21 દિવસના લોકડાઉન પછી 22માં દિવસથી ભારતમાં કેવી સ્થિતિ સર્જાશે, લોકો શું કરશે અને શું નહિં તેની સંપૂર્ણ માહિતી વાંચો તમે પણ એક ક્લિકે

21 દિવસનું લોકડાઉન પૂરું થયા બાદ ભારતમાં કેવી સ્થીતી સર્જાશે ? , જો તમે ઇચ્છતા હોવ કે દેશના ધંધા રોજગાર ચાલુ રહે અને કોરોનાનો સાપ ફરી પોતાની ફેણ ન ફેલાવે તો આ લેખ ચોક્કસ વાંચો

સમગ્ર વિશ્વમાં છેલ્લા બે અઢિ મહિનાથી ચીનમાંથી ઉત્પન્ન થયેલા કોરોના વાયરસે ધીમે ધીમે મહામારી ફેલાવી દીધી છે. આજે કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં 10,16,128 લોકોને તેનાથી સંક્રમીત થયા છે, તેમાંથી માત્ર ત્રણ જ મહિનાની અંદર 53,069 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં સ્થિતિ વધારે ચિંતા જનક નથી પણ જો લોકો દ્વારા તકેદારી નહીં રાખવામાં આવે તો આખા વિશ્વની મહામારી એકબાજુએ અને ભારતની મહામારી એકબાજુએ એવી સ્થિતિ સર્જાઈ શકે છે.

image source

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા હેતુ જાહેર કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના લગભગ 9 દિવસ પૂર્ણ થઈ ચુક્યા છે હવે 12 દિવસ બાકી છે. પણ 21 દિવસનું લૉકડાઉન પૂર્ણ થયા બાદ એટલે કે 15મી એપ્રિલના રોજ શું સ્થિતિ સર્જાશે ? લોકો શું કરશે ? સરકાર શું કરશે તે હજુ સુધી કોઈએ પણ કલ્પ્યુ નથી, વિચાર્યું નથી. શું ખરેખર ત્યાં સુધીમાં કોરોના વાયરસ ભારતમાંથી વિદાઈ લઈ લેશે ? આ બધા જ પ્રશ્નોના હાલ કોઈની પાસે કોઈ જ જવાબ નથી.

22માં દિવસે એટલે કે 15મી એપ્રિલે લોકો વાસ્તવમાં શું કરશે ?

આપણો 22મી માર્ચનો અનુભવ ઘણો અનોખો રહ્યો છે અને કેટલીક એવી સ્થીતી પણ સર્જાઈ છે કે લોકોએ શરમમાં પણ મુકાવવું પડ્યું હતું. એટલે કે પ્રધાનમંત્રી દ્વારા 22મી માર્ચ રવિવારના રોજ જનતા કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. જે લગભગ સફળ રહ્યો હતો પણ સાંજે પાંચ વાગ્યે વડાપ્રધાન દ્વારા જે તાળીઓ પાડીને પેરામેડિકલ સ્ટાફને વધાવી લેવાની જે અરજ કરવામાં આવી હતી તેમાં લોકોએ ગજબનો ઉત્સાહ દર્શાવ્યો અને એટલી હદે ઉત્સાહ દર્શાવ્યો કે લોકો ટોળેટોળા વળીને જાહેર માર્ગ પર સરઘસ કાઢવા લાગ્યા તો વળી કેટલીક સોસાયટીમાં પણ લોકો ટોળે વળ્યા હતા. આ જનતા કર્ફ્યૂનો મુખ્ય ઉદ્દેશ જે લોકોએ એકબીજાથી દૂર રહેવાનો હતો તે તો જાણે ક્યાંય ભૂલાવી દેવામાં આવ્યો.

image source

જો 22મા દિવસે એટલે કે 15મી એપ્રિલે લોકોએ આજ પ્રમાણેનું વર્તન કર્યું, એટલે કે જાણે જંગ જીતી ગયા હોય તેમ સરઘસ કાઢશે, ટોળે વળશે, બાઈકો તેમજ ગાડીઓ લઈ લઈને રસ્તાઓ પર જશ્ન મનાવવા ઉમટી આવશે તો 21 દિવસની મહેનત પર પાણી ફરી વળશે. લોકો ભૂલી જશે કે હજુ પણ વાયરસ માથું ઉંચકી શકે તેમ છે.

14 એપ્રિલે થિયેટર્સ, મોલ્સ તેમજ રેસ્ટોરન્ટ્સ છલકાવા લાગશે

આટલા દિવસ એટલે કે માત્ર 21 દિવસ સુધી લોકોએ પોતાની જાતને બળજબરી પૂર્વક રેસ્ટોરન્ટ્સના ચટાકેદાર ભોજનથી કે પછી સિનેમા ઘરમાં જઈને ફિલ્મો જોઈને એન્ટરટેઇનમેન્ટ મેળવવાના શોખને રોકી રાખ્યા હશે તેઓ આ બધા જ જાહેર સ્થળોએ ઉમટી આવશે. લોકો જાણે શોપીંગ કર્યા વગર મરી રહ્યા હોય તેમ મોલ્સની દુકાનો તરફનો ધસારો પણ વધી જશે.

image source

લોકો ભૂલી જશે કે આ કોરોના વાયરસ પણ ઉથલો મારી શકે છે અને તેનું જોખમ સંપૂર્ણપણે ટળ્યુ નથી, લોકો એકબીજાથી દૂર રહેવાની જગ્યાએ વધારે નજીક આવશે. ઘણા બધા લોકો આ બાબતને સમજી શકે છે પણ સામે એવા પણ અસંખ્ય લોકો છે જે આ ગંભીરતા સમજી નહીં શકે.

ધંધા રોજગાર શરૂ થઈ જશે – લોકો પર કામનું ભારણ વધશે

21 દિવસ બાદ એટલે કે 14મી એપ્રિલે જો કંઈ સક્રીય થવું જોઈએ તો તે ચોક્કસ ધંધા રોજગાર જ છે, કારણ કે આ 21 દિવસમા દેશને હજારો કરોડોનું નુકસાન થયું છે જેની ભરપાઈ થતાં ઘણો સમય લાગી જશે. અને આ 21 દિવસના નુકસાનની ભરપાઈ કરવા માટે લોકોએ બેવડા પ્રમાણમાં કામ કરવું પડશે. ઓવર ટાઈમ કરવો પડશે. અને લોકો ફરી પાછા સેંકડોની સંખ્યામાં ઓફિસો, કોર્પોરેટ હાઉસીસ વિગેરેમાં ભેગા થશે અને ફરી પાછી સંક્રમણ ઉદ્ભવવાની શક્યતાઓ વધવા લાગશે.

બેરોજગાર થવાના કારણે વતને ગયેલા લાખો લોકો પાછા શહેર તરફ વળશે

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે ધંધા રોજગાર બંધ થવાથી લાખો લોકોએ પોતાના વતન તરફ પ્રયાણ કર્યું છે, અને ફરી પાછું 22મા દિવસે બધું ચાલુ થશે એટલે આ લાખો લોકો શહેર તરફ પાછા ઉમટી પડશે, આખરે તેમની પણ મજબૂરી છે તેમના માટે પોતાનો પેટનો ખાડો પૂરવાનો આજ એક ઉપાય છે.

આ સંજોગોમાં જો બે-ત્રણ વ્યક્તિ પણ કોરોના વાયરસથી સંક્રમીત હશે તો તે ફરી પાછા હજારો લોકોને સંક્રમીત કરશે તેવી સંભાવનાઓ વધી જશે. અને ફરી પાછી દેશની સ્થિતિ બદથી બત્તર થઈ શકે છે.

14મી એપ્રિલ પછી એરલાઈન્સ, પલ્બીક ટ્રાન્સપોર્ટ, રાજ્યોની બોર્ડરો ખુલ્લા મુકવામાં આવશે

ઉપર જણાવ્યું તેમ લોકો પોતાનું કામ ચાલું થશે કે તરત જ કમાવાની વેતરણમાં લાગી પડશે અને પહેલાની જેમ એરલાઇન્સ, પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ શરૂ કરી દેશે. ફરી પાછું એકબીજા રાજ્યમાં એકબીજા દેશમાં આવવા જવાનું શરૂ થઈ જશે. હજુ આપણને આપણા દેશમાં કેટલા લોકો સંક્રમીત છે તે નથી ખબર તેવા સંજોગોમાં આ 22મો દિવસ ઘણો નિર્ણાયક બની જાય છે.

image source

જો આપણે એવું વીચારતા હોઈએ કે આગ ઓલવાઈ ગઈ છે પણ જો તેમાં એક ચિંગારી પણ બાકી હશે તો ફરીથી આગ ભભકી ઉઠશે અને પહેલા કરતાં પણ વધારે નુકસાન થઈ શકે છે. અને કેન્દ્ર સરકાર દ્વરા લાદવામાં આવેલા 21 દિવસના લોકડાઉનની બધી જ મહેનત પાણી ભેગી થઈ જશે.

એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ

પણ અહીં એક નાગરીક તરીકે આપણે આપણા દેશ માટે એટલું તો કરી જ શકીએ કે આપણે આપણા માટે કેટલીક મર્યાદાઓ બાંધી લઈએ જેમ કે બીનજરૂરી રીતે બહાર જવાનું ટાળીએ, બની શકે તો થોડા મહિનાઓ સુધી આપણી મોજમસ્તી પર કાબુ રાખીએ, પહેલાં જેટલી જ ચોખ્ખાઈ રાખીશું, ટોળે વળીને બેસવાનું ટાળશું, 21 દિવસ દરમિયાન જે જડબેસલાક બંધ પાળ્યો છે તેમાં થોડી છૂટછાટ લઈ શકીએ છે પણ આપણા અને દેશા હીત માટે આપણે આપણા પર કેટલોક સંયમ રાખવો પડશે. આપણે એ ભૂલી નથી જવાનું કે આપણે એ મહામારીને હજૂ દૂર નથી કરી, હજુ પણ વિશ્વના ઘણા બધા દેશોમાં સ્થિતિ કથળી રહી છે. આપણે એક સમજદાર સંયમી નાગરીક તરીકે વર્તવાનું છે પોતાના દેશ પ્રત્યે વફાદાર રહેવાનું છે.

લોકડાઉનને એકદમ ઉઠાવ્યા કરતાં તેને તબક્કાવાર ઉઠાવવામાં આવે

સરકારે ચોક્કસ 22માં દિવસ વિષે ઘણું બધું વિચારી રાખ્યુ હશે જ તેમાં કોઈ જ શંકા નથી. પણ જોખમને ટાળવા માટે સરકારે આ 21 દિવસના લોકડાઉનને તબક્કાવાર ઉઠાવવું જોઈએ. જેમ કે પ્રથમ અઠવાડિયે કેટલાક જરૂરીયાતના ધંધા જેમ કે બેંક, કરિયાણાની દુકાનો તેમજ કેટલીક મહત્ત્વની ખાનગી ઓફિસો શરૂ કરવામાં આવે. પબ્લીક ટ્રાન્સપોર્ટેશન પર પણ કેટલોક અંકુશ મુકવામાં આવે એટલે કે બધી જ બસો, કે ટ્રેનો શરૂ કરવાની જગ્યાએ તેમની ફ્રીક્વન્સીમાં ઘટાડો કરવામાં આવે.

image source

ત્યાર બાદ બીજા તબક્કામાં એટલે કે બીજા અઠવાડિયે પબ્લીક ટ્રાન્સપોર્ટને વધારવામાં આવે, અને ટોળે વળવા પર તો લાંબા સમય સુધી અંકુશ લાદેલો જ રાખવો જોઈએ. રેસ્ટોરન્ટ્સ, મોલ્સ તેમજ પાર્ક્સ અને સીનેમાઘરો પણ હાલ પુરતા બંધ જ રાખવામાં આવે અને તેમને સૌથી આખરીમાં જ શરૂ કરવામાં આવે. અને આ બધામાં આપણે સરકારને પૂર્ણ સાથ આપવાનો છે. આપણે આપણી લાગણીઓ પર કાબૂ રાખવાનો છે આપણે આપણા મોજશોખ પર કાબૂ રાખવાનો છે, કારણ કે જો મર્યાદામાં રહીશું તો જ આ કોરોના વાયરસની મહામારીને ટાળી શકીશું. બધું આપણા હાથમાં જ છે, આપણે આ કરી શકીએ છે, તેમાં કોઈ જ શંકા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ