મ વિષે ભાગ્યે જ કોઈ હીન્દી ફીલ્મ રસિયાને ખ્યાલ નહીં હોય આમ તો જો તે હિન્દી ફિલ્મ રસિયો કે રસિયણ હશે, અને કોમેડિ ફિલ્મ તેને ખૂબ ગમતી હશે તો તેણે હેરાફેરી જેવી ક્લાસિક કોમેડિ ફિલ્મ ક્યારેય ચૂકી જ ન હોય. ગઈ કાલે હેરા ફેરી ફિલ્મના 20 વર્ષ પૂર્ણ થયા અને તે નિમિતે ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર સુનીલ શેટ્ટીએ ફિલ્મના શૂટીંગને લગતી કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી.

mage source

તેણે આ વાતચીત દરમિયાન ફિલ્મના ડીરેક્ટર પ્રિયદર્શને શૂટિંગ દરમિયાન કલાકારો પાસે ઉત્તમ રીતે કામ કરાવવા માટે કેવા કેવા પેંતરા અજમાવ્યા હતા તે વિષે જણાવ્યું છે.

સુનિલ શેટ્ટીએ વાતચીત દરમિયાન જણાવ્યું, કે અક્ષય કુમાર અને પરેશ રાવલને ફિલ્મના શૂટિંગ દરમિયાન જમીન પર સુવડાવવામાં આવ્યા હતા. ‘મને નથી ખબર કે ફિલ્મ કેવી રીતે બની હતી, તે બસ બની ગઈ હતી. અમે રોજ સવારે સેટ પર આવતા, વસ્ત્રો સામાન્ય રીતે એમને એમ જ આપી દેવામાં આવતા તેના પર કોઈ ઇસ્ત્રી પણ નહોતી કરામાં આવતી. અમારા ડીરેક્ટર અમને બપોરના સમયે જમીન પર છાપુ પાથરીને સૂવાનું કહેતા, અને અમે સુઈ જતા.

image source

પ્રિયદર્શને અમને જણાવ્યું હતું કે તેઓ અમને કમ્ફર્ટેબલ રહેવા દેવા નહોતા માગતા. જ્યારે તમે ઉઠો ત્યારે તમે આરામ તો કરી લીધો હોય તેમ છતાં તમે અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હોવા જોઈએ. તો અમે મેકઅપ પણ નહોતા કરતા, જરા પણ નહીં. અક્ષય કુમાર, હું અને પરેશજી સતત એકસાથે જ રહેતા, અમારી લાઈનોનું એકધારુ રીહર્સલ કરતા, એકધારો સુધારો કરતા અને પ્રિયન સરને ખબર રહેતી હતી કે ક્યારે કટ કહેવું,’

સુનિલે પોતાના અને અક્ષયના એક્શન સ્ટારના બેકગ્રાઉન્ડ વિષે પણ વાત કરતાં જણાવ્યું, ‘તે એક એવી ફિલ્મ હતી જેમાં એક્શન હીરો કોમેડી કરી રહ્યા હતા અને તેમને બાબુભાઈ જેવી વ્યક્તિ દ્વારા કંટ્રોલમાં રાખવામાં આવતા. અન તે વખતે ઓડિયન્સને તે ઘણું રમૂજી લાગ્યું હતું.’

image source

જો તમે હેરાફેરી એકવાર જોઈ હશે તો તમે તેને વારંવાર જોઈ જ હશે. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી , અક્ષય કુમાર અને પરેશ રાવલે અનુક્રમે શ્યામ, રાજુ અને બાબુ ભૈયાના પાત્રો ભજવ્યા હતા. બાબુ ભૈયા એટલે કે પરેશ રાવલ મકાન માલિક હતા અને અક્ષય અને સુનિલ તેમના ભાડુઆત હતા. તેઓ સતત રૂપિયાની તંગી વચ્ચે રહેતા હતા.

માટે એકવાર તેમણે બાળકનું અપહરણ કરીને તેના બદલામાં પૈસા માગીને પૈસા કમાવાનો શોર્ટકટ અપનાવ્યો. અને આ બધું શરૂ થયું હતું લેન્ડલાઇન ફોન પર આવતા રોંગ નંબરથી. પણ તેઓ ધારતા હતા તેવું કશું જ નહોતું થતું અને તેમની આ સ્થિતિમાંથી અનેક રમુજી પ્રસંગો ઉભા થતા જે લોકોને ખડખડાટ હસાવી મૂકે છે.

image source

આ ફિલ્મમાં તબ્બુ અને ઓમ પુરીનો પણ મહત્ત્વનો રોલ હતો. આ ફિલ્મને હીન્દી ફિલ્મની ક્લાસિક કોમેડિમાં ગણવામાં આવે છે. આજે પણ જ્યારે ટીવી પર ચેનલો સર્ફ કરતાં જો હેરા ફેરી ફિલ્મ ચાલતી હોય તો ભલે તમે તેને કેટલીએ વાર જોઈ હોય તેમ છતાં થોડી મિનિટો માટે તો તમે તેને જોવા રોકાઈ જ જાઓ છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ