વિરાટ અને અનુષ્કા વેસ્ટ ઇન્ડિઝમાં બીચ ઉપર કરી રહ્યાં છે એન્જોય… સોશિયલ મીડિયા પર કર્યા ખૂબસૂરત ફોટોઝ શેર…

ટેસ્ટ મેચ માટે પહોંચી છે ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ, સેલિબ્રિટી કપલ વિરાટ અનુષ્કા માટે બની રહ્યું સાથે સમય ગાળવાનું બહાનું. સોશિયલ મીડિયામાં બીચ ઉપર રિલેક્સીઝ મોમેટ્સ કર્યા શેર… વિરાટ અને અનુષ્કા વેસ્ટ ઇન્ડિઝમાં બીચ ઉપર કરી રહ્યાં છે એન્જોય… ઇન્સ્ટાગ્રામ પર કર્યા ખૂબસૂરત ફોટોઝ શેર…

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી મોસ્ટ ફેવરિટ અને પરફેક્ટ સેલિબ્રિટી યુગલોમાંથી એક ગણાય છે. બંને તેમના ક્ષેત્રમાં ઉત્તમ છે. બંને પોતપોતાના વ્યવસાયમાં એકદમ વ્યસ્ત છે પણ એક બીજા માટે સમય પણ કાઢી લે છે. આ દિવસોમાં વિરાટ કોહલી ટીમ ઇન્ડિયા સાથે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર છે. કામ પરથી વિરામ લઈને તેની પત્ની, બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ તેમની સાથે પહોંચી ગઈ છે. આ અવસરે, બંને સાથે મળીને કામના ભારને હળવો કરવા બીચ પર એન્જોય કરતા ફોટોઝ શેર કર્યા છે. તેમના ફેન્સને બંનેને રિલેક્સિંગ મોડમાં જોવાની ખૂબ જ મજા આવી રહી છે અને તેઓ તેમના ફોટોઝને ખૂબ જ શેર કરી રહ્યા છે…

અનુષ્કા અને વિરાટે ખૂબ જ ઓછી સંખ્યામાં સ્વજનો અને મિત્રોની હાજરીમાં ૧૧ ડિસેમ્બર, ૨૦૧૭ના ઇટાલીમાં ડેસ્ટીનેશન મેરેજ કર્યાં હતાં. એ સમયે આ લગ્ન ખૂબ જ ચર્ચામાં હતાં. એ સમયે તેમના લગ્નના ફોટોઝ જોવા અને શેર કરવા માટે એમના ફેન્સ આતુરતાથી રાહ જોઈ હતી.

વેસ્ટિંન્દિઝમાં ટીમ ઇન્ડિયા સાથે પહોંચેલ કેપ્ટન કોહલી અને તેમની પત્ની એકસાથે ક્વોલિટેટિવ સમય પણ વિતાવી રહ્યાં છે, એવું તેમના સોશિયલ મીડિયા પ્રોફાઈલ ઉપરથી જરૂર ખ્યાલ આવે છે. સૌથી પહેલાં અનુષ્કાએ ઓરેંજ કલરના બીચ વેર પહેરીને દરિયા કિનારે રેતીમાં બેસેલ પોતાનો ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે સનગ્લાસ પણ પહેર્યાં હતાં. જેમાં કેપ્શન હતું, સન કિસ એન્ડ બ્લેસ્ડ…

આ તસ્વીર બાદ, હાલમાં વિરાટની ઓફિશિયલ પ્રોફાઈલ ઉપર બંને કપલ બીચ વેર પહેરીને એકસાથે બેઠાં હોય એવોફોટો શેર કર્યો છે. જેમાં કોઈ જ કેપ્શન નથી માત્ર સૂર્ય અને લવ કપલનું મજાનું સિલ્બોલ મૂકેલ છે. આ લવ કપલનું પ્રોફેશન ભલેને જૂદું હોય પરંતુ બંને એકબીજાના કામને ખૂબ જ રિસ્પેક્ટ આપે છે અને સમય મળે એકસાથે એકબીજાને સપોર્ટ કરવા પહોંચી જાય છે.

વિરાટ કોહલી માત્ર પ્રેમિકા અને પત્ની અનુષ્કા સાથે જ નહીં, પણ તેના સાથી ખેલાડીઓ સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર મજામાં જોવા મળ્યો હતો. તેણે ટીમને દરિયા કિનારે માણી રહેલી સાથે શેર કરી અને કેપ્શનમાં લખ્યું – મારા બોય્ઝ સાથે બીચ પર એક સરસ દિવસ વિતાવ્યો.

થોડા સમય પહેલાં અનુષ્કા શર્માએ આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન વિરાટ કોહલી વિશે વાત કરતા કહ્યું કે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. મેં મારા ‘વિશ્વાસ’ સાથે લગ્ન કર્યા. મેં એક એવા માણસ સાથે લગ્ન કર્યા છે જેમને હું ખૂબ પ્રેમ કરું છું અને તે એટલા માટે છે કે મને તે જેવો છે તેવો ખૂબ ગમે છે.

અનુષ્કાએ વધુમાં કહ્યું કે આપણને જીવન વિશે કેટલીય ફરિયાદ રહેતી હોય છે, કેટલી ગેરસમજ થતી રહેતી હોય છે. આવી સ્થિતિમાં, તમે એક એવી વ્યક્તિને મળો છો જે તમને સંપૂર્ણ રીતે સમજી શકે. આ પછી, એની સાથે રચેલા વિશ્વની બહાર નીકળવાનું મન નથી થતું. એકબીજાના ગળાડૂબ પ્રેમમાં રહેતા આ સેલિબ્રિટી કપલ્સના ફોટોઝ આપણને અવારનવાર જોવા ગમે છે. તેમની તસ્વીરોમાં પણ તેમને પ્રેમ ઝળકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ