આ વૃદ્ધ મહિલાની કિસ્મત આપે છે તેમને જોરદાર સાથ, બોલિવૂડ હસ્તીઓ પણ તેમની સામે નમાવે છે માથુ અને માંગે છે આ વસ્તુ

સ્ટાર્સ

કહેવાય છે કે વ્યક્તિનો સમય બદલાય છે ત્યારે તેને વધારે સમય ગુમાવતો નથી. ઉપરાંત તે વ્યક્તિ જાણી પણ નથી શકતી. સફળતા કોઈ વ્યક્તિને જોઇને નથી મળતી તે વ્યક્તિ અમીર છે કે ગરીબ. ઘણી વ્યક્તિઓને રાતોરાત સફળતા મળી જાય છે અને આકાશના તારાની જેમ એ વ્યક્તિ ચમકવા લાગે છે. આજે અમે આપને આવી જ મહિલા વિષે જણાવીશું જે ઘણા વૃદ્ધ છે પણ તેઓની લોકપ્રિયતા કોઈ ફિલ્મ સ્ટારથી ઓછી નથી.

image source

આ વૃદ્ધ મહિલાના ચેહરા પર ભલે ચમક ના હોય પણ તેઓની કિસ્મત ખુબ ચમકી રહી છે. બોલીવુડના સેલેબ્રીટીસ આ વૃદ્ધ મહિલા પાસે જમીન પર બેસે છે સાથે જ ચાની લહેજત માણે છે. ફિલ્મ જગતના સિતારાઓ આ વૃદ્ધ મહિલાની ચાને ખુબ પસંદ કરી રહ્યા છે. ખાસ ચા પીવા માટે બોલીવુડ સ્ટાર્સ ત્યાં જાય છે અને ચાનો લુફ્ત ઉઠાવે છે. હવે જાણીશું આ વૃદ્ધ મહિલા છે કોણ અને એવું તો શું છે કે તેમની ચા આટલી બધી ફેમસ છે?

image source

આપણે ચા બનાવનાર વ્યક્તિની અજાયબી તો જોઈ લીધી જ છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે જાણીએ તો તેઓ ક્યાંથી ક્યાં પહોચી ગયા છે. આ વાત એકદમ સાચી છે કે, નરેન્દ્ર મોદી ભૂતકાળમાં ચા બનાવતા હતા અને ચા પીતા હતા એટલું જ નહી લોકોને પણ ચા પીવડાવતા હતા. પણ તેઓનું નસીબ બદલાયું અને તેઓ આજે ભારતના વડાપ્રધાન બની ગયા છે. હાલમાં નરેન્દ્ર મોદી ફક્ત ભારતમાં જ નહી ઉપરાંત વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી શક્યા છે. એટલું જ નહી દુનિયા તેમના નામ અને કામને માન-સમ્માન પણ આપી રહ્યા છે.

image source

પણ આજે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે આ લેખમાં કોઈ વાત નથી કરવાના પણ આ લેખનો ઉદ્દેશ છે ચા. કોઈ વ્યક્તિ ચા બનાવીને કેટલી પ્રસિદ્ધિ મેળવી શકે છે, આપે ક્યારેય વિચાર્યું છે? આપ આ વૃદ્ધ સ્ત્રીનું તેજ જઈને જોઈ શકો છો કે આપ આ ફોટોમાં જે વૃદ્ધ સ્ત્રીને જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ આ સ્ત્રી પ્રસિદ્ધ વ્યક્તિઓમાંની એક સ્ત્રી છે, કેટલાક ફિલ્મી સિતારાઓ પણ અહિયાં આ સ્ત્રી પાસે જમીન પર બેસીને ચા પીવે છે. હા આપને જાણીને નવાઈ તો લાગશે પણ આ સાચું છે.

આ વૃદ્ધ મહિલાનો ફોટો શેખર કપૂર દ્વારા પોતાના ટ્વીટર અકાઉંટ પર શેર કરાઈ છે. આ વૃદ્ધ મહિલાનો ફોટો જોઇને મોટાભાગના સેલેબ્સ એ જાણવા ઈચ્છે છે કે, આ વૃદ્ધ મહિલા છે કોણ? જ્યાં ફિલ્મ સ્ટાર્સ જમીન પર બેસીને ચા પીવાનું પસંદ કરે છે. ઉપરાંત ચા પીતા સમયે, આ વૃદ્ધ સ્ત્રી અન્ય ચા વાળા જેટલી સધ્ધર પણ નથી. તૂટેલ-ફૂટેલ ઝુપડામાં રેહનાર આ મહિલા ચા બનાવે છે આ જ ચા બીજાઓને પીવડાવે છે.

image source

આ વૃદ્ધ સ્ત્રીના પતિનું મૃત્યુ કેટલાક વર્ષો પહેલા થઈ ગયું હોવાથી ત્યાર પછીથી આ મહિલાએ પોતાનું ઘર ચલાવવા માટે ઝુંપડીની બહારની બાજુ એક નાની જગ્યામાં ચા બનાવવાનું ચાલુ કર્યું. એક વખત જેકી શ્રોફ આ તરફથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે જેકી શ્રોફએ આ વુદ્ધ મહિલાના હાથે બનેલ ચા પીધી, ત્યાર પછી જમીન પર બેસી ગયા અને જેકી શ્રોફને આ વૃદ્ધ મહિલાના હાથની ચા ઘણી પસંદ આવી હતી. હાલમાં આ વૃદ્ધ મહિલા પ્રસિદ્ધિ એટલી બધી વધી ગઈ છે કે ફિલ્મી દુનિયાના સુપર સ્ટાર્સ આ મહિલાના હાથની ચા પીવાની મજા માણવા આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ