વિરાટ કોહલીની આ તસવીર જોઇને હસી પડશો તમે પણ, જેમાં અનુષ્કાએ વિરાટના ચહેરા પર કરી છે કંઇક આવી કલાકારી

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

image source

નોવેલ કોરોના વાયરસના કારણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ ઘરમાં અનુષ્કા શર્માની સાથે સમય વિતાવી રહ્યા છે, તેમ છતાં બન્ને સ્ટાર્સ પોતાના દર્શકોને સોશિયલ મીડિયા દ્વારા મનોરંજન કરવાનું ભૂલતા નથી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ સેલ્ફ આઈસોલેશન દરમિયાન સોશિયલ મીડિયા પર પોતાની મજેદાર ફોટોઝ શેર કરી રહ્યા છે અને ફેંસને પોતાની અપડેટ આપી રહ્યા છે. અનુષ્કા શર્માએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટ સ્ટોરીમાં વિરાટ કોહલીનો એક ફોટો શેર કર્યો છે, આ ફોટોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંનેના ગાલ પર મોબાઈલ એપ દ્વારા એન્જલ બનાવી દીધી છે.

image source

કેવિન પીટરસનની સાથે લાઈવ ચેટ દરમિયાન વિરાટ કોહલીએ જણાવ્યું છે કે, આ પહેલો અવસર છે, જયારે તેઓ અનુષ્કા શર્માની સાથે એક જ જગ્યા પર આટલો લાંબો સમય વિતાવી રહ્યા છે. જો કે, આ કહેવું પણ થોડું અજીબ લાગી રહ્યું છે કે, મહામારીના કારણે આવું થઈ રહ્યું છે, પણ આવું થઈ રહ્યું છે. કેવિન અને વિરાટની આ લાઈવ ચેટ દરમિયાન અનુષ્કા શર્માએ પણ એક કમેન્ટ કરી, જે સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે.

અનુષ્કા શર્માએ વિરાટ કોહલી અને કેવિન પીટરસનની લાઈવ ચેટ દરમિયાન કમેન્ટ કરતા લખ્યું છે કે, ચલો…ચલો ડીનર ટાઈમ. ત્યાર પછી કેવિન પીટરસનએ આ કમેન્ટનો એક સ્ક્રીન શોટને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને લખે છે કે, ‘જબ બોસને કહાં કી સમય સમાપ્ત હો ગયા તો સમય સમાપ્ત.’

 

View this post on Instagram

 

A post shared by Kevin Pietersen (@kp24) on

આ ચેટ પછી અનુષ્કા શર્માએ વિરાટ કોહલી અને પોતાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે. બન્ને ફોટોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ગાલ પર એપની મદદથી કેટલાક એન્જલસ બનાવેલ જોઈ શકાય છે. આ ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ‘સાફ દીખ રહા હૈ કી અબ સોને કા વક્ત હો ગયા હૈ.’

image source

આપને જણાવી દઈએ કે આની પહેલા વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથેની એક ફોટો પોસ્ટ કરી અને લખ્યું છે કે તેમની હસી હોઈ શકે છે નકલી હોય, પરંતુ તે છે નહી. આ સમયે નોવેલ કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે જેના લીધે બધા સ્પોર્ટ્સની ગતિવિધિઓ બંધ કરી દેવાઈ છે. આઈપીએલને પણ ૧૫ એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે.

આઇપીએલની શરુઆત પહેલા ૨૯ માર્ચથી થવાની હતી. જોવા જેવી વાત છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને આ લોકડાઉનના કારણે પોતાના જ ઘરમાં એકસાથે ખુબ જ વધારે સમય વિતાવવા મળી રહ્યો છે જેને વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણી સારી રીતે માણી રહ્યા છે.

image source

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાના ફેંસને સોશિયલ મીડિયા દ્વારા મનોરંજન તો કરી જ રહ્યા છે ઉપરાંત તેઓ પોતાના ફેંસને આ કોરોના વાયરસથી બચવા માટે કેટલીક સૂચનાઓ પણ આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ