શ્રાવણ માસમાં છે મેળાનું ખાસ મહત્વ, જાણો દેશભરમાં ક્યાં ક્યાં ભરાય છે મોટા મેળાઓ…

ભારતભરમાં આ સ્થળોએ શ્રાવણનો સૌથી મોટો મેળો ભરાય છે, જ્યાં ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા અને માણવા આવે છે. શ્રાવણ માસમાં છે મેળાનું ખાસ મહત્વ, જાણો દેશભરમાં ક્યાં ક્યાં ભરાય છે મોટા મેળાઓ…

ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ નિદ્રાધીન થયા પછી આ મહિનામાં ભગવાન શિવ ત્રણ જગતનું રક્ષણ કરે છે. શ્રાવણ મહિનાનો અર્થ શિવની ભક્તિ છે. આ મહિનામાં, લોકો ભોલેનાથના દેશભરમાં આવેલ પ્રખર મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે.

આ પવિત્ર શ્રાવણ માસમાં મેળા ભરાવવાનો પણ ખાસ મહિમા છે. કહેવાય છે કે ખેતરમાં આખું વર્ષ મજૂરી કરીને ચોમાસામાં ખાસ વર્ગ આરામ કરવા ઇચ્છે છે. અમુક વર્ગને કમાણી થઈ હોય તો કેટલાય લોકો પોતાનો માલ સામાનની વેંચવાલી કરવા નીકળવાની તાલાવેલી હોય. આ દરમિયાન પણ ભારતીય સંસ્કૃતિ મુજબ મેળાનું ખૂબ મહત્વ હોય છે. લોકો પાસે પૈસાની આવક થઈ હોય. તેથી તેઓ ખર્ચ કરી શકવા સમર્થ થયા હોય તો કેટલાય વર્ગ માટે આ સમય કમાણી કરી લેવાનો પણ હોય છે. માલ સામાન, કપડાં, મસાલા અને સુશોભનની વસ્તુઓ, બાળકોના રમકડાં અને સ્ત્રીઓ માટે શણગારનો સામાન લેવાનો આ અમૂલો સમય કહેવાય છે.

Free to use picture

ભગવાનના દર્શને જવાને બહાને ચોમાસા દરમિયાનના સુખદ વાતાવરણમાં યાત્રા પણ થાય છે. આસપાસના ગામ લોકોને મળવાનો અવસર મળે છે તો વળી, મેઘલી ઋતુમાં યુવાન હૈયાંઓને મહાલવાનું બહાનું પણ મળી રહે છે. મેળાની પરંપરા હોવી એ ફકત આપણાં ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ આખામાં ભરાય છે, એમાંય શ્રાવણ માસમાં દેશના પ્રમુખ શિવાલયો પાસે ભરાતા મેળાઓનું તો પૂછવું જ શું? રંગીન મેદની અને મેળાના મંડપોની રોનક ભલે આજના આધૂનિક જમાનામાં ઓછી થઈ હોય પણ તેનું મહત્વ જરાય નથી ઘટ્યું. ચાલો આપને જણાવીએ કે ભગવાન શિવના પવિત્ર મંદિરો વિશે જ્યાં શ્રાવણ માસ દરમિયાન ભરાય છે સૌથી મોટા મેળાઓ…

હરિદ્વારનો શ્રાવણ માસનો મેળો

હરિદ્વાર ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં સૌથી પવિત્ર અને મહત્વનું યાત્રાધામ છે. અહીં દર્શન કરવા આવનાર ભક્તો મોક્ષની પ્રાપ્તિની કામના કરે છે. ભગવાન શિવ એ જીવને મોક્ષાર્થે આરાધ્ય દેવ ગણવામાં આવે છે તેથી હરિદ્વાર ધામનું મહત્વ શ્રાવણ માસમાં વિશેષ છે. શિવ ભક્તો માટે શ્રાવણ માસ દરમિયાનનો સૌથી મોટો મેળો હરિદ્વારમાં યોજાય છે. અહીં વસંત ઋતુમાં કાવડિઓ ગંગા જળ લેવા માટે પહોંચવાની પ્રક્રિયા શરૂ થાય છે. બમ – બમ બોલે જેવા જયકારના નાદ પોકારના ઉત્સાહ સાથે મહાદેવની પૂજા શિવાલયમાં કરવામાં આવે છે. આ પછી, લોકો કાવડમાં ગંગાનું પવિત્ર જળને લઈને ત્યાંથી રવાના થાય છે. કાવડ યાત્રીઓની મેદનીની સાથે દર્શાર્થે આવનાર લોકોની ભીડ આ સમયે સૌથી અધિક હોય છે. અહીં અમુક વખત લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા અને મેળામાં સામેલ થવા એકઠ્ઠા થાય છે.

ઝારખંડના દેવઘરનો શ્રાવણી મેળો

દર વર્ષે, બિહારના સુલ્તાનગંજમાં, ઝારખંડના દેવઘર જિલ્લામાં સ્થિત વિશ્વ પ્રખ્યાત વૈદ્યનાથ ધામમાં કરોડો કાવડિયાઓ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એકને જળાભિષેક કરવા માટે ગંગાજળ લઈને પૂજા – અભિષેક કરે છે. દેવઘરનો શ્રાવણ માસનો મેળો ભગવાન શિવનો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે.

કાશી વિશ્વનાથનો શ્રાવણી મેળો

શ્રાવણ માસનો બીજો સૌથી મોટો મેળો કાશીમાં પણ ભરાય છે. શિવ ભક્તો કાવડિયા લઈને અહીં કાશીના વિશ્વનાથના દર્શન કરવા માટે સાત માર્ગો વટાવીને પગપાળા આવે છે. શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભારે ભીડ રહે છે. કાશીને મોક્ષનું ધામ કહેવાય છે, તેથી અહીં શ્રદ્ધાળુઓ જીવનમાં એકવાર તો દર્શન કરવા આવવાની ઇચ્છા જરૂર કેળવે છે.

લખીમપુરનો શ્રાવણનો મેળો

શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થતાં જ ભોલેનાથના ભક્તો પૂર્ણ ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરવા યથા શક્તિ પૂજા – અર્ચના કરે છે. હિમાલયની તળેટી પાસે આવેલ ઉત્તર પ્રદેશનું લખીમપુર ભારત અને નેપાળની બોર્ડરને અડીને આવેલું છે. આ છોટી કાશી તરીકે ઓળખાતા સુપ્રસિદ્ધ શહેરમાં શ્રાવણનો મેળો શરૂ થતાં જ દેશના લાખો ભક્તો અવધારના કરવાની સાથે મહાદેવના મંદિરમાં જલાભિષેક કરવા ઉમટે છે.

ગુજરાતના મેળા

ગુજરાતમાં દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી બે – બે ખૂબ પ્રસિદ્ધ અને મહત્વના શિવાલયો આવે છે, જે બંને સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ અને દ્વારિકા નગરી પાસે આવેલ નાગેશ્વરમ છે. આ સાથે અહીં શ્રી કૃષ્ણ ભગવાનની કર્મ ભૂમિ દેવભૂમિ દ્બારિકા નગરી સ્થિત છે તેમજ સોમનાથના વેરાવળ જતાં શ્રી કૃષ્ણ્ય નિર્વાણ પામ્યા હતા તે ભાલકા તિર્થ પણ આવેલું છે. તેથી માત્ર કચ્છ – સૌરાષ્ટ્રના જ નહીં બલ્કે સમસ્ત ગુજરાતમાંથી તેમજ દેશના વિવિધ સ્થળોએથી અહીં શ્રાવણ માસમાં દર્શનાર્થીઓની ભારે મેદની જામે છે. વળી, ખાણીપીણીના તેમજ હરવા – ફરવાના શોખીન એવા ગુજરાતી લોકો પોતપોતાના સાતમ – આઠમ દરમિયાન બહુજ બહોળા પ્રમાણમાં વિવિધ મંદિરો પાસેના આયોજિત થતા મેળાઓમાં આનંદ કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ